________________
જીવો અનન્તગુણા છે. તેથી કાપોતલેશ્યાવાળા જીવો અનન્તગુણા છે. તેથી નીલેશ્યાવાળા જીવો વિશેષાધિક છે. અને તેથી પણ કૃષ્ણલેશ્યાવાળા જીવો વિશેષાધિક છે.
દૃષ્ટિમાં - સમ્યગદૃષ્ટિઓ સર્વથી થોડા છે, તેથી સમ્યગદૃષ્ટિઓ અનંતગુણા છે, અને તેથી પણ મિથ્યાદૃષ્ટિઓ અનન્તગુણ છે.
ફીનમાં - મન પર્યવજ્ઞાનીઓ સર્વથી થોડા છે. તેથી અવધિજ્ઞાનીઓ અસંખ્યાતગુણા છે. તેથી મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાનીઓ એ બે પરસ્પર તુલ્ય છે. પરન્તુ અવધિજ્ઞાનીઓથી અસંખ્યગુણા છે. તેથી વિમંગલજ્ઞાનીઓ અસંખ્યાતગુણા છે. તેથી કેવળજ્ઞાનીઓ અનન્તગુણા છે. તેથી મતિઅજ્ઞાની અને શ્રુતજ્ઞાની જીવો પરસ્પર તુલ્ય છે. પરન્તુ કેવળજ્ઞાનીઓથી અનન્તગુણા છે.
ટુર્શનમાં – અવધિદર્શનીઓ સર્વથી થોડા છે. તેથી ચક્ષુદર્શનીઓ અસંખ્યાતગુણા છે. તેથી કેવળદર્શનીઓ અનન્તગુણા છે અને તેથી પણ અચક્ષુદર્શની જીવો [એકેન્દ્રિયોમાં પણ હોવાથી] અનન્તગુણા છે, એમ જાણવું.
વારિત્રમાં - સર્વવિરતિ ચારિત્રવાળા સર્વથી થોડા છે. તેથી દેશવિરતિ ચારિત્રવાળા
૧. સિદ્ધ અનન્ત છે, અને લેક્ષારહિત છે, તેથી અનંતગુણા, ૨. એકેન્દ્રિયોમાં સાધારણ વનસ્પતિમાં કાપોતલેશ્યા છે, અને તે વનસ્પતિ સિદ્ધથી અનંતગુણ છે. ૩-૪. એકેન્દ્રિયોમાં અશુભ અશુભતર પરિણામવાળા વિશેષ વિશેષ હોવાથી ત્રણે લેગ્યા પરસ્પર વિશેષાધિક છે. ૫, સમ્યગૃમિથ્યાદ્રષ્ટિપણાનો અન્તમુહૂર્ત કાળ ઘણો અલ્પ છે માટે. ૬. અહીં સિદ્ધને પણ સમ્યગુદૃષ્ટિ ગણવાથી અનંતગુણા કહ્યા. સંસારી જીવોમાં તો અસંખ્યાતગુણા જ સમ્યગુદૃષ્ટિઓ હોય, પણ અનંતગુણા નહિ. ૭. વનસ્પતિકાયની અપેક્ષાએ મિથ્યાદ્રષ્ટિ અનંતગુણા છે. ૮. આમષ્ઠષધિ આદિ લબ્ધિવાળા કેટલાક મુનિઓને જ મન:પર્યવ હોય છે માટે. ૯, સમ્યગુદૃષ્ટિ નારકોને, સમ્યગુદૃષ્ટિ દેવોને તથા સમ્યગુદૃષ્ટિ ગર્ભજ તિર્યંચ અને મનુષ્યમાંના કેટલાકને અવધિજ્ઞાન હોય છે, અને તે સર્વ મળીને મન:પર્યવજ્ઞાનવાળા મુનિઓથી અસંખ્યાતગુણા છે માટે. ૧૦, મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન અવધિજ્ઞાનીઓને તો સર્વને હોય છે જ, પરન્તુ તે ઉપરાન્ત સંશી તિર્યંચ પંચેન્દ્રિયોને તથા સંશી મનુષ્યોને પણ જેઓ સમ્યગુદૃષ્ટિ હોય છે, તેઓને સર્વને હોય છે. અને તે સર્વ મળીને અવધિજ્ઞાનીઓથી અસંખ્યાતગુણા હોય છે. માટે અવધિજ્ઞાનીઓથી મતિ-શ્રુતજ્ઞાનીઓ અસંખ્યાતગુણા કહ્યા છે. તથા મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની એ બેમાં પરસ્પર તુલ્ય કહેવાનું કારણ કે જેટલા મતિજ્ઞાની હોય છે તેટલા સર્વે શ્રુતજ્ઞાની પણ અવશ્ય છે, નલ્થ મનાઇ તલ્થ રમના, નસ્થ સુયના તત્થ મડ્ડના [જ્યાં મતિજ્ઞાન ત્યાં શ્રુતજ્ઞાન અને જ્યાં શ્રુતજ્ઞાન ત્યાં મતિજ્ઞાન] એ વચનથી મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાનીઓ એ બે પરસ્પર તુલ્ય સંખ્યાવાળા છે. ૧૧. સમ્યગુદૃષ્ટિ સિવાયના સર્વ નારક, સર્વ દેવને તથા કેટલાક ગર્ભજ તિર્યંચો તથા ગર્ભજ મનુષ્યોને વિર્ભાગજ્ઞાન હોવાથી અવધિજ્ઞાનથી સંખ્યગુણ છે. ૧૨. સર્વ સિદ્ધ તથા કેટલાક મનુષ્યો કેવળજ્ઞાની હોવાથી અનન્તગુણ છે. ૧૩. નર્થી મનાઇ તલ્થ સુપગના નન્દ સુયગન્નાઇ તત્વ મન્નાઇi [જ્યાં મતિઅજ્ઞાન ત્યાં શ્રુતઅજ્ઞાન અને
જ્યાં શ્રતઅજ્ઞાન ત્યાં મતિઅજ્ઞાન] એ વચનથી. ૧૪. મતિજ્ઞાન, શ્રુનઅજ્ઞાન એકેન્દ્રિયોમાં પણ હોય છે માટે. ૧૫. ચતુરિન્દ્રિયાદિ જીવોને પણ ચક્ષુદર્શન હોય છે માટે. ૧૬. સિદ્ધની અપેક્ષાએ. ૧૭. સર્વવિરતિ ચારિત્ર કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોમાંના કેટલાક ગર્ભજ મનુષ્યોને જ હોય છે માટે. ૧૮, દેશવિરતિ ચારિત્ર સંખ્યાતાયુષ્યવાળા ગર્ભજ તિર્યંચોને પણ હોય, અને તે અસંખ્યાતા છે માટે.
Jain Education International
૪૬૧ For Private & Personal Use Only
www.jainelibrary.org