Book Title: Jivsamasprakaran
Author(s): Shilchandrasuri
Publisher: Jain Granth Prakashan Samiti

Previous | Next

Page 480
________________ ગુણસ્થાનોમાં યથાયોગ્ય પૂર્વ પૂર્વ ગુણસ્થાનની અપેક્ષાએ ઉત્તરોત્તર ગુણસ્થાનમાં સર્વત્ર સંખ્યાતગુણ સંખ્યાતગુણ મનુષ્યો જ કહ્યા છે. અને મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાનમાં તો સર્વ મનુષ્યો (બન્ને પ્રકારનાં, તેમાં સમૂર્છાિમ અસંખ્યાતા હોવાથી) એ સર્વ ગુણસ્થાનોના એકત્ર-ભેગા મનુષ્યોથી પણ મિથ્યાદૃષ્ટિ મનુષ્યો અસંખ્યાતગુણા કહ્યા છે. એ પ્રમાણે સંક્ષેપથી જીવસમાસોનું [ગુણસ્થાનોની અલ્પબદુત્વ કહીને હવે ચાલુ વિષયનો ઉપસંહાર કરવાની ઈચ્છાએ ગ્રંથકર્તા [જીવગુણાદિકની અપેક્ષાએ જીવોમાં બીજાં બીજાં અલ્પબદુત્વો સાધવા ઈત્યાદિ] ભલામણ કરવાનું કહે છે – વુિં ઇત્યાદિ. - એ પ્રમાણે એટલે પૂર્વોક્ત રીતિને અનુસારે સિદ્ધાન્તમાં પરિકર્મિત (અત્યંત પરિશીલિત) બુદ્ધિવાળા પંડિતે જીવોમાં બીજાં બીજાં અલ્પબહુતો પણ સાધવાં - સિદ્ધ કરવાં અથવા નિશ્ચિત કરવાં. કયા કયા હેતુઓ – સાધનો વડે વિચારીને કરવાં? તે કહે છે – પૂર્વે કહેવાઈ ગયેલાં દ્રવ્યોનાં પ્રમાણ વડે. અર્થાત્ પૂર્વે પ્રમાણદ્વારમાં પૃથ્વી આદિ જીવદ્રવ્યોનાં જે સંખ્યાવિશેષરૂપ પ્રમાણો કહેલાં છે, તે પ્રમાણો રૂપ સાધન વડે [બીજાં નવાં નવાં અલ્પબદુત્વ વિચારવાં. એમાં કહેવાનું તાત્પર્ય એ છે કે – પૂર્વે કહેવાઈ ગયેલાં પૃથ્વીકાયાદિ જેવદ્રવ્યોનું પ્રમાણ વિચારી વિચારીને જે જીવોનું જેનાથી જે અન્ય જીવોથી જેવા પ્રકારનું સિમ વા વિશેષાધિક વા સંખ્યાતગુણ વા અસંખ્યાતગુણ વા અનંતગુણ એ પાંચમાંનું જે] અલ્પબદુત્વ સંભવતું હોય તે આગમ - સિદ્ધાન્તનો વિરોધ ન આવે એવી રીતે બુદ્ધિમાન જ્ઞાતા પુરુષ પ્રતિપાદન કરે. [એ ગ્રંથકર્તાએ અતિદેશ – ભલામણ કરી જાણવી) | જીવોનું [જીવગુણોની પૂર્વે નહિ કહેલું અલ્પબહતા [ગ્રંથકર્તાની પૂર્વોક્ત ભલામણને અનુસરીને વૃત્તિકર્તા પોતે જ તે શેષ ગુણોના અલ્પબદુત્વ માટે પોતે કહે છે કે –] સિદ્ધાન્તમાં કહેલું તે (બાકીના કેટલાક જીવગુણોનું અલ્પબહુત શિષ્યજનના અનુગ્રહ - ઉપકાર માટે અમો પોતે જ કિંચિત્ (સંક્ષેપથી] દર્શાવીએ છીએ, તે આ પ્રમાણે – ચોમાં - પ્રથમ મનોયોગી જીવો સર્વથી અલ્પ છે, તેથી વચનયોગવાળા જીવો અસંખ્યાતગુણા છે, તેથી અયોગીઓ અનન્તગુણા છે, અને તેથી કાયયોગી જીવો અનન્તગુણા છે. [એ પ્રમાણે સંક્ષેપમાં યોગનું અલ્પબદુત્વ કહાં]. વેઢમાં - સર્વથી થોડા પુરુષવેશવાળા જીવો છે. તેથી સ્ત્રીવેદવાળા સંખ્યાતગુણા છે. તેથી અવેદી [વેદરહિત સિદ્ધજીવો તથા ૧૦-૧૧-૧૨-૧૩-૧૪ એ પાંચ ગુણસ્થાનવાળા સહિત અનન્તગુણા છે. અને તેથી પણ નપુંસકદવાળા અનન્તગુણા છે. ૧. સંજ્ઞી પર્યાપ્તાઓને જ મનોયોગ હોવાથી. ૨. હીન્દ્રિયાદિ જીવોને વચનયોગ હોય છે, અને તે સંક્ષિપર્યાપ્તાથી અસંખ્યગણા છે માટે, ૩. સંખ્યાતા અયોગી ગુણસ્થાનવાળા સહિત સિદ્ધ અનન્ત હોવાથી. ૪. એકેન્દ્રિયો અનન્તગુણા હોવાથી. ૫. સંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્યો તથા દેવો પુરુષવેદવાળા હોય છે માટે. ૬. પુરુષોથી સ્ત્રીઓ ત્રણ ગુણી, સત્તાવીસગુણી તથા બત્રીસગુણી સાધિક હોવાથી. ૭. નપુંસકદવાળા જ એકેન્દ્રિયો હોય છે, અને તે સિદ્ધથી અનન્તગુણ છે માટે. ૪૫૯ Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496