Book Title: Jivsamasprakaran
Author(s): Shilchandrasuri
Publisher: Jain Granth Prakashan Samiti

Previous | Next

Page 484
________________ અનુસરીને જ હોય છે. વળી તે બાદર વનસ્પતિઓ જ્યાં જળ ઘણું હોય ત્યાં જ ઘણી હોય છે, અને જ્યાં જળ થોડું હોય ત્યાં થોડી હોય છે. અને ઘણું જળ સમુદ્રોમાં જ હોય છે [માટે સમુદ્રના જળની અધિક્તાને અનુસરીને એ અલ્પબદુત્વ પ્રાપ્ત થાય છે. હવે સમુદ્રો તો ચારે દિશામાં પરિમંડલાકારે સરખા જ હોય છે. ત્યારે અમુક દિશામાં ઓછું જળ અને અમુક દિશામાં અધિક જળ એમ કેવી રીતે હોય? એ આશંકાના સમાધાન તરીકે કહેવાય છે કે –] પૂર્વ દિશામાં અને પશ્ચિમ દિશામાં સમુદ્રોને વિષે ચંદ્ર-સૂર્યના ‘દ્વીપો છે, કે જે સ્થાને-દ્વીપોમાં ચંદ્ર-સૂર્યનાં અવસ્થાન [રહેઠાણો-આવાસો] છે, ત્યાં જળનો અભાવ છે, અને જળના અભાવે બાદર વનસ્પતિઓનો પણ અભાવ છે. [જો પૂર્વ અને પશ્ચિમમાં પણ ચંદ્ર-સૂર્યના દ્વીપો દરેક સમુદ્રમાં છે, તો પૂર્વ દિશા અને પશ્ચિમ દિશાના જીવો પરસ્પર તુલ્ય ગણવા જોઈએ તેને બદલે પશ્ચિમમાં જીવો અલ્પ અને પૂર્વમાં વિશેષાધિક એમ કેવી રીતે કહો છો? એ આશંકાના સમાધાન તરીકે કહેવાય છે કે –] વળી પશ્ચિમ દિશામાં એ વિશેષ છે કે – ત્યાં એક હજાર છોત્તેર યોજન [૧૦૭૬ યોજન] ઊંચો અને બાર હજાર યોજન (૧૨૦૦૦ યોજન) વિખંભ (લંબાઈ-પહોળાઈ)વાળો નૌત દ્વીપ નામનો દ્વીપ અધિક છે. તે દ્વીપે રોકેલા સ્થાનમાં જળનો અભાવ હોવાથી બાદર વનસ્પતિઓનો પણ તેટલા સ્થાનમાં અભાવ છે. માટે એ પશ્ચિમ દિશામાં જીવો અલ્પ કહ્યા છે અને પૂર્વ દિશામાં ગૌતમ દ્વીપના અભાવે (પૂર્વ દિશામાં) જીવો વિશેષાધિક છે. અને દક્ષિણ દિશામાં ચંદ્ર-સૂર્યના દ્વીપો ન હોવાથી ત્યાં પૂર્વથી પણ વિશેષાધિક છે. અને ઉત્તર દિશામાં વળી સંખ્યાતા યોજન પહોળાઈવાળા કોઈ દ્વિીપમાં સંખ્યાતા કોડાકોડી યોજન જેટલી લંબાઈ-પહોળાઈવાળું માનસ સરોવર નામનું સરોવર છે, તે કારણથી એ ઉત્તર દિશામાં વિશેષાધિક જીવો કહ્યા છે. એ પ્રમાણે કિંઈ પણ વિશેષભેદરહિત) સામાન્યથી જીવોનું દિશાની અપેક્ષાએ અલ્પબદુત્વ કહ્યું. અને વિશેષ ભેદથી વિચારીએ તો પણ અપૂકાયવનસ્પતિકાય-હીન્દ્રિય-ત્રીન્દ્રિય-ચતુરિન્દ્રિયનું તથા સામાન્યથી તિર્યંચોનું પ્રાયઃ એ જ અલ્પબહુ જાણવું અને તેનું કારણ પણ એ [પૂર્વોક્ત ચંદ્ર-સૂર્યના દ્વીપ ગૌતમદ્વીપ અને માન સરોવરના હેતુથી] જ વિચારવું. વળી અગ્નિકાય અને વાયુકાયના, દિશાની અપેક્ષાવાળા અલ્પબદુત્વમાં પશ્ચિમ દિશામાં અગ્નિકાય-વાયુકાય ઘણા છે એમ જાણવું. કારણ કે મેરુ પર્વતની પશ્ચિમ દિશામાં અધોલૌકિક ગામો (મનુષ્ય-વસતિનાં સ્થાનો) છે. તેમાં અગ્નિ અને વાયુના સદૂભાવે પશ્ચિમ દિશામાં અગ્નિ-વાયુ વધારે છે. અત્યા‘દિ સર્વ વિશેષ વિગત સિદ્ધાન્તરૂપી સમુદ્રમાંથી જાણવી. ૧. નન્થ નનં તત્વ વvi [જ્યાં જળ ત્યાં વનસ્પતિ] એ વચનથી. ૨. આ ઉપરથી સંભવે છે કે – ફક્ત અઢી દ્વીપમાં રહેલા બે સમુદ્રમાં જ ચંદ્ર-સૂર્યના દ્વીપ છે એમ નહિ પરંતુ સર્વ અસંખ્યાત સમુદ્રોમાં ચંદ્ર-સૂર્યના દ્વીપો છે. તે કારણથી પૂર્વ-પશ્ચિમ દિશામાં દ્વીપોની લંબાઈ-પહોળાઈ જેટલા ભાગમાં સર્વત્ર જળનો અભાવ છે. વળી દરેક સમુદ્રમાં પૂર્વદ્વીપમાં પૂર્વ વિભાગમાં ફરતા અર્ધા ચંદ્ર-સૂર્યના દ્વીપો, અને અદ્વીપમાં પશ્ચિમ વિભાગમાં ફરતા અર્ધા ચંદ્ર-સૂર્યના દ્વીપો હોય છે. ૩. અહીં અભાવ કહેવાથી વનસ્પતિઓ સર્વથા ન હોય એમ નહિ; કારણ કે ચંદ્ર-સૂર્યના દ્વીપોમાં વ્યત્તરોની રાજધાનીઓમાં તથા ગૌતમદ્વીપ આદિ દ્વીપોમાં પણ વનસ્પતિ જીવો વૃક્ષો વિગેરે છે જ. પરન્તુ તે વનસ્પતિઓ એટલા ઘણા પ્રમાણવાળી ન હોય કે જળની વનસ્પતિઓથી પણ તેનું પ્રમાણ વધે અથવા તુલ્ય હોય અથવા વિશેષહીન હોય; પરન્તુ ઘણી જ અલ્પ હોય તે કારણથી અભાવ કહેવાય છે. ૪. દક્ષિણ તથા ઉત્તર દિશામાં અગ્નિકાય સર્વથી અલ્પ છે, અને પરસ્પર તુલ્ય છે, તેથી પૂર્વ દિશામાં સંખ્યાતગુણા Jain Education International ૪૬૩. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496