________________
સિદ્ધપદ
પષ શ્રાવકફૂળમાં–જેનકૂળમાં તે અભવ્ય આત્મા જન્મી શકે છે. શ્રાવકકૂળમાં જન્મના અભવ્ય આત્મા કૂળાચારે કરીને જિનેશ્વર દેને ઉપાસે છે તે શુદ્ધ દેવાદિકને માને છે અને મહાદેવ, જતિ, ગોંસાઈએ વગેરેની પાછળ વેવલા ધર્મવેડા કરીને દેટ નથી એ બધું ખરૂં છે પણ તે છતાં તે રત્નની કિંમત સમજેલો હોતે નથી. જ્યાંથી મેતી નીકળે છે તે જગાએ ઘણા ખારવાઓ કિંવા માછીઓ દરીયામાં ડૂબકી મારે છે અને તેમના હાથમાં બહુ મોંઘા મોતીઓ આવે છે, પરંતુ તેઓ ઝવેરી કહેવાતા નથી. તેમના હાથમાં આવ્યા પછી મેતી ઝવેરીના હાથમાં જાય છે, છતાં ખારવાઓને કેઈ ઝવેરી કહેતું નથી; કારણ કે તેઓ મેતીના મૂલ્યને પીછાનતા નથી. શુદ્ધ દેવ સ્વયં પ્રકાશક છે.
શુદ્ધ દેવાદિ મળ્યા છતાં આત્મકલ્યાણ એનેજ સાધ્ય તરીકે ન સમજે તે તેની પાસેથી ભવ્યતાની છાપ ક્ષણવારને માટે પણ ઉભી રહેતી નથી. શુદ્ધ દેવાદિકને આપણે શાથી માનીએ છીએ તેને ખ્યાલ કરે. એમણે અઢાર દોષે ટાળ્યા છે એટલા માટે આપણે તેમને શુદ્ધ દેવાદિક કહીએ છીએ પરંતુ આપણે તેમને પૂજીએ છીએ તેમને માનીએ છીએ એ સઘળું શા માટે વારૂ ? શું તેમને વૈભવ જોઈને આપણે તેમને સ્વીકારીએ છીએ ? કદી નહિ. આપણે તેમને માનીએ છીએ તેનું કારણ એટલું જ છે કે તે પિતાનું સ્વરૂપ પિતાને જણાવે છે. આકાશના બધા રહો નક્ષત્રોમાં સૂર્ય માટે શા માટે ગણાય છે ? કારણ