________________
સિદ્ધચક્ર માહામ્ય આરાધન છે. જે તર્કવાદી એટલે મિત્રસંમિત વાક્યથી સમજનારા હશે તેઓ સમજી શકશે કે અરિહંતાદિની આરાધના આત્માને કર્મબંધનથી દૂર રાખે છે, આવેલા કર્મોને નાશ કરે છે અને આત્માને કર્મબંધ રહિત બનાવે છે અને કર્મનિર્જરા મેક્ષે લઈ જનારી છે. માટે મોક્ષપ્રાપ્તિને માટે “નવપદ આરાધના જરૂરી છે, પરંતુ હજી કાંતાસંમિત વાકથીજ જે સમજી શકે છે એ ત્રીજો વર્ગ બાકી રહી છે તેને શું ત્યાગ કરી દે? તેને શું નવપદઆરાધનાની મહત્તા ન સમજાવવી? માતા બાળકોને ઉછેરે છે. તે માત્ર એક જ માર્ગ પકડી રાખીને ઉછેરતી નથી. વીસ વર્ષને પુત્ર હોય તે તેને ભાણું પીરસે, પાંચ સાત વર્ષને બાળક હોય તે તેને રોટલાના કકડા કરી આપે અને તદન બાળક હોય તે તેને દૂધ પાય; પરંતુ આ બધી કૃતિમાં અંદરખાને હેતુ શે ? બાળકને ઉછેરવાન. તે જ પ્રમાણે શાસ્ત્રકારોને હેતુ શે ? જગતને ધર્મને પંથે વાળવાને. શ્રીપાળને રાસ કેમ રચાયે?
હવે જ્યારે પ્રભુસંમિત અને મિત્રસંમિત ભાષાથી ન સમજનારા હેય તેને માટે કાંતાસંમિત વાકથી પણ સમજાવવાનું શાસ્ત્રકારોએ માન્યું છે અને તેથી જ ચરિત્રગ્રંથ રચાયા છે. ચરિત્રગ્રંથમાં એક્ષપદ પામવા માટે અરિહંતે કહેવા માગને અનુસરે એ ઉપદેશ નથી, તેમાં હેતુ, યુક્તિપૂર્વક મોક્ષપદ મેળવવા માટેને તકનુસારી વાદવિવાદ નથી, પરંતુ તેમાં ધર્માનુષ્ઠાન કરી મોક્ષપદ