________________
રાશિવાળાઓથી સં = સંખ્યાતરાશિ વડે ગુણયાર = ગુણાકાર કરાય તે સંખ્યાતગુણકાર એટલે સંખ્યાતગુણા [એવો સમાસ અર્થ છે], એ ભાવાર્થ છે.
વળી તેઓથી એટલે મિશ્રગુણસ્થાનવર્તીિ દેવોથી અથવા નારકોથી અવિરતસમ્યગુદૃષ્ટિ દેવો વા નારકો સંખ્યાતગુણા છે. પુનઃ તે અવિરતસમ્યદૃષ્ટિઓથી પણ મિથ્યાદૃષ્ટિ દેવો વા નારકો અસંખ્યાતગુણા છે. મિથ્યાષ્ટિ – સાસ્વાદન - મિશ્ર અને અવિરતસમ્યગુદૃષ્ટિ રૂપ ચાર જીવસમાસોનું (ચાર ગુણસ્થાનોનું) અલ્પબદુત્વ દેવગતિમાં તથા નરકગતિમાં જુદું જુદું જાણવું. શેષ દેશવિરતિ આદિ ગુણસ્થાનકોનો દેવગતિમાં તથા નરકગતિમાં અભાવ છે (તે કારણથી તેનું અલ્પબદુત્વ પણ હોય નહિ). એ ૨૭૯મી ગાથાનો અર્થ સમાપ્ત. /૨૭૯
વતર: હવે તિર્યંચગતિમાં સંભવતાં ગુણસ્થાનોનું અલ્પબદુત્વ આ ગાથામાં કહેવાય છે. તે આ પ્રમાણે :
तिरिएसु देसविरया, थोवा सासायणा असंखगुणा ।
मीसा य संख अजया, असंख मिच्छा अणंतगुणा ॥२८॥
થાર્થ તિર્યંચગતિમાં દેશવિરતિગુણસ્થાનવાળા જીવો થોડા, તેથી સાસ્વાદન ગુણસ્થાનવાળા જીવો અસંખ્યગુણા, તેથી મિશ્રગુણસ્થાનવાળા જીવો સંખ્યાતગુણા, તેથી અવિરતસમ્યગુદૃષ્ટિગુણસ્થાનવાળા જીવો અસંખ્યાતગુણા અને તેથી મિથ્યાષ્ટિ ગુણસ્થાનવાળા જીવો અનન્તગુણા છે. ||૨૮૦ના
ટીકાઃ તિર્યંચોમાં દેશવિરતિ જીવો સર્વથી અલ્પ છે. તેથી સાસ્વાદન ગુણસ્થાનવાળા જીવો, વર્તતા હોય ત્યારે, ઉત્કૃષ્ટપદવર્તી અસંખ્યાતગુણા; (અહીં પણ “વર્તતા હોય ત્યારે એમ કહાં તે “વિરહકાળ ન હોય તે વખતે' એમ સૂચવવા ને અર્થે કહ્યું છે); તેથી મિશ્રગુણસ્થાનવાળા સંખ્યાતગુણા; અને તેથી અવિરત સમ્યગુદૃષ્ટિઓ અસંખ્યાતગુણા; અને મિથ્યાદૃષ્ટિઓ તો તેથી પણ અનંતગુણા છે. શેષ પ્રમત્તાદિ ગુણસ્થાનો એ તિર્યંચગતિમાં સંભવતાં જ નથી (માટે તેનું અલ્પબદુત્વ પણ નથી). એ ૨૮૦ મી ગાથાનો અર્થ સમાપ્ત. ||૨૮૦ અવતરણ: હવે મનુષ્યગતિમાં ગુણસ્થાનોનું અલ્પબદુત્વ કહેવાય છે
मणुया संखेनगुणा, गुणीसु मिच्छा भवे असंखगुणा ।
एवं अप्पाबहुयं, दव्वपमाणेहिं साहेजा ॥२८१॥ નાથાર્થ: ગુણસ્થાનોમાં મનુષ્યો (યથાયોગ્ય) પરસ્પર સંખ્યાતગુણા છે. (પરન્તુ વિશેષ એ કે –) મિથ્યાત્વ ગુણસ્થાનમાં અસંખ્યગુણા મનુષ્યો છે, એ પ્રમાણે દ્રવ્યપ્રમાણ વડે સર્વત્ર અલ્પબદુત્વ સાધવું - જાણવું. ૨૮૧
ટીદાર્થ: મનુષ્યગતિમાં તો ચૌદ ગુણસ્થાનકો હોય છે. તેથી મિથ્યાદૃષ્ટિઓને અહીં (ગાથામાં) જુદા કહેલા હોવાથી શેષ સાસ્વાદનથી પ્રારંભીને અયોગી સુધીમાં કુળીસુ = એટલે તેર ગુણસ્થાનવર્તી જીવોમાં, એટલે ચાલુ વિષયને અંગે તેર ગુણસ્થાનવાળા મનુષ્યો, પરસ્પર યથાસંભવ સંખ્યાતગુણા સર્વત્ર (તેર ગુણસ્થાનકોમાં) કહેવા; કારણ કે મિથ્યાદૃષ્ટિ મનુષ્યો
Jain Education International
- ૪૫૭. For Privatle & Personal Use Only
www.jainelibrary.org