________________
સિદ્ધચક્ર માહામ્ય
તથી શરીરના અવય ખંડખંડ બની ગયા છે, કે ઢીયાના ટેળામાં જંગલમાં રખડે છે, તે નવપદની ભક્તિપૂર્વક સ્વરાજને સ્વામી બને છે. અહીં સ્થિતિ ધર્મ તરીકેની છે; પરંતુ જે એને અર્થ કરવામાં આવે કે નવપદની આરાધના સ્વરાજ મેળવવા માટે કરવાની છે, રિદ્ધિસિદ્ધિ પામવા માટે કરવાની છે, મહાન થવા માટે કરવાની છે, તે અહીં ધમ તરીકેની સ્થિતિને અંત આવી જાય છે. અત્યારે સમાજની શી સ્થિતિ છે તે વિચારો. શ્રીપાલ મહારાજાને રાસ ચાર ખંડોમાં વહેંચાયેલો છે. એના પહેલા ત્રણ ખંડે વંચાય છે, ત્યારે ઉપાશ્રયમાં બેસવાની પણ આપદા પડે છે, તલપૂર જેટલી પણ જગા મળતી નથી, પણ જ્યારે ચોથો ખંડ વંચાય ત્યારે સુમસામ ! શ્રોતાઓની સંખ્યા અરધી પણ રહેતી નથી. આ સ્થિતિ બતાવે છે કે આપણે શ્રીપાળ મહારાજાને રાસ શાસ્ત્રકાર મહારાજાએ શા માટે શા હેતુથી રચે છે તે ભૂલી ગયા છીએ. શ્રીપાળ ચરિત્રમાં તરવસ્થાન યાદ રાખે. ' નવપદનું સ્વરૂપ કેવું છે, તેની આરાધના કેવી રીતિએ કલ્યાણકારી છે, એથી પગલિક પરિણતિ કેવી રીતે છૂટે છે, કમબંધ છૂટીને મિક્ષ કેવી રીતે મળે છે એ સઘળું જાણવાનું ચોથા ખંડમાં છે, ત્યારે ચેથા ખંડનું વાંચન આરં. ભાય છે, ત્યારે જ આપણે ત્યાં શ્રોતાવર્ગમાં નાસભાગને આરંભ થાય છે. દર છ છ મહિને શ્રી શ્રીપાલ મહારાજાનું ચરિત્ર વંચાય છે અને જનતા સાંભળે છે; છતાં સમાજની સ્થિતિ તે એની એ કાયમ ! ! આ સ્થિતિ