________________
સિદ્ધચક્ર માહાત્મ્ય જેન અને જૈનેતર તહેવારો સરખા.
જૈનદર્શન તે પિકારી પિકારીને કહે છે કે સાંસારિક, પિગલિક સુખ આ જન્મ મળે તે પણ લાત મારજે
અને ભવભવાંતરે મળે તે પણ તેને લાત મારજે ! જેનધર્મની જે કાંઈપણ વિશેષતા હોય તે આજ તેની વિશેષતા છે. જૈનશાસન એ વાત છડેચક-કઈ જાતની શરમ વિના કહે છે કે જગતના સુખો ભેગવવાને માટે એટલે કે પૌલિક સુખ ભેગવવાને માટે જૈનશાસન નથી યા જૈન આગમ પણ નથી. બાહ્ય સંપત્તિના તે આગમ મોટામાં મોટા શત્રુ છે. “પૌગલિક સંપત્તિના આગમ એ મોટામાં મોટા શત્રુ છે અને સંજોગે એ દુઃખની પરંપરા છે” એ આત્મા કબુલ રાખે છે કે નહિ તેને જવાબ માંગે! જ્યારે આત્મા આ વસ્તુ કબૂલ રાખશે ત્યારે ફુરસદ નથી એ ઉત્તર આપવાની મૂર્ખાઈ એની મેળે ઘર થવા માંડશે. સંબંધ માત્ર ન જોઈએ, એ દેખાડવા માટે આગમને આરિસે છે. આગમને અરિસે એ સિવાય બીજા માટે નથી. વિધવાવિવાહ કરવા જોઈએ એની પુષ્ટિમાં ગાથા ટાંકી શકાય તે માટે આગમ નથી રચાયા એ ભૂલશે નહિ! અસ્તુ. જૈનશાસનનું નૂર, જૈનશાસનને પ્રાણ કે જૈનશાસનની સૌરભ જે કહે તે ત્યાં છે. બીજા શાસનના તહેવારે જુઓ. ઈસ્લામને તહેવાર આવે કે સેંકડો પ્રાણીઓનો વધ થવાને ! ઈસાઈઓને તહેવાર પણ એજ રીતે ઉજવાશે. બીજા સંપ્રદાયના તહેવારે પણ મજમઝાહ અને ખાણીપીણીમાં પૂરા થશે; પરંતુ જૈન તહેવાર કે પર્વ આવ્યું તે ચાલે