________________
૧૫
નવપદની મહત્તા ધર્મનું તમે અપમાન કરે છે; ધમને તમે નવરાને ધંધે કહે છે; તે છતાં તમે જ્યારે ધર્મનું સ્મરણ કરે છે ત્યારે ધર્મ તરતજ તમારી પાસે આવીને ઉભો રહે છે. આગમના આરિસાને વારસે.
ધર્મસેવા માટે તમે જે શબ્દ બેલી દે છે કે અત્યારે કુરસદ નથી એને અર્થ એ નથી કે તમે એને તિરસ્કાર છે; પણ તેને અર્થ એટલે તે સ્પષ્ટ છે કે દુનિયાદારીના કાર્યોમાં આપણને જેવી જવલંત લાગણી છે તેવી પ્રખર લાગણી ધર્મકાર્યા નથી. ફુરસદ નથી એવા શબ્દ જ્યારે મોઢામાંથી નીકળે છે ત્યારે હદયની લાગણી કેવી છે તે સ્પષ્ટ જણાઈ આવે છે. હવે અહીંજ વિચારવાની વાત છે કે જૈનકૂળ એટલે ધાર્મિક સંસ્કારની ઉંચામાં ઉંચીસપાટી એનાથી બીજે કઈ પવિત્ર ધર્મ નથી, પવિત્ર આચાર નથી કે મહાન તત્વજ્ઞાન નથી. આટલું છતાં તમારી આ સ્થિતિ રહે છે તે બીજા એવા ક્યા સંગે ઉપસ્થિત થવાના હતા કે જે તમારી સ્થિતિ પલટાવી શકવાના હતા ? વારૂ. આટલા માટે જૈનેને શાસ્ત્રકારે ટોકીટોકીને જણાવે છે કે મહાશ! ચેતે ! ચેતે ! આવી સર્વોત્કૃષ્ટ દશામાં નહિ ચેતશો તે પછી તમે કદી ચેતી શકવાના નથી. જૈનધર્મ જેમને પ્રાપ્ત થયેલ છે તે લેકે સમજી લે કે આગમને આરિસે તેમને વારસામાં મળે છે. એ આરિસાને તેઓ સારે ઉપયોગ કરી લે, આરિસામાં મુખ જોઈ લે અને મોઢા ઉપર ડાઘ અર્થાત્ આત્માના દેષ આગમ રૂપી આરિસાયાં જોઈને તેને ત્યાગવાને કટિબદ્ધ થાય!