________________
અરિહંત પદ
૩૮
મોક્ષે ગયા છે તેઓ સઘળા ધર્મતત્વને પ્રકટ કરનારા મહાપુરુષના ટેકા વિના–એવા મહાપુરુષના આલંબન વિના મેક્ષે જઈ શક્યા નથી. તે જ પ્રમાણે જેણે ધર્મતત્વને જાણ્યા નથી, જેણે ધર્મતત્વને જાણીને તેને જીવનમાં વણી લીધા નથી, ધર્મતત્વને જાણીને તેને આચારમાં મૂક્યું નથી તે પણ મેક્ષે જઈ શકતા નથી. ત્યારે મેશે કેવી રીતે જવાય છે ? અને મોક્ષે કેવી રીતે જવાતું નથી ? પ્રશ્નને જવાબ એકજ છે. જેઓ ધર્મતત્વને પ્રકટ કરનારા છે, તેનું કથન કરનારા છે, તેનું આચરણ કરનારા છે, તેમના આલંબનથી મેશે જવાય છે. જે તેમનું આલંબન ન મળ્યું તે મેક્ષે જઈ શકાતું નથી. આ વાત હદયમાં ઠસે છે ? આ વસ્તુ આત્મા કબુલ રાખે છે? જે આ વસ્તુ આત્મા કબુલ રાખતું હોય તે સમજી લે કે નવપદ આપોઆપ કબુલ જ થઈ ગયા છે. તમે પૂછશે કે એ કેવી રીતે કબુલ થયા ? ઠીક ! ધર્મતત્વને જે પ્રકટ કરે છે તેનું આલંબન મોક્ષને માટે જરૂરી ખરૂં કે નહિ? જવાબ–“હા.”—તે હવે ધર્મતત્વને પ્રકટ કરનાર, તેનું કથન કરનાર અને એ ધર્મતત્વને આચારમાં પણ સંપૂર્ણપણે મૂકનાર નવપદ છે, તે પછી એ નવપદની આરાધના પણ જરૂરી ખરી કે નહિ? જવાબ એકજ કે હા. એ નવપદ કયા ક્યા?
એ મહાન ગૌરવવંતા આત્માને અવિચલ શાંતિ આપનારા, સંસારના સઘળા સંકટો ટાળનારા અને અત્યંત મધુર આત્મિક સુખ આપનારા એ આપણા આરાધ્ય નવ