________________
અરિહંત પદ
૨૭
આત્માએ કબુલ કર્યું કે આજ સુધીમાં મેં ધૂળમાં બાચકા ભર્યા છે. ખરે જ્ઞાની તે આજ મહાપુરુષ છે. આ સમયે ભગવાન ગૌતમસ્વામીના હૃદયમાં જે સત્ય પ્રતિ માન અને અસત્ય પ્રતિ તિરસ્કાર ન હોત તો શું થાત; તેને વિચાર કરે. ભગવાન ગૌતમસ્વામી મહાવીર મહારાજ સાચા છે; પણ મારે તેમને તેડી પાડવા છે એવું ઈચ્છનારા ન હતા. ભગવાન ગૌતમસ્વામી તે એવું માનનારા હતા કે પચાસ વર્ષ સુધી મેં માન મેળવ્યું છે, જ્ઞાની તરીકે મોટો ગણાય છું, બ્રાહ્મણોને ગુરુ અને બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ મનાય છું, પરંતુ જે જ્ઞાનથી હું મેટે મનાયો છું તે જ્ઞાન જ જે જૂઠું હોય તે એ જ્ઞાન અને તેને અપાવેલું માન એ સઘળું મારે મિથ્યા છે. સત્યને માટે તેમના મનમાં આવું માન હતું; એટલે જ્યારે તેમને ભગવાન શ્રી મહાવીરદેવના સર્વજ્ઞપણાની ખાતરી થઈ કે તે જ ક્ષણે તેઓ ભગવાનને શરણે ગયા. આખી જિંદગીના કટ્ટર વિરોધીને પિતે દઢ આગ્રહી છતાં અને જિનેશ્વર મહારાજાઓને આજ સુધી તણખલા જેવા તુચ્છ માનેલા હોવા છતાં જ્યારે ભગવાન ગૌતમસ્વામીને ભગવાન મહાવીર દેવના સર્વજ્ઞપણાથી ખાતરી થાય છે કે એ સમર્થ દઢાગ્રહી પુરુષ ભગવાન મહાવીરદેવને ચરણે ઝુકી પડે છે ! એમનું વચન તેજ મારું જીવન, ??
ભગવાન ગૌતમસ્વામી ભગવાન શ્રી મહાવીર દેવને શરણ થાય છે પણ શરણુ થઈને ચાલવા માંડતા નથી ! હવે અહીંજ વિચાર કરજે. વસ્તુ અને વાતાવરણનું મહત્વ