________________
નવપદની મહત્તા મોહનલાલને લીધે તમારી ન્યાતને તમે પ્રભાવશાળી બનાવે છે. જ્યારે તમે એમ કહે છે કે મેહનલાલ અમારી ન્યાતના છે ત્યાં તમે મુખ્યતા તમારી જ્ઞાતિને આપે છે અને તમારી જ્ઞાતિને મુખ્યતા આપીને તેજ જ્ઞાતિના અંશ તરીકે મેહનલાલને ઓળખાવે છે. એ જ સ્થિતિ અહીં પણ સમજી લે.
જ્યારે તમે એકદ્વારા સર્વકાળના તીર્થ કરે, સિદ્ધો, આચાર્યો વગેરેને આરાધે છે ત્યારે તમે એકઠા ત્યાગીએના મુકુટમણિની આખી જાતિને ઓળખે છે, પણ અહીં મુખ્યતા એકની જ છે. જ્યારે તમે આખી જાતિની આરાધના કરે છે ત્યારે ત્યાં મુખ્યતા આખી જાતિની છે અને એકની ગૌણતા છે. પહેલાં જેની મુખ્યતા હતી તેની બીજામાં ગૌણુતા થાય છે. ત્યારે હવે વિચારે કે નવપદારાધન દ્વારા કેની આરાધના થાય છે? નવપદદ્વારા સાક્ષાત્ સર્વકાળના અરિહંતે, સર્વકાળના સિદ્ધો અને સર્વકાળના આચાર્યો ઈત્યાદિ સર્વકાળનાની આરાધના થાય છે. આ આરાધનામાં મુખ્યતા સઘળાની છે, મુખ્યતા આખી જાતિની; લક્ષ્ય આખી જતિ પરત્વે છે, માટેજ એ આરાધના વિશેષ મહત્તવવાની છે.
ભગવાન મહાવીરની વિરાધના મેખલીપુત્ર શાળાએ કરી હતી; એ ઘટના તે સઘળા જાણેજ છે. ગોશાળાએ વિરાધના માત્ર ભગવાન શ્રી મહાવીર દેવની કરી હતી તે છતાં તે સર્વકાળના અરિહતેને વિરાધક ગણાય હતે. શાસ્ત્રોએ આ વાત કબુલ રાખી છે, એટલે જેમ એકની વિરાધના કરવાથી બધાની વિરાધના થાય છે તેમ એકની