________________
(પ્રતિસમય) વર્તતા હોય છે [ તેથી અધિક કાળ નહિ ], કારણ કે ત્યારબાદ તો એ ગુણસ્થાનવ જીવોનો અવશ્ય વિરહકાળ પ્રાપ્ત થાય છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે :
સાસ્વાદનસમ્યગુદૃષ્ટિઓ જઘન્યથી ૧ સમય સુધી અને ઉત્કૃષ્ટથી ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલા જેટલા આકાશપ્રદેશો, તે સર્વને પ્રતિસમય એકેક પ્રદેશ પ્રમાણે અપહરતાં – સંહરતાં જેટલો કાળ લાગે; અર્થાત્ તે કાળ અસંખ્યાતી ઉત્સર્પિણી – અવસર્પિણી જેટલો જાણવો; તેટલા કાળ સુધી ઉત્કૃષ્ટથી ચારે ગતિમાં અવિરહિત એટલે નિરન્તર-પ્રતિસમય થઈને [ અર્થાત્ એટલા કાળ સુધી નવા નવા જીવો સાસ્વાદનભાવ પામતા જ રહે તેવી રીતે સાસ્વાદનભાવ નિરન્તરપણે પામીને] ત્યારબાદ અવશ્ય સાસ્વાદનપણાનો વિચ્છેદભાવ થાય. [ જેથી લોકમાં કોઈપણ જીવ સાસ્વાદન ગુણસ્થાનવાળો ઉપલબ્ધ ન જ થાય.] એ ભાવાર્થ છે. એ પ્રમાણે -
સમ્યગુમિથ્યાષ્ટિઓનો (મિશ્રગુણસ્થાનવાળા જીવોનો) પણ કાળ (સતતકાળ) વિચારવો. પરંતુ વિશેષ એ કે – એ ગુણસ્થાનવાળાઓનો જઘન્યથી અન્તર્મુહૂર્ત સુધી અવિચ્છેદ કાળ કહેવો. કારણ કે તે અન્તર્મુહૂર્ત સમાપ્ત થયું ન હોય ત્યાં સુધી તે ગુણના અભાવનો નિષેધ કહેલો છે. અને સાસ્વાદનગુણસ્થાનવાળા જીવોનો તો એક સમય બાદ પણ તે ગુણના અભાવનો સંભવ છે [ અર્થાત્ જઘન્યપદે વિચારતાં એટલે જઘન્ય સતતકાળ વિચારતાં મિશ્રદૃષ્ટિઓ અન્તર્મુહૂર્ત સુધી જ વર્તતા હોઈને ત્યારબાદ તેઓનો અભાવ હોય છે, અને સાસ્વાદનીઓ તો એક સમયમા જ હોઈને ત્યારબાદ તેઓનો અભાવ લોકને વિષે વર્તતો હોય છે – એ ભાવાર્થ:]. એ પ્રમાણે ૨૨૦મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૨૨lી.
વતરણુ: એ પ્રમાણે પૂર્વોક્ત બે ગાથાઓમાં મિથ્યાદૃષ્ટિ અને સાસ્વાદનાદિ આઠ ગુણસ્થાનોનો સતતકાળ અનેક જીવ આશ્રયી કહ્યો. હવે એ જ [ ચૌદ વા આઠ ] ગુણસ્થાનોનો સતતકાળ એકેક જીવ આશ્રયી કહેવાનો છે. તેમાં આ ગાથામાં પ્રથમ સાસ્વાદન અને મિશ્ર એ. બે ગુણસ્થાનોનો એકેક જીવ આશ્રયી સતતકાળ કહેવાય છે :
सासायणेगजीविय, एक्कगसमयाइ जाव छावलिया ।
सम्मामिच्छद्दिट्टी अवरुक्कोसं मुहुत्तंतो ।।२२१।।
થાર્થ: સાસ્વાદન ગુણસ્થાનનો કાળ એક જીવ આશ્રયિને એક સમયથી યાવત્ છ આવલિકા સુધીનો છે, અને મિશ્રદૃષ્ટિ ગુણસ્થાનનો કાળ એક જીવ આશ્રયી જઘન્યથી તેમજ ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત પ્રમાણનો છે. ૨૨૧ાા
ટાર્થ: - સાસાયો નવિય - જે કાળભેદ વિચારવામાં એક જીવની જ અપેક્ષા હોય, તે
૧. ચૌદ ગુણસ્થાનમાં ૨૧૯મી ગાથામાં કહેલ છ ગુણસ્થાનો લોકમાં સર્વદા હોય છે, અને સાસ્વાદનાદિ આઠ ગુણ સ્થાનો લોકમાં કોઈ વખત હોય અને કોઈ વખત ન પણ હોય, માટે એ આઠ ગુણસ્થાનોનો અભાવ કહ્યો છે. અને એજ કારણથી અહીં છ ગુણસ્થાન અને આઠ ગુણસ્થાન એવા બે વિભાગની વક્તવ્યતા કહેવાઈ છે.
Jain Education International
For Prive 3ersonal Use Only
www.jainelibrary.org