________________
૪૭
અરિહંત પદ પ્રાપ્ત થતા સંકટને સમજી શકે છે અને એમાંથી થતી મુક્તિને ફાયદા જાણી શકે છે. આત્માની અનંત શક્તિ
આત્માનું સાચું સ્વરૂપ શું છે, આત્માની શક્તિ કેટલી મહાનું છે અને તેને છકાવી દેવાથી કેવું પ્રબળ નુકસાન થાય છે એ વસ્તુ જેઓ ન જાણી શકે તેઓ શ્રી અરિહંત પરમાત્માના ઉપકારની પણ તુલના નહિ જ કરી શકે. ત્યારે હવે તમારા સમજવામાં સહજ આવી જશે કે નવકારમંત્રમાં પહેલું પદ નમો અરિહંતાણું અને પછી નમે સિદ્ધાણું કેમ આવે છે. સામ્રાજ્યને રાજા હોય, મહાન રાજા હોય તે પણ ખરી રીતે મહારાજા કરતાં વધારે માનપાત્ર કેણ હેય સેનાધિપતિ કરતાં પણ રાજા મટે છે; છતાં વ્યવહારમાં પહેલે સેનાપતિ છે. સેનાપતિ દેશ જીતી આપી રાજાને મહારાજા બનાવે છે ત્યારે રાજા મહાન બને છે. તેજ સ્થિતિ અહીં પણ છે, સિદ્ધો સર્વગુણથી પરિપૂર્ણ છે, તેઓ મહારાજા સ્વરૂપ છે; પરંતુ તેમને જગતને ઓળખાવનાર કોણ છે? જવાબ એ છે કે અરિહંત ભગવાન. અરિહંત ભગવાન પહેલા કેમ?
જેમ સેનાધિપતિ દેશે જીતીને રાજાને મહારાજા બનાવી આપે છે, તે જ પ્રમાણે અરિહંત ભગવાન સિદ્ધપણું મેળવી આપે છે. સિદ્ધપણું શી રીતિએ મેળવી શકાય છે; એ વાત અરિહંત ભગવાને જણાવી છે. સિધ્ધ હતા એ વાત જગતને કોણે જણાવી? સિદ્ધોને જોયા કેણે તેમને