________________
૨૦
સિદ્ધચક્ર માહાસ્ય
ખાનું તપેલું ચઢાવે છે પછી તે તૈયાર થયા કે નહિ? ધાયા કે નહિ? એ તપાસી જેવું હોય તે શું બધા ચોખા તપાસી જુઓ છે? સેનાની પરીક્ષા શી રીતે થાય છે? તેને વિચાર કરો. સેનાને કસ કાઢવાને માટે સેનાની આખી લગડીને ઘસી નાખતા નથી પરંતુ તેને સહજ ઘસીને આખી લગડીની પરીક્ષા થાય છે. એ જ પ્રમાણે એક ગુણની પૂજા કરી તે તે દ્વારા બીજા ગુણની પણ પૂજા થઈ જ જાય છે, પણ છતાં એકની આરાધના દ્વારા બધાની આરાધના કરવી અને બધાની આરાધના કરવાને ઉદ્દેશ રાખીને જ બધાને આરાધવા એમાં ફેર તે જરૂર રહે છે. નવપદના આરાધનામાં મુખ્યતા કેની?
આ તફાવત સમજવાને માટે એક દષ્ટાંત લે ! સમજે “મેહનલાલ અમારી ન્યાતના છે” અને “અમે મેહનલાલની ન્યાતના છીએ!” આ બે વાક્યોમાં તમને કાંઈ પણ તફાવત લાગે છે ? મારી ખાતરી છે કે હું તમને આ બે વાકયે વચ્ચે તફાવત સમજાવીશ ત્યારે તે તમે એ તફાવત કબુલ રાખશે. પણ અત્યારે તમને એ બે વાકયે વચ્ચે તફાવત જરૂર ખ્યાલમાં નહિ આવતે હાય! હવે એ ખ્યાલમાં લાવવાનો યત્ન કરો. જે વખતે તમે એમ કહે છે કે અમે મેહનલાલની ન્યાતના છીએ તે વખતે વસ્તુ પરત્વે મહત્તા મેહનલાલની છે. તમે તમારી જાતને પ્રભાવશાળી નથી માનતા પણ મેહનલાલને પ્રભાવશાળી માને છે. મેહનલાલ જેવા પ્રભાવશાળી અમારી ન્યાતમાં છે માટે અમારી ન્યાત પ્રભાવશાળી છે એમ મનાવીને