________________
છે. તેથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે. અહિ મનુષ્યક્ષેત્રમાં જ બાદર અગ્નિકાય હોય છે, પરન્તુ બીજે સ્થાને નહિ. તેમાં પણ જ્યાં મનુષ્યો ઘણા હોય ત્યાં ઘણા ચૂલાદિ સળગાવાનાં કારણ હોય ત્યાં ઘણા અગ્નિકાય હોય, અને જ્યાં અલ્પ મનુષ્યવસતિ હોય ત્યાં તેનાં કારણો અલ્પ હોવાથી અગ્નિકાય પણ અલ્પ હોય. ત્યાં દક્ષિણ દિશામાં પાંચ ભરત તથા ઉત્તર દિશામાં પાંચ ઐ૨વતક્ષેત્રો જ હોવાથી મનુષ્યો એ બે દિશામાં અલ્પ છે, તે કારણથી અગ્નિજીવો પણ બે દિશામાં અલ્પ છે. અને પૂર્વ દિશામાં મહાવિદેહની ૧૬ વિજયોમાં મનુષ્યની વસતિ છે. તે ક્ષેત્ર ભરત-ઐરવતથી સંખ્યાતગુણ છે. માટે પૂર્વ દિશામાં અગ્નિજીવો પણ સંખ્યાતગુણા કહ્યા છે. તથા જે રીતે પૂર્વ દિશામાં ૧૬ વિજયક્ષેત્ર છે, તે રીતે પશ્ચિમમાં પણ ૧૬ વિજયક્ષેત્ર છે. પરન્તુ પશ્ચિમની ભૂમિ પ્રદેશ હાનિના ક્રમથી ઘટતી યાવતુ પર્યન્ત ૧૦૦૦ યોજન ઊંડી ગયેલી હોવાથી તે ક્ષેત્ર પૂર્વક્ષેત્રથી દીર્ઘ છે, અને ત્યાં મનુષ્યની વસતિ પણ અધિક છે, તેથી અગ્નિજીવો પણ પૂર્વથી પશ્ચિમમાં અધિક કહ્યા છે. એ ૧૬ વિજયો જો કે ઊતરતા ઉતરતા ઢાળવાળા ક્ષેત્રમાં છે તો પણ ૧૦૦૦ યોજન ઊંડી તો છેલ્લી ચોવીસમી અને પચ્ચીસમી એ બે વિજયો જ મધોગ્રામ તરીકે ગણવી; કારણ કે નવસો યોજનથી નીચેનું ક્ષેત્ર સર્વ અધોલોકમાં જ ગણાય, અને નવસો સુધીનું તિસ્કૃલોકમાં ગણાય એથી મર્યાદા બંધાયેલી છે. તિ મનિયાન્ય વર્વ હિસાપેક્ષા .
વાયુવફાયમાં – પૂર્વ દિશામાં વાયુજીવો અલ્પ છે, પશ્ચિમમાં વિશેષાધિક છે, તેથી ઉત્તરમાં વિશેષાધિક છે. તેથી દક્ષિણમાં વિશેષાધિક છે. અહીં જે દિશામાં પોલાણો વધારે હોય તે દિશામાં વાયુજીવો વધારે, અને જે દિશામાં ઘન ભાગ વધારે હોય ત્યાં વાયુ અલ્પ હોય. એ રીતિ પ્રમાણે વાયુનું અલ્પબદુત્વ વિચારાય, તે આ પ્રમાણે-પૂર્વ દિશામાં અતિઘન પ્રવ્યાદિના સદૂભાવે વાયુ અલ્પ છે, ઇત્યાદિ પૃથ્યાદિઘનતાની અલ્પતાને અનુસરીને અધોગ્રામની ભૂમિ ઊતરતી હોવાથી પશ્ચિમમાં વિશેષ, તેથી ઉત્તરમાં ભવનપતિ તથા નરકાવાસનાં પોલાણ ઘણાં હોવાથી વિશેષ, અને દક્ષિણમાં ઘણાં ભવનો તથા ઘણા નરકાવાસ હોવાથી પોલાણોની અધિકતા વડે દક્ષિણમાં વાયુજીવો વિશેષ કહ્યા છે. || તિ ઢિાપેક્ષા વાયોરસ્પર્વદુત્વમ્ ||
