________________
૧૨
સિદ્ધચક્ર માહામ્ય
એમ માનીને ખુશી થવાની છે એ કમખતી નહિ તે બીજુ શું ? જરા આ વસ્તુ શાંતિથી સમજે. જિલ્લાને એક કલેકટર છે, તેની પાસે દિવાની, ફોજદારી અનેક કામે આવે છે; કેઈ સરકારી કામે આવે છે, સત્તર સભાઓના પ્રમુખ સ્થાને વિરાજવાનું આવે છે. પરંતુ તે એ બધું પછી કરે છે ! પહેલું શું કરે છે ? પિતાનું મુખ્ય કાર્ય. જિલ્લાની મહેસુલ ઉઘરાવી લેવી એ તેનું પ્રધાન કર્તવ્ય છે અને કલેકટર પોતાના એ પ્રધાન કર્તવ્ય ઉપર પહેલી નજર રાખી પછી જ બીજા કામે ફુરસદ મળતા હાથ ધરે છે. આપણે ધર્મના ક્ષેત્રમાં આગળ નથી વધી શક્યા એનું કારણ પણ એજ છે કે જીવ પૌગલિક સુખેને કલેકટર બની બેઠે છે ! ધર્મનું કામ આવે છે તે કરે ખરે ! પણ કયારે કરે જ્યારે તેના મુખ્ય કાર્યમાંથી તે પરવારે ત્યારે. જીવ પૌગલિક સુખને કલેકટર છે. તેણે ધર્મના કલેકટર બનવાની જરૂર છે. એમ થશે ત્યારે તે પહેલાં ધર્મનું કાર્ય કરશે અને બીજું કામ આવશે તે તે બજાવશે. જૈનશાસનને સામાન્ય હેતુ તમને આવા ધર્મના કલેકટર બનાવવાનું છે, શીંગડાં જેટલું પાણી !
સંસ્કૃત ભાષામાં એક વચન છે કે જેમ જેમ મુખમાંથી શબ્દ બહાર પડતા જાય છે તેમ તેમ માણસના કૂળ, જાતિની પરીક્ષા થાય છે. આ વાત તદ્દન સાચી છે. એક મેચણ હતી. લગ્ન દલાલોએ તેણે વાણુઅણ બનાવી એક ઝવેરી સાથે પરણાવી દીધી ! મોચણ વીસ વર્ષ સુધી