________________
અસંખ્યાતગુણા છે. તેથી નોવિરત-નો અવિરત [એટલે નોચારિત્રી તથા નો અચારિત્રી અર્થાત્ જેઓને ચારિત્રી પણ ન કહી શકાય તેમ અચારિત્રી પણ ન કહી શકાય એવા સિદ્ધ જીવો હોવાથી તેઓ] અનન્તગુણા છે અને તેથી અવિરતજીવો એકેન્દ્રિયોમાં પણ હોવાથી] અનંતગુણા હોય છે.
૩૫યોગમાં - અનાકાર ઉપયોગવાળા [એટલે દર્શન ઉપયોગવાળા] જીવો સર્વથી થોડા છે. તેથી સાકાર ઉપયોગવાળા જીવો સંખ્યાતગુણા છે. કારણ કે દર્શનોપયોગના કાળથી (અન્તર્મુહૂર્તથી) જ્ઞાનોપયોગનો કાળ (જ્ઞાનોપયોગનો પણ અન્તર્મુહૂર્ત કાળ) સંખ્યાતગુણ છે. [માટે જ્ઞાનોપયોગી જીવો પણ સંખ્યાતગુણા છે].
સાહારીમાં - અનાહારી જીવો સર્વથી અલ્પ છે. તેથી આહા૨ક જીવો અસંખ્યાતગુણા છે. અહીં અન્તર્મુહૂર્તના સમયો જેટલા નિગોદો સદાકાળ વિગ્રહગતિમાં જ વર્તે છે. તેમાંથી એક વિગ્રહ [બે સમયવાળી એકવક્રા ગતિ]વાળા જીવો ‘વર્જીને શેષ સર્વે [વિગ્રહગતિવાળા] જીવો અનાહારક હોય છે અને તે સિવાયના બીજા સર્વે સૂક્ષ્મ નિગોદજીવો [એકવક્રા ગતિવાળા તેમ જ દેહસ્થ નિગોદો] આહારી હોય છે. માટે અનાહારીથી આહારી જીવો અસંખ્યાતગુણા છે.
પર્યાપ્તમાં - અપર્યાપ્ત જીવોથી પર્યામા સંખ્યાતગુણા છે. એ સામાન્ય જીવરાશિ આશ્રયિ જાણવું. અને વિશેષથી તો બાદર પર્યાપ્તાથી બાદર અપર્યાપ્તા જ અસંખ્યાતગુણા છે. [પરન્તુ સૂક્ષ્મરાશિમાં અપર્યાપ્તથી પર્યાસ અસંખ્યાતગુણા છે, તે કારણથી બન્ને રાશિઓને સામાન્યથી વિચારતાં પર્યાપ્તા અસંખ્યગુણા નહિ પણ સંખ્યગુણા થાય છે].
વાવર-સૂક્ષ્મમાં - બાદ જીવોથી સૂક્ષ્મ જીવો અસંખ્યા `તગુણા છે.
ભવ્યમાં - અભ’વ્યજીવો સર્વથી થોડા છે. તેથી નોભવ્ય નોઅભવ્ય [જેને ભવ્ય પણ ન કહી શકાય તેમ અભવ્ય પણ ન કહી શકાય એવા] જે સિદ્ધ જીવો તે અનન્તગુણા છે. અને તેથી પણ ભ`વ્યો અનન્તગુણા છે.
વિશિ યાત્રયિ - હવે દિશાઓની અપેક્ષાએ પણ વિચારીએ તો પશ્ચિમ દિશામાં સર્વથી અલ્પ જીવો છે. તેથી પૂર્વ દિશામાં વિશેષાધિક જીવો છે. તેથી દક્ષિણ દિશામાં વિશેષાધિક છે અને તેથી પણ ઉત્તર દિશામાં વિશેષાધિક જીવો છે. એ અલ્પબહુત્વ બાદર જીવોની અપેક્ષાએ જાણવું. કારણ કે સૂક્ષ્મજીવો તો પ્રાય': સર્વ દિશાઓમાં તુલ્ય હોય છે. વળી બાદરજીવોમાં પણ બાદ૨ વનસ્પતિના જીવો જ ઘણા હોય છે, માટે એ અલ્પબહુત્વ બાદર વનસ્પતિ જીવોને ૧. એક વિગ્રહવાળા જીવોના બે સમયમાં પહેલો સમય અનાહારી અને બીજો ઉત્પત્તિ સમય આહારી હોય છે એ નિશ્ચયનયનો મત છે, અ બન્ને સમય આહારવાળા હોય એ વ્યવહારનયનો મત છે, જેથી અહીં વ્યવહારનયનો આશ્રય થયો જાણવો.
૨. બાદમાં બાદ૨ નિગોદજીવો અનંત છે, અને તે લોકના અસંખ્યાતમા ભાગમાં જ છે અને સૂક્ષ્મ નિગોદજીવો સર્વ લોકમાં અનંત છે, માટે ક્ષેત્રાપેક્ષાએ અસંખ્યાતગુણ છે.
૩-૪. ચોથા અનંત જેટલા જ છે, અને સિદ્ધ આઠમે અનન્તે કહ્યા છે માટે.
૫. વ્યવહા૨૨ાશિમાં તથા અવ્યવહાર રાશિમાં પણ રહેલા સર્વ ભવ્યો આશ્રયિ અનંતગુણા છે. અહીં સિદ્ધની ગણતરી કેવળ ભૂતકાળમાં થઈ ગયેલાની જ નહિ, પરન્તુ ભવિષ્યકાળમાં થનારા અનંત સિધ્ધોની પણ જાણવી. અર્થાત્ શાસ્ત્રમાં જ્યાં જ્યાં સિદ્ધ જીવો ગણાતા હોય ત્યાં સર્વત્ર ત્રણે કાળના સિદ્ધજીવો ગણવા એ જ પરિપાટી છે.
૬. પ્રાયઃ કહેવાથી કોઈ દિશામાં કોઈ વખત કિંચિત્ વધારે હોય તો કોઈ વખત કિંચિત્ અલ્પ પણ હોય.
૪૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org