________________
ઋષામાં - કષાય રહિત જીવો [૧૧-૧૨-૧૩-૧૪ ગુણસ્થાનવાળા તથા સિદ્ધ એ બે મળીને] સર્વથી થોડા (તો પણ અનન્સ) છે. તેથી માનવાળા જીવો અનન્તગુણા છે. તેથી ક્રોવાળા જીવો વિશેષાધિક છે. તેથી માયા કષાયવાળા જીવો વિશેષાધિક છે. અને તેથી પણ લોભ કષાયવાળા જીવો વિશેષાધિક છે.
તેશ્યાનાં – શુક્લ*લેશ્યાવાળા જીવો સર્વથી થોડા છે. તેથી પવ?લેશ્યાવાળા જીવો સંખ્યાતગુણા છે. તેથી તેજલેશ્યાવાળા જીવો સંખ્યાતગુણા છે. તેથી લેગ્યારહિત - ૮. માનકષાય છએ કાયના જીવોને હોય છે, અને તે સિદ્ધથી અનન્તગુણ છે માટે. ૯-૧૦-૧૧. માનકષાયનો કાળ ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત છે, તેથી ક્રોધકષાયનો કાળ મોટા અન્તર્મુહૂર્તપ્રમાણ છે, અને તેથી પણ માયાનો કાળ મોટા અન્તર્મુહૂર્તપ્રમાણ છે, અને તેથી પણ લોભનો કાળ અનુક્રમે અધિક અધિક હોવાથી અલ્પબદુત્વ પણ એ રીતે જ કહ્યું છે. વળી અહીં ક્રોધકષાયી ઈત્યાદિ એટલે ક્રોધાદિકનો વિપાકોદય વર્તતો હોય એવા જીવો ગણવા, પરન્તુ ક્રોધાદિ કષાયોની સત્તામાત્રથી અથવા પ્રદેશોદયથી ક્રોધાદિ કષાયી ન કહેવો. અહીં શ્રેણિમાં કહેલો ક્રોધાદિકનો ઉદયકાળ ગ્રહણ ન કરવો, પરન્ત શ્રેણિ સિવાયના જીવોને વર્તતા ક્રોધાદિકના કાળનું જ પૂર્વોક્ત અલ્પબહત્વ જાણવું. ૧૨. શુક્લ લેગ્યા છઠ્ઠા દેવલોકથી પ્રારંભીને ઉપરના સર્વ દેવોમાં અને કર્મભૂમિના કેટલાક મનુષ્યો તથા તિર્યંચોમાં હોવાથી અલ્પ છે. ૧૩. પદ્મવેશ્યા ૩-૪-૫ કલ્પના દેવોમાં તથા ઘણા કર્મભૂમિના ગર્ભને છે, અને એમાં ૩-૪-૫ કલ્પના એકત્ર દેવો ૬થી અનુત્તર સુધીના દેવોથી પણ સંખ્યાતગુણા છે, માટે શુક્લલેશ્યાથી પમલેશ્યાવાળા સંખ્યાતગુણા કહ્યા છે. ૧૪. સર્વ જ્યોતિષી, સૌધર્મ-ઈશાન દેવોને તથા કેટલાક ભવનપતિ-વ્યન્તર - ગર્ભજતિર્યંચ પંચેન્દ્રિય -ગર્ભજ મનુષ્યો અને બાદર પર્યાપ્ત પૃથ્વી-અપ-પ્રત્યેક વનસ્પતિને પણ તેજલેશ્યા હોવાથી પદ્મવેશ્યાથી તેજલેશ્યાવંત જીવો સંખ્યાતગુણા કહ્યા.
પ્ર : સર્વે જ્યોતિષીઓ તેજલેશ્યાવાળા છે. તે જ્યોતિષીઓ ભવનપતિઓથી પણ અસંખ્યાતગુણા છે. તો પાલેશ્યાવાળા સનત્કમારાદિ દેવોથી ભવનપતિઓ અસંખ્યગુણા હોય તેમાં શું આશ્ચર્ય ? અને તેજલેશ્યા તો સર્વ જ્યોતિષીઓ, સર્વ સૌધર્મ અને સર્વ ઈશાનદેવોને પણ હોવાથી પાલેશ્યાથી તેજલેશ્યાવાળા અસંખ્યગુણા કેમ નહિ ?
ઉત્તર: તિર્યંચપંચેન્દ્રિય ગર્ભજમાં કૃષ્ણાદિ ચાર લેગ્યા વર્તે છે. તેમાં પણ શુક્લલેશ્યાથી પશ્ચાનુપૂર્વીએ પદ્મવેશ્યાવાળા સંખ્યાતગુણા અને તેથી તેજલે શ્યાવાળા સંખ્યાતગુણા કહેલા છે. માટે કેવળ દેવોની અપેક્ષાએ તો પાલેશ્યાવાળા ૩-૪-૫ મા દેવલોકના દેવોથી તેજલેશ્યાવાળા જ્યોતિષી આદિ દેવરાશિ અસંખ્યાતગુણો જ થાય, પરન્તુ તિર્યંચસહિત પઘલેશ્યાવાળા અને તિર્યંચસહિત તેજલેશ્યાવાળા એ બેમાં અલ્પબદુત્વવિચારીએ તો તેજોલેશ્યાવાળા અસંખ્યાતગુણા નહિ પણ સંખ્યાતગુણા જ થાય. પ્રફન: જેમ પાલેશ્યાવાળા દેવરાશિમાં તિર્યચપંચેન્દ્રિયો ઉમેરાય છે. તેમ તેજલે શ્યામાં તો વળી સંખ્યાતગુણ તિર્યચરાશિ ઉમેરાય છે, તો અસંખ્યગુણ મોટું થવાને બદલે સંખ્યાતગુણ કેમ થાય ? ઉત્તર: સંખ્યાતગુણ તિર્યંચો તેજોલેશ્યામાં ઉમેરાવાથી જ અલ્પબદુત્વ અસંખ્યાતગુણ મટીને સંખ્યાતગુણ થયું. નહિતર જો અસંખ્યાતગુણો તિર્યચરાશિ ઉમેરાત ત્યારે તો અસંખ્યાતગુણ જ થાત, એ ગણિત પ્રક્રિયાથી જ પ્રાપ્ત થાય છે, જેમ ઉદાહરણ તરીકે પાલેશ્યાવાળા ૧૦૦ દેવથી તેજલેશ્યાવાળા ૧000 દેવ હોય તો દશગુણા થયા. તે દશને (૬ થી ૧૫ સુધીનાં અસંખ્યાતમાં મધ્યમ) અસંખ્યાત કલ્પીએ. અને તિર્યંચમાં પાલેશ્યાવાળા (દવોથી ઘણા હોવાથી) ૧૦૦૦, અને તેજલેશ્યાવાળા સંખ્યાતગુણા, (એટલે બે થી પાંચ સુધીને સંખ્યાત કલ્પતાં) મધ્યમસંખ્યાતરૂપ ત્રણ ગુણા કરતાં ૩૦૦૦ તિર્યંચો ઉમેરાતાં, એકંદરે પાલેશ્યાવાળા ૧૧૦૦ થયા; ત્યારે તેજલેશ્યાવાળા ૪૦૦૦ થયા; જેથી સાધિક ત્રણ ગુણા એટલે સંખ્યાતગુણા જ થયા; પરન્તુ છ ગુણ આદિ રૂપ અસંખ્યગુણા ન થયા. એ પ્રમાણે અલ્પબદુત્વ પરાવૃત્તિ પામે છે.
Jain Education International
For Prival & Personal Use Only
www.jainelibrary.org