૫. હવે શેષ રહેલું અલ્પબદુત્વ જે સિદ્ધાન્ત સમુદ્રમાંથી જાણવા યોગ્ય કહ્યું, તે સંક્ષેપમાં શ્રી પ્રજ્ઞાપનાજીને અનુસારે દર્શાવાય છે. તે આ પ્રમાણે –
gધ્યાયમાં - દક્ષિણ દિશામાં પૃથ્વીકાયજીવો અલ્પ છે. તેથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે. તેથી પૂર્વદિશામાં વિશેષાધિક, અને તેથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે. એ અલ્પબધુત્વની ઉત્પત્તિ આ પ્રમાણે - જે દિશામાં ઘનભાગ (પૃથ્વીભાગ) અધિક હોય ત્યાં અધિક અને જ્યાં પોલાણ ભાગ ઘણા હોય ત્યાં પૃથ્વીકાય અલ્પ હોય, એ રીતિને અનુસરીને વિચારતાં દક્ષિણ દિશામાં ભવનપતિનાં ભવનો ઘણાં છે, તેમ જ નરકાવાસ પણ ઘણા છે; તેથી પોલાણભાગો ઘણા હોવાથી દક્ષિણ દિશિમાં પૃથ્વીકાય જીવો સર્વથી અલ્પ છે. તથા ઉત્તર નરકાવાસ થોડા હોવાથી ઉત્તર દિશામાં પૃથ્વીકાય જીવો વિશેષ છે. તથા પૂર્વ દિશામાં ચંદ્ર-સૂર્યના દ્વીપો સર્વ સમુદ્રમાં આવેલા છે, તેથી પૂર્વ દિશામાં પૃથ્વીકાય ઉત્તરથી પણ વિશેષ છે અને પશ્ચિમ દિશામાં પૂર્વ દિશા જેટલા જ ચંદ્ર-સૂર્યના દ્વીપ છે, પરન્તુ ગૌતમદ્વીપ અધિક હોવાથી પશ્ચિમ દિશામાં પૃથ્વીકાયજીવો વિશેષ છે. એ પ્રમાણે દિશાઓમાં પૃથ્વીજીવોનું અલ્પબદુત્વ છે.
સપૂછાવમાં - પશ્ચિમ દિશામાં અપૂકાયજીવો અલ્પ છે. તેથી પૂર્વ દિશામાં વિશેષાધિક છે. તેથી દક્ષિણમાં વિશેષાધિક, અને તેથી ઉત્તરમાં વિશેષાધિક છે. અહીં પશ્ચિમમાં ગૌતમીપના સદૂભાવે જળ ઓછું હોવાથી પશ્ચિમમાં અપૂકાયજીવો અલ્પ કહ્યા છે. અને ગૌતમદ્વીપના અભાવે પૂર્વ દિશામાં અપૂકાયજીવો વિશેષ છે. તથા ચંદ્ર-સૂર્યના દ્વિીપો ન હોવાથી દક્ષિણ દિશામાં અપૂકાય તેથી પણ વિશેષ છે. અને સંખ્યાતા કોડાકોડી યોજનાનું માન સરોવર ઉત્તર દિશામાં હોવાથી એ દિશામાં અપૂકાયજીવો તેથી પણ વિશેષ છે.
વનસ્પતિશામાં - તથા દ્રિવામિાં અલ્પબહુત કહેવાઈ ગયું છે.
નરહતિમાં - સર્વથી અધિક નારીજીવો દક્ષિણ દિશામાં છે, અને તે શેષ ત્રણ દિશાઓથી અસંખ્યાતગુણા છે. પૂવદ ત્રણ દિશાઓમાં પ્રાયઃ તુલ્ય છે. અહીં પૂર્વાદિ ત્રણ દિશાઓમાં પુષ્પાવકીર્ણ નરકાવાસ થોડા છે. તેમાં પણ સંખ્યાતા યોજનવાળા નરકાવાસ ઘણા છે, (અને મોટા નરકાવાસ ઓછા છે). તેથી એ ત્રણ દિશાના નારકો અલ્પ છે, તથા દક્ષિણદિશામાં પુષ્પાવકીર્ણ નારકાવાસ પૂર્વોક્ત ત્રણ દિશાથી ઘણા છે, અને પ્રાય: અસંખ્યાતા અસંખ્યાતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org