Book Title: Jivsamasprakaran
Author(s): Shilchandrasuri
Publisher: Jain Granth Prakashan Samiti

Previous | Next

Page 493
________________ આશ્રયવાળો હોવાથી) નિવૃતિ – નિરાંત – સુખ પામ્યા છે ઘણા ભવ્ય પ્રાણીઓ એવો, તથા જ્ઞાનાદિ પુષ્પો વડે નિશ્ચિત (ઘણા જ્ઞાનાદિક પુષ્પોવાળો) એવો, તથા જ્ઞાનાદિ લક્ષ્મીવાળા આચાર્યોરૂપ ફળોના સમૂહ વડે ફળેલો એવો કલ્પવૃક્ષ સરખો શ્રી હર્ષપુરીય|ચ્છ નામનો ગચ્છ છે. ૩-૪ એ હર્ષપુરીય ગચ્છને વિષે ગુણરૂપી રત્નોને ઉત્પન્ન થવામાં રોહણાચલ પર્વત સરખા, ગંભીરતા વડે સમુદ્ર સરખા, જેની ઊંચાઈનું (પક્ષે-ઉત્તમતાનું) અનુકરણ મેરુપર્વતે કરેલું છે એવા, સૌમ્યતા વડે ચંદ્રસરખા, સમ્યજ્ઞાન વડે વિશુદ્ધ- નિર્મળ એવા સંયમના પતિ (સંયમવાળા), પોતાની આચારચર્યાના (મુનિઆચારના) ભંડાર, અતિશાન્ત, અને મુનિઓમાં મુકુટ સરખા એવા શ્રી નરસિંદસૂરિ નામના આચાર્ય થયા. પ-૬ સમુદ્રમાંથી જેમ રત્ન ઉત્પન્ન થયા તેમ શ્રી જયસિંહસૂરિના એક શિષ્યરત્ન થયા; હું માનું છું કે, બૃહસ્પતિ પણ તે શિષ્યરત્નના ગુણ ગ્રહણ કરવામાં (વર્ણવવામાં) સમર્થ નહિ હોય. (અહીં બૃહસ્પતિ વાગીશ = વચનના ઈશ હોવા છતાં પણ ગુણગ્રહણમાં (વર્ણવવામાં) ઈશ સમર્થ નથી, તેથી તાત્પર્ય એ જ કે તે શિષ્યરત્ન ઘણા ગુણવાળા થયા.) ISા. વળી જે શિષ્યરત્નને શ્રી વીરત્વેવ નામના પંડિતે ઉત્તમ મન્ત્રાદિકના અતિશયવાળા ઉત્તમ જળવડે વૃક્ષની માફક સિંચન કરેલ છે, તો તેવા (0) શિષ્યરત્નના ગુણ ગાવાને કોણ સમર્થ થાય ? [અહીં સંભવે છે કે શ્રી જયસિંહસૂરીશ્વરના શિષ્ય ગ્રહણશિક્ષા તથા આસેવનશિક્ષા શ્રી વીરદેવ નામના કોઈ મુનિવર્ય પાસે પ્રાપ્ત કરી હોય. /કા (હવે તે શિષ્યરત્ન કેવા ગુણવાન થયા તે કિંચિત્ દર્શાવાય છે) - જે શિષ્યરત્નની (શ્રી અભયદેવસૂરિની) આજ્ઞા રાજાઓ પણ પોતાના મસ્તકે ધારણ કરતા હતા. પ્રાય: અતિદુષ્ટ એવા પણ જનો જેને દેખવા મારાથી પણ પરમ હર્ષ પામે છે, તથા જેના મુખરૂપી સમુદ્રમાંથી નીકળતા નિર્મળ વચનરૂપી અમૃતનું પાન કરવામાં (અમૃતને પીવામાં) તત્પર એવા જનો, સમુદ્રમંથનથી જેમ દેવો તૃપ્તિ ન પામ્યા તેમ, તૃપ્તિ ન પામ્યા. [એ વચનમાહાભ્ય દર્શાવ્યું]. I૮૫ વળી જે શિષ્યરત્ન અતિદુષ્કર તપશ્ચર્યા કરીને તથા વિશ્વના જનોને બોધ પમાડીને તેવા તેવા પ્રકારના પોતાના સદગુણો વડે આ શ્રીસર્વજ્ઞપ્રભુનું (શ્રી મહાવીર સ્વામીનું) તીર્થ પ્રભાવિત કર્યું (અર્થાત્ તીર્થની પ્રભાવના કરી), તથા ભવ્યોએ બાંધેલી સ્પૃહાવાળી (ભવ્ય જીવો પણ જે યશની આશા રાખે છે એવો), તથા આ વિશ્વરૂપી કુહરને (મહાસુષિરવાળા લોકને) ઉજ્વલ-નિર્મલ કરતો, અને શ્વેત અંશુ = કિરણો વડે શુભ-ઉજ્જવલ, એવો જેનો યશ સર્વ દિશાઓમાં અખ્ખલિતપણે વિચારે છે – ફેલાયેલો છે; Wલા તથા ગંગાનદી જેમ યમુનાના સંગ વડે સર્વને પવિત્ર કરે છે, તેમ યમુના નદીના પ્રવાહ સરખા નિર્મળ શ્રીનિવેન્દ્રસૂરિના સંગથી જે શિષ્યરત્ન સુરનદીની - ગંગાનદીની પેઠે આ સર્વ પૃથ્વીતલને જેણે પવિત્ર કર્યું છે; //૧૦મી. વિશેષતઃ સ્કુરાયમાન થતા (પ્રવર્તતા) કલિયુગના પ્રભાવ વડે દુઃખે તરી શકાય એવા Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 491 492 493 494 495 496