________________
૨૪
સિદ્ધચક્ર માહાસ્ય મહારાજ ફરમાવે છે કે-સંસારી છે જે વાણી બોલે છે, જે વાક્યો ઉચ્ચારે છે તેના મુખ્યત્વે ત્રણ ભેદે છે. એ ત્રણ ભેદે તે આ પ્રમાણે -(૧) પ્રભુસંમિત વાકયે (૨) મિત્રસંમિત વાક અને (૩) કાંતાસંમિત વાકે. આ ત્રણ પ્રકારના વાકયે છે.
એમને જે પહેલે પ્રકાર પ્રભુસંમિત વાકયે છે તે કોને કહેવાય? એ વા કેણ સમજી શકે અને તે કોને અસર કરે તે સમજવાની જરૂર છે. પ્રભુસમિત વાક કેવાં હેઈ શકે ઈત્યાદિ વસ્તુઓ જાણવાની જરૂર છે તેજ પ્રમાણે મિત્રસંમિત વા અને કાંતાસંમિત વા કેવાં હોય, તે કોને કહી શકાય અને તે કેને અસર કરે તે સધળું પૂર્ણ રીતીએ જાણવાની જરૂર છે. તમે કહેશે કે પ્રભુસંમિત વાકયે જાય એટલે બસ છે; પછી કાંતાસંમિત મિત્રસંમિત જાણવાનું કામ શું ? જરૂર એ સમજવાનું પણ કામ છે. એ પણ જ્યારે તમે સમજી લેશે ત્યારેજ કયા ગ્રંથકાર કર્યો ઉપદેશ આપે છે તે આપણે સારી રીતે સમજી શકીશું. પ્રભુસંમિત વાક્ય એટલે પૂર્ણ શ્રદ્ધાનુસારી વાક. પુરુષની પરીક્ષામાં કાંઈ શંકા રહી નથી; પૂર્ણ રીતિએ પુરુષની પરીક્ષા કરી લીધી છે. તેને પ્રમાણિકપણાને, ઉત્તમપણાન, હિતકારીપણાને નિશ્ચય થયું છે, તેની પવિત્રતા સંપૂર્ણ રીતે આપણને ગમી ગઈ છે, તેના શબ્દોને માટે દાખલા દલીલ કે યુક્તિવાદ કરવાની જરૂર જ નથી રહી અને અને એ પુરુષ જે કહે તેજ સે ટકા છે તેની વાણીને અપવાદ નથી, તેની વાણી છેવટના સિદ્ધાંતરૂપ પ્રમાણ જેવી છે.