________________
અરિહંત પદ તેમના સર્વાપણાને કબુલ રાખે અને પછી તેમના વાને સનાતન સત્ય માનીને કબુલ રાખે છે તે વાગ્યે પ્રભુસંમિત છે. (૨) પ્રભુને આવા સમજીને પણ તેમના કથનમાં હેતુ, યુક્તિ માગે, હેતુ, યુક્તિ વડે તેમનું કથન તપાસે અને પછી તેને માન્ય રાખે તે એ વાક્ય મિત્રસંમિત. અને (૩) કેવળ પ્રભુએ કર્યું છે માટે તેમના ચરિત્રના આધારે વસ્તુની ઉત્તમતા માની મારે કરવાનું છે . એમ સમજીને તે કબુલ રાખે તે એ વાકયે તે કાન્તાસંમિત વાકયે છે. નવપદ નથી ત્યાં તીર્થ નથી.
આ ત્રણ પ્રકારે સમજાવવાના છે. એ ત્રણે પ્રકારમાંથી જે મનુષ્ય જે રીતે સમજે તેને તે રીતે સમજાવવાનું શાસ્ત્રનું ચકખું ફરમાન છે. આપણું ધાર્મિક ગ્રંથે પણ ઉપરનીજ ત્રણ કક્ષામાં વહેંચી શકાય એમ છે. જે ચરિત્રગ્રંથ છે તે બધા કાન્તાસંમિત વાક્યમાં આવે છે. ચરણકરણની મુખ્યતાવાળા આચારાંગ આદિ શાસ્ત્ર પ્રભુસંમિત વાક્યો છે. તથા ન્યાય, દ્રવ્યાનુયોગ, કર્મગ્રંથના યુક્તિપ્રધાન શાસ્ત્ર
એ સઘળાં મિત્રસંમિત વાકયે છે. એ શાસ્ત્રોએ નવપદને - અવર્ણનીય મહિમા ગાય છે. “નવપદ' જેવી બીજી એકે વસ્તુ આ જગતમાં નથી. નવપદના જેવી વસ્તુ સર્વ સંસારમાં પૂર્વકાળે કોઈ દિવસ હતી નહિ, હાલમાં છે નહિ અને ભવિષ્યમાં થવાની પણ નથી. “નવપદ એ સર્વ તીર્થોમાં વ્યાપક છે. એવું કઈ પણ તીર્થ નથી કે જેમાં “નવપદન હેય. બીજા શબ્દોમાં કહું તે “નવપદ વિના કદી તીર્થ ભૂતકાળમાં બન્યું નથી, વર્તમાનકાળમાં “નવપદ' વિના તીર્થ