________________
૩૦
| સિદ્ધચક્ર માહાસ્ય શ્વર દેએ કયારે કહ્યું છે ? અખતરો કે પ્રવેગ કરતાં નહિ. ભગવાન જિનેશ્વરની છઘસ્થાવસ્થા એ તેમને અખતરે છે. એ તેમની પ્રગાવસ્થા છે એટલાજ માટે શ્રીજિનેશ્વર દેવો જ્યારે છદ્મસ્થાવસ્થામાં હોય છે ત્યારે તેઓ ઉપદેશ આપતા નથી. શ્રીજિનેશ્વર ભગવાને પણ સંસારત્યાગ કરે છે, અનેક ઉપસર્ગો પણ સહન કરી લે છે અને આ સઘળું સહન કર્યા પછી ચારિત્રનું ફળ મેળવે છે ત્યારે જ તેઓ દેશના આપે છે. છદ્મસ્થાવસ્થા રૂપ અખતરે પૂરો કર્યા પછી જ્યારે કેવલીપણારૂપી સિદ્ધિ પ્રાપ્ત થાય છે ત્યારે જ્ઞાનથી સર્વ વસ્તુઓને તેઓ જાણી લે છે અને પછી જ ઉપદેશ આપે છે. કથની અને કરણીમાં સમાનતા.
શ્રીજિનેશ્વર ભગવાને પણ છદ્મસ્થાવસ્થામાં ઉપદેશ કેમ નથી આપતા તેનું કારણ એ જ છે કે એ તેમની પ્રગાવસ્થા છે અને તેથી જ તેઓ સ્વતંત્ર ધર્મનિરૂપણ કે તસ્વનિરૂપણ નહિ કરી શકે, પોતાના અનુભવો બીજાઓને જેવા જ્ઞાન દ્વારા પ્રતીત કરાવી શકાય છે તેવા બીજા કઈ રીતે પ્રતીત કરી શકવાતા નથી. તેથીજ ઉત્કૃષ્ટ ચારિત્રવાળા, જ્ઞાનવાળા, કેવલજ્ઞાનવાળા બન્યા પછી જ શ્રીજિનેશ્વરદેવ દેશના આપે છે અને તેથી જ શ્રીજિનેશ્વર દેવોની કથની અને કરણી બંને સમાન હોય છે. આ રીતે એવાઓની કથની કરણી સમાન હોય છે માટે જ ભગવાન શ્રી ગૌતમસ્વામીને ત્યાગને માર્ગે વળવાની જરૂર પડી હતી.