________________
૩૨
સિદ્ધચક્ર માહાત્મ્ય
મિત્રવાર્થસંબુદ્ધ,
ત્યારે વિચાર કરે કે મિત્ર કેવી રીતે વાત મનાવે છે ? હેતુ અને યુક્તિથી તે કહે છે કે આ પ્રમાણેનું આચરણ કરવાથી આવો ફાયદો છે. આમ કરવાથી આ પ્રકારે હિત સધાય છે અને તેમ કરવાથી આટલું નુકશાન થાય છે. મિત્ર આ પ્રકારે સમજાવે છે, તેઓ આમ કરવુંજ પડશે એમ કહેતા નથી. આ વર્ગ પ્રભુકથિત રહસ્ય પણ હેતુ અને યુક્તિથી તપાસે છે. આ રીતે ભગવાન શ્રીજિનેશ્વરકથિત તમાં પણ હેતુ અને યુક્તિને સ્થાન આપે છે; તે વાક મિત્રસંમિત વાકયે છે અને એવાં વાથી જેઓ સમજે છે તેઓ મિત્રવાકયસંબુદ્ધ કહેવાય છે. પ્રભુએ કહ્યું છે માટે આચરે.
- હવે કાંતાસંમિત વાક્ય એટલે શું તેને વિચાર કરે. સ્ત્રી પતિ પાસે પોતાની માગણી કબુલ કરાવે છે તેમાં આજ્ઞા કે સૂચના હેતી નથી કે તેમાં હંમેશાં પતિના હિતનેજ વિચાર હેતે નથી; પરંતુ સ્ત્રી નેહથી પતિ પાસે પિતાની માગણું કબુલ રખાવે છે. પત્ની પતિ પાસે અમુક વસ્તુ કરવાની હઠ લે છે તેમાં યુક્તિ કે હેતુ દર્શાવતી નથી. આ સઘળા વ્યવહારમાં નેહ, એજ આત્મારૂપે રહીને પતિ પાસે પત્નીને અનુકૂળ વતન કરાવે છે, એ પ્રમાણે જ વાકયે માત્ર પ્રભુએ કહ્યું છે માટે તે કરવાનું છે એવા પ્રભુ ઉપરના સ્નેહથી વ્યક્તિ પાસે આચરણ કરાવે છે તે વાકયે કાંતાસંમિત છે. ત્યારે હવે ફરીથી સમજેઃ (૧) પ્રભુના સ્વરૂપની પરીક્ષા કરે