________________
અરિહંત પદ
૩૧.
હેતુ, યુક્તિપૂર્વક સમજાવવાની જરૂર
હવે મિત્રસંમિતને વિચાર કરો. ભગવાન શ્રી ગૌતમસ્વામી તે વિરલ વિભૂતિ હતા. કાંઈ બધાજ ગૌતમસ્વામી સરખા હોઈ શકે નહિ. જેઓ મિત્રસંમિત વાને ગ્ય છે તેવાઓને માટે હેતુ અને યુક્તિને સ્થાન છે. વધારે સમજવાને માટે એક રાજાને દાખલે લે. રાજાને હુકમ થાય છે તે પ્રજાને એ હુકમમાં બેલ વાપણું હોતું નથી. રાજાની આજ્ઞામાં શબ્દો અને અર્થની મુખ્યતા છે; તેમાં દલીલ ન ચાલે, અપવાદ ન ચાલે કે બીજે પણ કેઈ બચાવ નહિ ચાલે. એ પ્રમાણે જેમને ભગવાન શ્રીજિનેશ્વરદેવ ઉપર અપવાદ વિના શ્રદ્ધા છે, ભગવાનના ગુણ ઉપર જેઓને દઢ નિશ્ચય છે, અનેક પ્રકારે પરીક્ષા કરીને ભગવાનનું સર્વજ્ઞપણું જે જોઈ શક્યા હોય, તેઓ તે ભગવાનના કહેલા વિચારેને પહેલી જ તકે આચારમાં મૂકી જ દેવાના. યુક્તિ કે દલીલને તેઓ ભગવાનનું કથન અમલમાં મૂકતાં જરા પણ વચ્ચે નહિ જ લાવવાના; પણ બધેજ વર્ગ એવો ન હોઈ શકે. આ વર્ગ ભગવાનની પરીક્ષા કરે, તેમના સર્વજ્ઞપણને નિહાળે. વફતાની વિશુદ્ધિને સ્વીકારી લે, પણ તે છતાં તેઓ ભગવાનના કથનને હેતુ અને યુક્તિ વિના નહિજ માની લે ! આ વર્ગ હેતુ અને યુક્તિપૂર્વકજ પદાર્થને સમજવાવાળો હોય છે. રાજાની અને મિત્રોની બંનેની કહેલી વાતે વ્યક્તિ માને છે; પણ રાજાની અને મિત્રની વાત માનવામાં અને મનાવવામાં પણ તફાવત છે.