________________
૩૪
સિદ્ધચક્ર માહાસ્ય બનવાનું નથી અને ભવિષ્યકાળમાં પણ નવપદ વિના તીર્થ કદી બની શકવાનું નથી જ. અર્થાત જ્યાં “નવપદ છે ત્યાં સર્વ છે, જ્યાં નવપદ નથી ત્યાં કાંઈ નથી ! નવપદના આરાધન વિના મુક્તિ નથી.
જેઓ મોક્ષે ગયા છે, જેઓ મેક્ષે જાય છે અને જેઓ મોક્ષે જશે તે સઘળા નવપદના આરાધનથીજ ક્ષે જશે. જેઓ જગતમાં ખડ્યા છે, રખડે છે અને રખડશે તે પણ “નવપદ આરાધનની પ્રાપ્તિ નહિ થવાથી જ રખડશે. જેમને “નવપદનું આલંબન નથી મળી શકયું એવા જ જગતમાં રખડે છે, રખડ્યા છે અને રખડશે. જેઓ પ્રભુ સંમિત વાકયેના રહસ્યને પામી જવાવાળા છે તેઓને માટે તે એટલુંજ બસ છે કે તરી શકાય છે કેવી રીતે ? નવપદના આલંબન વિના રખડાય છે, તે કહે શા માટે રખડાય છે એ પ્રશ્ન પ્રભુસંમિત વાકથી સમજનારાના હદયમાં ઉદ્દભવી શકતું નથી; પણ જેઓ પ્રભુસંમિત વાકથી સમજે એવા નથી, તેને પણ સમજાવવાની ફરજમાંથી અમે છૂટી જઈ શકતા નથી. મિત્રસંમિત વા વડે જેઓ સમજનારા છે, તેમના હૃદયમાં પ્રશ્નપરંપરાને અવકાશ હોય છે. નવપદના આરાધનદ્વારાજ મેક્ષ છે અને “નવપદ ના આરાધન વિના રખડાય છે એમ શાસ્ત્ર કહે છે. પણ કેઈ નવપદનું આરાધન કર્યા વિના મેક્ષે ગયા હોય અને આરાધના કરવાવાળા રખડ્યા હોય એમ તે નહિ બન્યું હોય ?” “નવપદારાધન” વિના મુક્તિ નથી એમ કહેવામાં મુદ્દો છે હવે જોઈએ? આવા પ્રશ્નને