Book Title: Jivsamasprakaran
Author(s): Shilchandrasuri
Publisher: Jain Granth Prakashan Samiti

Previous | Next

Page 492
________________ એ પ્રક્ષિપ્ત (વધુ ઉમેરાયેલી) ગાથા કેટલીક પ્રતોમાં લખેલી દેખાય છે, અને પૂર્વ ટીકાકારોએ એ ગાથાની વ્યાખ્યા - વૃત્તિ નથી કરી, તો પણ શિષ્યજનના ઉપકારને માટે તેની વ્યાખ્યા કરાય છે. તે આ પ્રમાણે – (એ ગાથા ચાલુ વૃત્તિમાં જ અંતર્ગત સરખી જાણવી. એ ગાથામાં નીવા ઈત્યાદિ પદોની સાથે થવા ઈત્યાદિ પદોનો અનુક્રમે સંબંધ જોડવાનો છે. તે પ્રમાણે સંબંધ જોડવાથી એ ગાથાનો અર્થ આ પ્રમાણે થાય છે – પુદ્ગલો વિગેરેની અપેક્ષાએ પ્રથમ જીવો સર્વથી થોડા છે. તેથી પૂર્વે કહેલી યુક્તિ પ્રમાણે (એકેક જીવના એકેક પ્રદેશ અનન્તાનન્ત કર્મપુદ્ગલો છે એ યુક્તિ પ્રમાણે) સર્વે પુગલદ્રવ્યો અનન્ત એટલે અનન્તગુણા છે, એ ભાવાર્થ છે. અને સમયો તો પૂર્વે કહેવાયેલી રીતિ પ્રમાણે (દ્રવ્યાદિકના અનન્તાનન્ત સંયોગોના અનુભવ થવાથી) પુદ્ગલોથી પણ અનન્તગુણા છે. તથા સર્વ સમયોથી સર્વ દ્રવ્યો વિશેષાધિક છે; કારણ કે સર્વ સમયોને દરેકને સિદ્ધાન્તમાં દ્રવ્યરૂપે ગણેલા છે; તે કારણથી એ સમયો સિવાયનાં શેષ જે સર્વ જીવદ્રવ્યો અને પુગલદ્રવ્યો તે બન્ને મળીને પણ સમયોના અનન્તમા ભાગ જેટલાં છે. વળી જે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ એકેક દ્રવ્ય હોવાથી ત્રણ દ્રવ્યો છે તે, તથા તે ઉપરાન્ત સર્વ સમયરૂપ દ્રવ્યરાશિ પણ તે સર્વે દ્રવ્યોમાં મેળવતાં જે દ્રવ્યરાશિ થાય તે દ્રવ્યરાશિ (એટલે ધર્માસ્તિકાય - અધર્માસ્તિકાય- આકાશાસ્તિકાય-અનંત જીવો-અનંત પુદ્ગલો અને અનન્ત સમયો એ છે દ્રવ્યોનો ભેગો રાશિ) તે એકલા સમયદ્રવ્યની રાશિથી (સર્વ સમયોથી) વિશેષાધિક જ થાય, તે સહેજે સમજાય તેવું છે. તથા સર્વ દ્રવ્યોથી સર્વ પ્રદેશો અનન્તગુણા છે; કારણ કે એક લોકાકાશદ્રવ્યના જ પ્રદેશો સર્વ દ્રવ્યથી અનન્તગુણ છે માટે. તથા પ્રદેશોથી પર્યાયો અનન્તગુણા છે; કારણ કે દરેક દ્રવ્યનો) એકેક પ્રદેશ પણ પોતાના અનન્ત અનુગત પર્યાયવાળો અને અનન્ત વ્યાવૃત્ત પર્યાયવાળો છે માટે. એ પ્રક્ષિપ્ત ગાથાનો અર્થ સમાપ્ત. ૧il આ પ્રમાણે બીજી પણ પ્રક્ષિપ્ત ગાથાઓની વ્યાખ્યા શ્રીસિદ્ધાન્તને અનુસાર કરવી. / રૂતિ સમHI जीवसमासवृत्तिः ॥ || અથ વૃત્તિકર્તાની પ્રશસ્તિ છે. આ વૃત્તિને વિષે જે જે વસ્તુ કહી છે, તે વિશેષ કરીને સિદ્ધાન્તરૂપ સમુદ્રમાંથી જ લખી છે, તો પણ મતિદોષ વડે જે દોષ (ભૂલચૂકી હોય તે સર્વ દોષ બુદ્ધિમાનોએ શોધવો - દૂર કરવો. (અર્થાત્ શુદ્ધ કરીને વાંચવું). /૧/ આ જીવસમાસ ગ્રંથની વૃત્તિ રચીને મેં પણ જે કંઈ પુણ્ય ઉપાર્જન કર્યું હોય, તે પુણ્ય વડે લોકો જીવાદિ પદાર્થ જાણીને મોક્ષ સુખ પામો ! //રા શ્રી પ્રશનવાદન નામના કુલરૂપી સમુદ્રમાં ઉત્પન્ન થયેલ, તથા પૃથ્વીતલમાં જેની કીર્તિ પ્રસિદ્ધ છે, તથા ઉદય પામેલી છે શાખાઓ જેની (પ્રશ્નવાહનકુલની શાખા- એ ભાવાર્થી એવો, તથા સર્વ સિદ્ધ કરી છે વિકલ્પિત વસ્તુઓ જેણે એવો (અર્થાત્ સર્વ જગતના પદાર્થોને તર્કવાદથી જેણે સિદ્ધ -સાબિત કર્યા છે એવો, અથવા વિકલ્પિત એટલે અનેક વિકલ્પ-પ્રકારવાળી અર્થાત્ અનેક પ્રકારની વસ્તુઓ જેણે પ્રાપ્ત કરી છે એવો) તથા જેની ઊંચી છાયામાં (મુનિવર્ગને ઉત્તમ Jain Education International ૪૭૧ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 490 491 492 493 494 495 496