________________
અરિહંત પદ
૩૫ તેમના માનસમાં અવકાશ છે, કે જેઓ મિત્રસંમિત વાદ્વારા સમજનારા છે. પ્રભુના ટપાલી કેણુ ?
આવા સંજોગોમાં અમે કહી દઈએ કે પૂછવાને તમને અધિકાર નથી; કારણ કે તમે સર્વજ્ઞ નથી, કે ત્રણ કાળના જ્ઞાની નથી. અમે જે કહીએ છીએ તે કાંઈ અમારા ખીસ્સામાંનું નથી પણ પ્રભુકથિત છે તે તે વાસ્તવિક નથી. અમે જૈનતીર્થના સંદેશક કે ટપાલી છીએ પણ તેથી અમે તે તમને પ્રભુએ કહેલું કહીએ છીએ, બીજું અમે કાંઈ જાણતા નથી એમ કહીને છુટા થઈ શક્તા નથી. અમે પ્રભુના ટપાલી ખરા, પણ ટપાલીની ફરજ પણ અમારે પૂરી પાળવાની છે. ટપાલી કાગળ લાવીને આપે છે, પણ તે ફાટેલા હોય તે ? પાર્સલ લાવીને આપે, પણ તે પાર્સલ તૂટેલું હોય તે ? ટપાલી તમને એમ ન કહી શકે કે પાર્સલ તૂટેલું છે કે કાગળ ફાટેલે છે એ વાત તમે જાણે. એની સાથે અમારે સંબંધ નથી. ટપાલીને ધર્મ છે કે તેણે ટપાલ તરીકે તમારું પાર્સલ કે તમારે કાગળ તમેને સહિસલામત પહોંચાડવા જોઈએ. શાસ્ત્રાગાઓ તમને સમજાવવી જ જોઈએ.
એજ પ્રમાણે અમારી ફરજ છે કે શાસ્ત્રાજ્ઞાઓ તમને સહિસલામત પહોંચાડવી જોઈએ. શાસ્ત્રજ્ઞા તમેને સહિસલામત પહોંચાડવી એટલે શું? તમને દાખલાદલીલો ઉદાહરણ આપી એ શાસ્ત્રને તમારા અંતઃકરણમાં જચાવવી એ અમારૂં ટપાલી તરીકેનું કામ છે. અમે