________________
૨૬
સિદ્ધચક્ર માહાત્મ્ય
રહેવું જરૂરી છે. નિમિત્ત, શુદ્ધિ, પુરુષ કાંઈપણ જોયા વગર “અચરે અચરે રામ કરવું એ અંધશ્રદ્ધા છે; પણ પુરુષની વક્તાની સ્થિતિ, પ્રમાણિકતા, ગુણે વગેરે પરિપૂર્ણ સમજી લેવા અને પછી તેના કથનનાં હેતુ આદિને સ્થાન ન આપતાં તે કથન સત્ય તરીકે જ માની લેવું એ શ્રદ્ધાનુસારીપણુજ ગણાય છે. ભગવાન શ્રીગૌતમસ્વામી એક સમયે ભગવાન શ્રી મહાવીર દેવના ચરણકમળ પાસે આવ્યા; આ વખતે મહાત્મા ગૌતમસ્વામી ભગવાન મહાવીર દેવના અનુયાયી બનેલા ન હતા. જગતના સર્વથી મહાન તત્ત્વજ્ઞાની એવા મહાપરાક્રમશાળી ભગવાન દેવ છે; તેમને હું જીતી લઉં, તેમના માર્ગને ખોટો ઠરાવું, તેમને હરાવી દઉં અને મારી માન્યતા સાચી છે એમ સાબિત કરી આપું એ વિચાર કરી ગૌતમ ભગવાન મહાવીર મહારાજા પાસે આવ્યા હતા. ભગવાન ગૌતમસ્વામીની આવી ઈચ્છા હતી પણ જ્યારે તેમણે સત્ય શું છે તે જાણ્યું ત્યારે તેમને પોતાને આગ્રહ તજી દીધો. ભગવાન શ્રી મહાવીરદેવે જીવ પાંચ ભૂતેથી જુદે છે કે પાંચ ભૂતેના કાર્યરૂપ છે એ જે શ્રીગૌતમસ્વામીને સંશય હતે તે જાહેર કરી તે સંશયજ્ઞાન પ્રકટ કર્યું, ત્યારે તે જાણીને ભગવાન શ્રીગૌતમસ્વામીને વિચાર થયે કે જે આત્માના સંશયજ્ઞાનને જાણવાવાળા છે તેઓ જરૂર આત્માને પણ જાણવાવાળા છે? આત્મા કે છે ? ઈન્દ્રિયોથી જાણી ન શકાય એ ! ત્યારે ઇન્દ્રિયોથી જાણી ન શકાય એવા આત્માને પણ જાણનારે તો જરૂર સર્વજ્ઞ હેજ જોઈએ; એવી ભગવાન શ્રીગૌતમસ્વામીની ખાતરી થઈ અને તેમના