________________
વર્જીને શેષ રહેલા મનુષ્યો સંખ્યાતા જ હોય છે માટે, એ ભાવાર્થ છે. તથા મિથ્યાષ્ટિ મનુષ્યો તો અસંખ્યાતગુણા છે. [એ બાબતનો ભાવાર્થ કહે છે.] -
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે – મનુષ્યગતિમાં [અયોગી કેવલીઓ કોઈ વખતે એક પણ ન હોય અને] જ્યારે અયોગી કેવલીઓ [વિરહકાળ પૂર્ણ થયા બાદ હોય ત્યારે તેઓ પ્રથમ સર્વથી થોડા જ હોય છે. અને જ્યારે મનુષ્યગતિમાં ઉપશમકોનો [૮-૯-૧૦-૧૧ ગુણસ્થાનવાળાનો] સંભવ હોય છે અને તે પણ ઉત્કૃષ્ટપદે (ઉત્કૃષ્ટ સંખ્યાએ વર્તતા) હોય ત્યારે અયોગી કેવલીઓથી સંખ્યાત ગુણા હોય છે. પુનઃ તે ઉપશામકોથી પણ [પકોનો સંભવ હોય ત્યારે ઉત્કૃષ્ટ સંખ્યાએ વર્તતા ] ક્ષપકો સંખ્યાત ગુણા હોય છે. તેથી પણ સયોગી કેવલીઓ (સદાકાળ વર્તતા હોય છે, પરન્તુ ઉત્કૃષ્ટ સંખ્યાએ વર્તતા હોય ત્યારે) સંખ્યાત*ગુણા હોય છે, તેથી પણ અપ્રમત્ત મુનિઓ (સદાકાળ વર્તતા હોય છે તે પણ ઉત્કૃષ્ટ સંખ્યાએ વર્તતા હોય ત્યારે) સંખ્યાતગુણા હોય છે. તેથી પ્રમત્ત મુનિઓ સંખ્યાતગુણા છે. તેથી દેશવિરતિ મનુષ્યો સંખ્યાતગુણા છે. તેથી પણ અવિરતસમ્યગુદૃષ્ટિઓ સંખ્યાત ગુણા, તેથી સાસ્વાદનીઓ સંખ્યાત ગુણા, તેથી મિશ્રગુણસ્થાનવાળા મનુષ્યો સંખ્યાત ગુણા, તેથી ગર્ભજ મનુષ્યો તથા સમૂર્ણિમ મનુષ્યો એ બન્ને મનુષ્યોની અપેક્ષાએ (એટલે એ બન્ને પ્રકારના મનુષ્યો મિથ્યાદૃષ્ટિ હોવાથી) મિથ્યાદૃષ્ટિ મનુષ્યો અસંખ્યાતગુણા છે. એ પ્રમાણે સાસ્વાદનાદિ તેર ગુણસ્થાનો તો ગર્ભજ મનુષ્યોને જ હોય છે. અને તે ગર્ભજ મનુષ્યો સંખ્યાતા જ છે. તે કારણથી જ એ તેર
૧. જઘન્યથી પ્રતિપદ્યમાન ૧-૨ અને ઉત્કૃષ્ટથી ૧૦૮, તથા પ્રતિપન્ન જઘન્યથી ૧-૨ યાવત્ ઉત્કૃષ્ટથી શતપૃથકત્વ હોય માટે. ૨. પ્રતિપદ્યમાન જઘન્યથી ૧-૨,ઉત્કૃષ્ટથી ૫૪, અને પ્રતિપન્ન જઘન્યથી ૧-૨ તથા ઉત્કૃષ્ટથી સંખ્યાત (ત પણ ક્ષપકના શતપૃથકત્વથી અર્ધા) હોવાથી પ્રત્યેક ગુણસ્થાનમાં અર્ધા હોય છે, પરન્તુ ચારે