________________
૧૪
સિદ્ધચક્ર માહામ્ય
ધમના કાર્યો માટે ૧ખત નથી.
જેઓ ફુરસદ નથી એવું બહાનું દર્શાવે છે તેમને પૂછું છું કે આ શબ્દ તેમના મુખમાંથી અન્યત્ર નીકળે છે ખરો ? છોકરાના વિવાહ થવાના હોય અને સાસરીયા પડે મેકલાવે ત્યારે શા માટે તેને કહી દેતા નથી કે ભાઈ, હમણાં ફુરસદ નથી. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે દુનિયાને દેવપૂજા, ગુરુપૂજા, ધર્માચરણ વગેરે માટેજ ફુરસદ નથી, બીજા બધા કાર્યોને માટે સમય છે, સંજોગો છે, અનુકૂળતા છે, જેન થઈને જેઓ આવા શબ્દો બોલે છે તેણે વિચારવાની જરૂર છે કે દેવગુરુધર્મની તેને સંપૂર્ણ સગવડ મળી છે; તે છતાં તેને મોઢામાંથી આવા શબ્દ કેમ નીકળે છે ? જે જૈનકુળ પામીને પણ આજ દશા હોય તે સમજી લેજો કે એ દશા બહુ ભયંકર છે. ફુરસદ નથી માટે તમે દેવસેવા કે ધર્મકાર્યો નહિ કરી શકે અને જેને ફુરસદ છે તે ધર્મસેવા કરી શકે છે એનો અર્થ એ જ છે કે તમે એવું કહેવા માગો છો કે “ધર્માચરણુ એ તે નવરાના ધંધા !” છે; ઉદ્યોગીના નહિ ! જગતે પિતાના આવા શબ્દોનું મૂલ્ય સમજવું જોઈએ. તમે વ્યવહારમાં કેઈ ગૃહસ્થને એમ કહી શકે છે ખરા ? તમારા દીકરાને સસરો મળવા આવે અને તેને મળવાને બદલે તમે એમ કહી દે કેઃ “જા, જા, કુરસદ નથી ફુરસદ! સાંજે આવજે મળવું હોય તે !” તે શું થાય? તે માણસ જન્મ સુધી તમારો ઓટલે ન ચઢે. પણ આ તો ધર્મ છે,