________________
તથા ઊર્ધ્વલોક, અધોલોક અને તિચ્છલોક આશ્રયિ અલ્પબદુત્વ વિચારીએ તો તિર્યગૃલોકમાં સર્વથી થોડા જીવો છે, તેથી અસંખ્યાતગુણા ઊર્ધ્વલોકમાં છે, કારણ કે - તિષ્ણુલોકથી ઊર્ધ્વલોકનું ક્ષેત્ર અસંખ્યાતગુણ છે. અને તેથી પણ અધોલોકમાં ક્ષેત્ર વિશેષાધિક હોવાથી વિશેષાધિક છે. એ પ્રમાણે આ ગ્રંથમાં નહિ કહેલા જીવભેદોનું અલ્પબદુત્વ સિદ્ધાન્તમાંથી કહ્યું,] હવે વિશેષ વિસ્તાર કરવાથી સર્યું. વિશેષ વિસ્તારના જિજ્ઞાસુએ શ્રી પ્રજ્ઞાપનાજી ઉપાંગમાં ત્રીજું પદ [અલ્પબદુત્વ સંબંધી] છે, ત્યાંથી જોઈ લેવું. એ પ્રમાણે ૨૮૧મી ગાથાનો અર્થ સમાપ્ત. ૨૮૧
છે ત નવદુત્વ નીવ વ્યક્તિ સનાતનું ! અવતર: એ પ્રમાણે પૂર્વ ગાથાઓમાં જીવસમાસનું (જીવભેદ-ગુણસ્થાન અને જીવગુણ એ ત્રણેનું) અલ્પબદુત્વ કહીને હવે આ ગાથાઓમાં અજીવદ્રવ્યોનું અલ્પબદ્ધત્વ કહેવાય છે તે આ પ્રમાણે :
धम्माधम्मागासा, तिन्नि वि दव्वट्ठया भवे थोवा ।
तत्तो अणंतगुणिया, पोग्गलदव्या तओ समया ॥२८२॥ Tથાર્થ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણે દ્રવ્યો દ્રવ્યાર્થપણે (દ્રવ્યપણે) અલ્પ છે. (કારણ કે એકેક છે). તેથી અનન્તગુણાં પુદ્ગલદ્રવ્યો છે. અને તેથી પણ અનન્તગુણા સમયો (કાળ) છે. /૨૮૨
ટીક્કા: દ્રવ્યરૂપ અર્થ (પદાર્થ) તે દ્રવ્યાર્થ; તેનો ભાવ અથવા તદ્રુપ ભાવ તે દ્રવ્યાર્થતા; તે દ્રવ્યાર્થપણા વડે એટલે દ્રવ્યપણે વિચારાતાં ઘર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય રૂપ ત્રણે વસ્તુઓ તે દરેક એકેક દ્રવ્ય હોવાથી સ્વસ્થાને તુલ્ય છે (એટલે એ ત્રણે દ્રવ્ય પરસ્પર તુલ્ય સંખ્યાવાળાં છે). પરન્તુ ઉત્તર દ્રવ્યોની અપેક્ષાએ (આગળ કહેવાતાં પુદ્ગલાદિ દ્રવ્યોની અપેક્ષાએ) તો અલ્પ જ છે. તેથી પરમાણુ, દ્રવ્યણુકન્કંધ, ચણકન્કંધ યાવત્ અનન્તાણુક ધ સુધીનાં પુદ્ગલદ્રવ્યો અનન્તગુણાં છે. અને તેથી પણ નિર્વિભાજ્ય (જેના બે ભાગ ન કલ્પી શકાય તેવા) કાળના અંશો એટલે સમયો તે અનન્તગુણા છે. કારણ કે પુદ્ગલ દ્રવ્યોમાં પરમાણુ આદિ એકેક દ્રવ્ય બીજાં બીજાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવના સંયોગો વડે (એટલે અન્ય દ્રવ્યાદિકના સંબંધમાં) અનન્ત સમયો પૂર્વે અનુભવાયા છે; અને તે પ્રમાણે અન્ય અન્ય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના સંબંધ વડે (સંબંધમાં) ભાવી કાળે પણ અનન્તા સમયો ૧. અહીં દરેક પુદ્ગલદ્રવ્યનો દ્રવ્યાદિ સાથે અનન્ત સંબંધ આ પ્રમાણે - ભૂતકાળમાં એક વિવલિત પરમાણુદ્રવ્ય બીજા પરમાણુ સાથે વિશેષમાં વિશેષ અસંખ્યાત કાળ સુધી રહીને એકવાર ટો પડ્યો. એ પ્રમાણે અનન્તવાર જોડાઈ છૂટો પડ્યો છે. પુનઃ વિશેષમાં વિશેષ અસંખ્ય કાળ પરમાણુરૂપે રહીને હુયણુક અંધ સાથે પણ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્ય કાળ રહીને અનંતીવાર છૂટો પડ્યો છે. વળી ભૂતકાળમાં એજ પસ્માણ ચણક સ્કંધ સાથે પણ અસંખ્યાત કાળ સુધીની સ્થિતિએ અનન્તીવાર જોડાઈને છૂટો પડ્યો છે. એ પ્રમાણે ચતુઃપ્રદેશી, પંચપ્રદેશી યાવત્ સંખ્યાતપ્રદેશી, અસંખ્યાતપ્રદેશી અને અનન્તપ્રદેશી અનન્ત અનન્ત સ્કંધો સાથે દરેક સાથે અનન્ત અનન્તવાર જોડાયો છે. તેવી રીતે દરેક પરમાણુ સર્વ અનન્તાનન્ત સ્કંધો સાથે અનન્ત અનન્તવાર સંબંધવાળો થઈ પુનઃ છૂટો પડ્યો છે.
Jain Education International
For Private
Esonal Use Only
www.jainelibrary.org