________________
પરમાણુઓ અનન્તગુણ છે, તેથી સમયો અનન્તગુણ છે, અને તેથી આકાશપ્રદેશો અનન્તગુણ છે. [એ પ્રદેશાલ્પબદુત્વ જાણવું.] II ૨૮૩ી.
રીર્થ: ધર્માસ્તિકાયના અને અધર્માસ્તિકાયના એ બન્નેના દરેકના (સરખી સંખ્યાએ) અસંખ્યાત અસંખ્યાત પ્રદેશ છે. અહીં પુગાલસ્તિકાયના પ્રદેશોથી અતિઅલ્પ (અનંતમા ભાગ જેટલા અતિઅલ્પ) છે એમ પોતાની મેળે જ જાણી લેવું. તેથી સમગ્ર પગલાસ્તિકાયના સર્વ પ્રદેશોરૂપ પરમાણુઓ અનન્તગુણા છે; કારણ કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયનો (લોકાકાશનો) જ્યાં એકેક પ્રદેશ રહ્યો છે, ત્યાં જ પરમાણુઓ અનન્ત રહ્યા છે. દ્વિપ્રદેશી ઢંધોના તથા ત્રિપ્રદેશી આદિ પુદ્ગલદ્રવ્યોના (સ્કંધોના) પણ અનંત અનંત પ્રદેશો અવગાહ્યા – રહ્યા છે. અને પૂર્વ ગાથાની વૃત્તિમાં કહેલી યુક્તિ પ્રમાણે પુદ્ગલ દ્રવ્યના પ્રદેશોથી પણ સમયો અનન્તગુણા છે. તથા હું આકાશ એટલે લોકમાં રહેલું અને અલોકમાં રહેલું જે સર્વ આકાશ તેના પ્રદેશો એટલે નિર્વિભાજ્ય ભાગો તે કાળના સર્વ સમયોથી પણ અનંતગુણા છે, કારણ કે સિદ્ધાન્તમાં એ પ્રમાણે જ કહેલું છે માટે. એ ૨૮૩મી ગાથાનો અર્થ સમાપ્ત. f/૨૮૩
નવતર : પૂર્વ ગાથાઓમાં જીવાસ્તિકાયરહિત પાંચ અજીવદ્રવ્યોનું અલ્પબદુત્વ કહ્યું. હવે આ ગાથામાં જીવદ્રવ્યો સહિત ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યમાં પાંચ અજીવના પ્રદેશો અને જીવાસ્તિકાયમાં જીવદ્રવ્યો એ પ્રમાણે મિશ્ર અલ્પબદુત્વ કહેવાય છે. તે આ પ્રમાણે :
धम्माधम्मपएसेहितो, जीवा तओ अणंतगुणा । पोग्गल समया खं पि य, पएसओ ते अणंतगुणा ॥२८४।।
થાર્થ ધર્માસ્તિકાયના પ્રદેશો અને અધર્માસ્તિકાયના પ્રદેશો એ બે પરસ્પર તુલ્ય (પણ અસંખ્યાત – અસંખ્યાત) છે. તેથી જીવદ્રવ્યો (તથા પ્રદેશો) અનંતગુણ છે. તેથી પુદ્ગલદ્રવ્યો અથવા પુદ્ગલપ્રદેશો અનંતગુણ છે. તેથી સમયો અનન્તગુણ છે, અને તેથી પણ આકાશ પણ પ્રદેશથી અનંતગુણ છે. // ૨૮૪ો.
%િાર્થ: ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ એના પ્રદેશોથી અનન્તર કહેલું (ગાથામાં ધમ્માધમ્મની પછી કહેલું) જીવદ્રવ્ય, તે દ્રવ્યથી તેમજ પ્રદેશથી પણ અનન્તગુણ છે; કારણ કે એકેક નિગોદમાં પણ ધર્માસ્તિકાય અથવા અધર્માસ્તિકાયના પ્રદેશોથી પણ અનન્તગુણા જીવદ્રવ્યો (જીવો રહેલા છે, તો સર્વ જીવદ્રવ્યો અનંતગુણ હોય તેમાં તો કહેવું જ શું? વળી પ્રત્યેક જીવદ્રવ્યમાં અસંખ્યાત અસંખ્યાત જીવપ્રદેશો હોવાથી ધર્માસ્તિકાયના અથવા અધર્માસ્તિકાયના પ્રદેશોથી જીવપ્રદેશો અનંતગુણા હોય તે સહેજે સમજાય તેવું છે. વળી જીવાસ્તિકાયના સમગ્ર પ્રદેશોથી દ્રવ્યથી પણ પગલાસ્તિકાય અનંતગુણ છે, તો પ્રદેશથી અનંતગુણ હોય તેમાં તો કહેવું જ શું? (અર્થાત્ અનંત જીવોના સર્વ પ્રદેશોથી પુદ્ગલદ્રવ્યો અનન્તગુણ, અને તેથી પણ પુદ્ગલાસ્તિકાયના પ્રદેશો અનન્તગુણ છે). કારણ કે એકેક જીવપ્રદેશ (જીવના એકેક પ્રદેશ) કર્મયુગલના અનન્તાનન્ત સ્કંધરૂપ દ્રવ્યો વડે આવેખિત (અવગાઢ) તથા પરિવેષ્ટિત (સ્કૃષ્ટ) છે. તથા પુદ્ગલાસ્તિકાયના સમગ્ર પ્રદેશોથી સમયો અનંતગુણા છે. એ બાબતમાં યુક્તિ પ્રથમ કહેવાઈ ગઈ છે. તથા તે સમયોથી પણ વં- લોકાકાશ
For Private Csonal Use Only
Jain Education International
www.jainelibrary.org