________________
એમાં વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ એ બે જ્યારે ઉત્પન્ન થાય છે, ત્યારે પ્રથમ વ્યંજનાવગ્રહ અને ત્યારબાદ અર્થાવગ્રહ ઉત્પન્ન થાય છે, એ અનુક્રમ છે. તો પણ ગ્રંથકર્તાએ તો ગાથાનો છંદ બેસાડવાની અનુકૂળતા ઇત્યાદિ કોઈ કારણથી ગાથામાં પ્રથમ અર્થાવગ્રહનું સ્વરૂપ કહીને ત્યારબાદ વ્યંજનાવગ્રહનું સ્વરૂપ કહેવાથી વ્યતિક્રમ (ઊલટો ક્રમ) નિર્દેશ કર્યો છે (દર્શાવ્યો છે), એમ જાણવું.
હાડ્યું છન્દ્વ, એમાં આડ્યું (આદિ) પદથી અપાય અને ધારણા એ ૨ ભેદ ગ્રહણ કરવા, અને તેથી અહીં આભિનિબોધિક જ્ઞાનના ઈહા - અપાય તથા ધારણા એ ૩ ભેદ પણ પ્રત્યેક ‘૫’ ઇન્દ્રિય અને મનથી ઉત્પન્ન થતા હોવાથી પ્રત્યેક ૬-૬ પ્રકારના જાણવા. ત્યાં અર્થાવગ્રહ વડે જ ગ્રહણ કરેલ સ્થાણુ (ઝાડનું ઠૂંઠું) આદિ પદાર્થના સંબંધમાં પણ ‘આ શું હશે ? આ તો સ્થાણુ હોઈ શકે ૫૨ન્તુ પુરુષ ન હોય' ઇત્યાદિ સ્વરૂપે વસ્તુધર્મના અન્વેષણ - શોધનરૂપ જે જ્ઞાનચેષ્ટા તે ા કહેવાય. કારણ કે હૃનં = વસ્તુના અન્વય· વ્યતિરેક ધર્મો વિચા૨વા તે હા એવી વ્યુત્પત્તિ થાય છે માટે. કહ્યું છે કે :
अरण्यमेतत्सविताऽस्तमागतो, न चाधुना संभवतीह मानवः । प्रायस्तदेतेन खगादिभाजा, भाव्यं स्मरारातिसमाननाम्ना ||१|
આ અરણ્ય છે, અને સૂર્ય અસ્ત પામ્યો છે, માટે આ વખતે પ્રાયઃ અહીં કોઈ માણસ હોય એમ સંભવે નહિ, તેમજ પક્ષી આદિક પણ એના ઉપર બેઠેલ છે. તે કારણથી એ (સ્મર) કામદેવના (જ્ઞાતિ) શત્રુ-શંકરના નામ- (સ્થા) જેવા નામવાળું હોવું જોઈએ અર્થાત્ એ સ્થાણુ (ઝાડનું ઠૂંઠું) હોવું જોઈએ માણસ નહિ.
ઇત્યાદિ રીતે પદાર્થના અન્વયધર્મો ઘટાવવા અને વ્યતિરેક ધર્મોનું નિરાક૨ણ ક૨વા સન્મુખ થયેલ વિચા૨ના ચિહ્નવાળો - લક્ષણવાળો જે બોવિશેષ અથવા તેવા લક્ષણવાળી જે જ્ઞાનચેષ્ટા તે ઈહા, એમ જાણવું.
તથા ઈહિત વસ્તુનો જ ‘આ સ્થાણુ જ છે’ એવા પ્રકારનો નિશ્ચયાત્મક બોધવિશેષ તે અપાય. તથા તેવા પ્રકારથી નિશ્ચિત કરેલી વસ્તુ જ અવિચ્યુતિ - વાસના તથા સ્મૃતિ એ ૩ સ્વરૂપે ધારી રાખવી તે ધારા. ત્યાં અપાય વડે નિશ્ચિત કરેલા ઘટાદિ પદાર્થમાં અન્તર્મુહૂર્ત સુધી ઘટાદિરૂપ ઉપયોગ અવિચ્છિન્નપણે ચાલુ રહેવો તે વિદ્યુતિ. તથા ઘટાદિ પદાર્થનો એકવાર નિશ્ચય કરીને પુનઃ સંખ્યાતકાળે અથવા અસંખ્યકાળે તે ઘટાદિ પદાર્થને દેખવા માત્રથી જ ‘આ ઘટાદિ છે’ એવા પ્રકારનો પુનઃ નિશ્ચય કરવાની યોગ્યતાવાળો જે સંસ્કાર તે વાસના. અને પ્રથમ દેખેલા - અનુભવેલા પદાર્થનું કોઈ કાળે જે પુનઃ સ્મરણ થવું તે સ્મૃતિ, એ પ્રમાણે ધારણા ૩ પ્રકારની છે. એ ૬૨મી ગાથાનો અર્થ સમાપ્ત થયો ૬૨
૧. ઇન્દ્રિયો વડે ગ્રહણ થયેલ પદાર્થના પોતાના ધર્મો, જે ધર્મો બીજાના ન હોય તે અન્વય ધર્મ, અને બીજા પદાર્થના ધર્મો કે જે તે પદાર્થમાં ઘટી શકે નહિ તે વ્યતિરેષ્ઠ ધર્મ. અથવા તમાવે ભાવઃ (જે ધર્મ હોતે તે વસ્તુ હોય) તે અન્વય ધર્મ, અને તવમાવેઽમાવ: (જે ધર્મના અભાવે તે વસ્તુનો પણ અભાવ) તે વ્યતિરેક ધર્મ.
For Private Personal Use Only
Jain Education International
www.jainelibrary.org