________________
ન પણ હોય. અને જો હોય તો જઘન્યથી એક અથવા બે યાવત્ ઉત્કૃષ્ટથી ચારે ગતિમાં હોવાથી દેશવિરતિઓથી પણ અસંખ્યાતગુણા હોય છે. તથા મિશ્ર એ સમ્યગૃમિથ્યાષ્ટિઓ (ત્રીજા ગુણસ્થાનવાળા) કદાચિત્ [સર્વથા હોય નહિ, અને જો હોય તો (જઘન્યથી એક અથવા બે અને) ઉત્કૃષ્ટથી સાસ્વાદનીઓથી અસંખ્યાત 'ગુણા હોય છે. તેથી અવિરતસમ્યગુદૃષ્ટિઓ (ચોથા ગુણસ્થાનવાળા) સદાકાળ અસંખ્યાતગુણા પ્રાપ્ત થાય છે. અને તેથી પણ અનન્તગુણા સિદ્ધો (અગુણસ્થાનીઓ) છે. તથા તે સિદ્ધોથી પણ અનન્તગુણા મિથ્યાષ્ટિઓ (પહેલા ગુણસ્થાનવાળા) છે, કારણ કે સર્વ નિગોદજીવો મિથ્યાષ્ટિ હોવાથી, ઇત્યાદિ યુક્તિ સુગમ છે. એ ૨૭૭-૨૭૮મી ગાથાનો અર્થ સમાપ્ત. // તિ સામાન્યતઃ ગુણસ્થાનેષુ સર્પવદુત્વમ્ //
| | ચાર ગતિમાં ગુણસ્થાનોનું અલ્પબહુ વાં. નવતર: હવે એજ ગુણસ્થાનરૂપ જીવસમાસોનું અલ્પબદુત્વ ચાર ગતિમાં પ્રત્યેક ગતિને વિષે કહેવાની ઇચ્છાએ ગ્રન્થકર્તા પ્રથમ આ ગાથામાં નરકગતિ અને દેવગતિમાં એક સરખી વક્તવ્યતા હોવાથી એ બે ગતિનું સાથે જ અલ્પબદુત્વ કહે છે :
सुरनरए सासाणा, थोवा मीसा य संखगुणयारा ।
तत्तो अविरयसम्मा, मिच्छा य भवे असंखगुणा ॥२७९॥ માથાર્થ: દેવગતિમાં અને નરકગતિમાં સાસ્વાદન ગુણસ્થાનવાળા જીવો સર્વથી થોડા છે. તેથી મિશ્રગુણસ્થાનવાળા સંખ્યાત ગુણાકાર જેટલા (સંખ્યાતગુણા) છે. તેથી અવિરત સમ્યગદૃષ્ટિઓ અસંખ્યાતગુણા છે, અને તેથી પણ મિથ્યાદૃષ્ટિઓ અસંખ્યાતગુણા છે. એિ બે ગતિમાં ગુણસ્થાનનું અલ્પબદુત્વ કહ્યું]. /૨૭૯ણી
ટીદાર્થ: દેવોમાં અને નારકોમાં - દરેકમાં (દરેક ગતિમાં સ્વસ્થાને) સાસ્વાદનીઓનો ઉત્કૃષ્ટપદે પણ સંભવ હોતે છતે (વર્તતે છતે) પણ અલ્પ હોય છે. અને મીસા = મિશ્રગુણ સ્થાનવાળા ઉત્કૃષ્ટપદે વર્તતા હોય તે વખતે સંખ્યાતગુણા હોય છે. અહીં જેઓનો સાસ્વાદન
વળી અહીં ૨૭૭મી ગાથામાં અયોગી કેવલીરૂપ ૧૪ મા ગુણસ્થાનનું અલ્પબદુત્વ સ્પષ્ટ કહ્યું નથી, તેમજ વૃત્તિમાં પણ અયોગી કેવલી ગણાવ્યા નથી, તો પણ અયોગી કેવલીઓને ક્ષેપકમાં જ અધ્યાહારથી – ઉપલક્ષણથી ગ્રહણ કરવા. કારણ કે અયોગી કેવલીનું અલ્પબદુત્વ ક્ષેપકથી ભિન્ન નથી માટે, અથવા ગાથામાં ઉપશમક કહેવા માત્રથી જેમ ઉપશાન્તમોહી પણ ગ્રહણ કરાય છે, તેમ ક્ષપક શબ્દથી ક્ષીણમોહી અને અયોગીઓ પણ ગ્રહણ કરવા, અલ્પબદુત્વ તુલ્ય હોવાથી જ. ૧. મૂળગાથામાં મિસTSi TUT એ પદ અવગ્રહયુક્ત હોવાથી તેમજ ગ્રન્થાન્તરોમાં પણ અસંખ્ય ગુણ કહેવાથી મિશ્રગુણસ્થાનીઓ અસંખ્યગુણ હોય છે, પરન્તુ વૃત્તિમાં સાસ્વામ્ય: સહ્યાતિUTT એ પાઠ પ્રેતદોષથી હોય અથવા બીજા કોઈ કારણથી હશે. ૨. અહીં = પણ શબ્દથી “જઘન્ય તથા મધ્યમ સંખ્યાએ વર્તતા સાસ્વાદનીઓ તો અલ્પ હોય જ એમાં કંઈ કહેવાનું ન હોય, પરન્ત ઉત્કૃષ્ટ સંખ્યાએ વર્તતા હોય તો પણ શેષ ઉત્કૃષ્ટપદવર્તી ગુણસ્થાનવાળા જીવોની અપેક્ષાએ અલ્પ જ હોય, અધિક નહિ. એ પ્રમાણે જેમ દેવગતિમાં એ બે ગુણસ્થાનોનું અલ્પબદુત્વ છે તેમ નરકગતિમાં પણ એ રીતે જ સરખું અલ્પબદુત્વ છે, પરન્તુ તફાવત નથી.
૩. કદાચિત સર્વથા અભાવવાળા પણ હોય છે તે કારણથી જ્યારે સંભવ હોય ત્યારે એમ કહ્યું. Jain Education International For Privatyuersonal Use Only
www.jainelibrary.org