________________
નવપદની મહત્તા
13
શેઠની સાથે આનંદમાં મહાલતી રહી, પરંતુ એક દિવસ તેનું પા૫ ફૂટી ગયું. એક દિવસ શેઠાણીને લઈને શેઠ હવા ખાવા ગયા, ત્યાં માટલીમાં પાણી ન દેખાયું એટલે શેઠે પૂછયું : “અલી માટલીમાં પાણી કેટલું છે ?” શેઠાણી કહેઃ શીંગડાં જેટલું ! ! ! શેઠાણીનું પાપ ફૂટી ગયું. આ જન્મ વાણ અણ બની મઝા કરી પણ છેવટે મેચણ તરીકે જાહેર થઈ ગઈ. ધર્મના કાર્યમાં ફુરસદ નથી એ ઉત્તર આપનારાની પણ આ મેચણની માફક જાત અને કૂળ પરખાઈ આવે છે તેને બધાએ ખ્યાલ રાખવાને છે. ધર્મના કાર્યોમાં તમે એવો ઉત્તર આપે છે કે ફુરસદ નથી ત્યારે તમારા હૃદયમાં ધર્મની વાસના કેટલી છે તેની પરીક્ષા થાય છે. કુરસદની મેજ પર મોજમજાહ અને ગમ્મતની ટપાલ કદાચ હોઈ શકે, પરંતુ જાતે તે કુરસદને વખત ધર્મકાર્યો માટે રાખે છે ! મેં આજ સુધીમાં શેરબજાર કે ઝવેરી બજારમાં જનારાને કેઈને ફુરસદ નથી એમ કહેતા સાંભળ્યો નથી! પણ પર્યુષણમાં અમારિશેષણ (અહિંસક પ્રસ્તાવ) પ્રવર્તાવવાની હોય અને તે માટે ફાળાની ટીપ લઈ જાઓ તો એવો જવાબ આપનારા જોઈએ તેટલા મળી આવે છે કેઃ “હમણાં વિચાર કરવાને સમય નથી ! ” શેરબજાર માટે ફુરસદ છે, અહીં ફુરસદ નથી, આ તમારા બંને વાકમાંથી તમે ધર્મ ને કર્મ એ બેને કઈ સ્થિતિમાં ગણે છે તે સ્પષ્ટ થાય છે.