ગુણસ્થાનોની ભેગી સંખ્યા ગણીએ ત્યારે અયોગીથી ઉપશામકો ઘણા હોય. ૩. ચાર ક્ષેપક ગુણસ્થાનોની ભેગી સંખ્યા અથવા જુદી સંખ્યા ગણતાં પણ ઉપશામકની ભેગી અને જુદી સંખ્યાથી બમણા હોય માટે. વળી અહીં ક્ષીણમોલ ગુણસ્થાન તો કેવળ ક્ષપકશ્રેણિનું જ છે, અને ૮-૯-૧૦ એ ત્રણ ગુણસ્થાનો બન્ને શ્રેણિનાં છે. તથા ઉપશાન્તમોહ ગુણસ્થાન કેવળ ઉપશમશ્રેણિનું છે. જેથી અહીં બે શ્રેણિના મિશ્ર અલ્પબદુત્વમાં એવું પણ અલ્પબદુત્વ પ્રાપ્ત થાય છે કે - ક્ષીણમોહ જીવો ઉપશાન્તમોહથી સંખ્યાતગુણા, તેથી અપૂર્વકરણવાળા વિશેષાધિક, કારણ કે ઉપશાન્તમોહમાં પ્રતિપદ્યમાન ૫૪ હોય, અને ક્ષીણમોહમાં પ્રતિપદ્યમાન ૧૦૮ છે. અને અપૂર્વકરણમાં ઉપશમશ્રેણિવાળા ૫૪ તથા ક્ષપકશ્રેણિવાળા ૧૦૮ પ્રતિપદ્યમાન (પ્રવેશવાળા) હોવાથી ૧૬૨ જીવો પ્રતિપદ્યમાન છે. જેથી ૧૦૮ની અપેક્ષાએ ૧૬ ૨ જીવો દ્વિગુણ ન હોવાથી વિશેષાધિક જ કહેવાય. એ રીતે અનિવૃત્તિ ગુણસ્થાનમાં પણ ૧૬ ૨, તથા સૂક્ષ્મસંપરામાં પણ ૧૬ ૨ જીવો પ્રવેશતા હોવાથી તેમજ પ્રવેશને અનુસાર જ પ્રતિપન્ન જીવો પણ સંખ્યાતા વર્તતા હોવાથી] એ ત્રણે ગુણસ્થાનમાં વિશેષાધિકતા ક્ષીણમોહની અપેક્ષાએ છે. પરન્તુ એ ત્રણે પરસ્પર તુલ્ય છે. એ તુલ્યતા પણ પ્રતિપદ્યમાન તથા પ્રતિપન્ન એમ બન્ને પ્રકારના જીવોની અપેક્ષાએ છે. ૪. ઉત્કૃષ્ટથી નવ ક્રોડ [ક્રોડપૃથકત્વ કેવલીઓ વર્તતા હોવાથી. જિઘન્યથી બે ક્રોડ કેવળી સદાકાળ હોય જ.].
ક્રોડ પ્રમત્ત મુનિઓ અને જઘન્યથી બે ક્રોડ હોય. તથા અપ્રમત્ત મુનિઓ પ્રમત્ત મુનિઓથી કંઈક અલ્પ જાણવા. (એ અલ્પતા પંચસંગ્રહમાં કહી છે.) ૭-૮-૯-૧૦, પ્રમત્તાદિવ, દેશવિરતિ મનુષ્યોની નિયત સંખ્યા નથી, તો પણ પ્રમત્તથી સંખ્યાતગુણા જ હોય. કારણ કે ગર્ભજ મનુષ્ય સંખ્યાતા જ છે માટે, તેવી જ રીતે અવિરત સમ્યગુદૃષ્ટિ આદિ અનિયત સંખ્યાવાળા મનુષ્યોનું અલ્પબદુત્વ પણ સંખ્યાતગુણ જાણવું.
Jain Education International
For Privat
Cersonal Use Only
www.jainelibrary.org