________________
ત્યાં જ્યારે એકેક અનુભાગ‘બંધાધ્યવસાયસ્થાનમાં અનુક્રમે અથવા અનુક્રમ વિના વિવક્ષિત એક જીવ પોતાના મરણ વડે સ્પર્શતાં એ સર્વ અધ્યવસાયસ્થાનોને સ્પર્શે (એટલે સર્વ અધ્યવસાયોમાં મરણ પામે), તેમાં જેટલો કાળ લાગે તેટલો કાળ (અનન્ત કાળ) બાદર ભાવ પુદ્ગલપરાવર્ત્ત ગણાય. આ પુદ્ગલપરાવર્તમાં પણ જીવે જે અધ્યવસાયસ્થાનને મરણ વડે એક વાર પણ સ્પર્યું હોય, અને તે જ અધ્યવસાયને બીજી વારના મરણ વડે સ્પર્શે તો તેને બીજી વારની ગણતરીમાં ન લેવું (અર્થાત્ એક અધ્યવસાયમાં અનેક વાર મરણ થવા છતાં પણ તે અધ્યવસાયને એક જ વા૨ ગણતરીમાં ગણવો), અને જેમાં એકવાર પણ મરણ પામ્યો નથી તેવો અધ્યવસાય સાથે હોય અથવા તો [પૂર્વ સ્પૃષ્ટ અધ્યવસાયથી] કેટલેક અંતરે – દૂર હોય, અને તેમાં પહેલી વાર મરણ થાય તો તે અધ્યવસાયને ગણતરીમાં ગણવો.
८. सूक्ष्मभावपुद्गलपरावर्त्त વળી જ્યારે અનુભાગબંધાધ્યવસાયસ્થાનો વિશુદ્ધ વિશુદ્ધતર - અતિવિશુદ્ધ ઇત્યાદિ રીતે જે અનુક્રમે રહ્યાં છે તે જ અનુક્રમે વિવક્ષિત એક જ જીવ અનંતાનંત ભવોમાં વારંવાર મરણ પામતો પોતાના મરણ વડે (તે અધ્યવસાયમાં મરણ પામવા વડે) સર્વ અધ્યવસાયોને સ્પર્શે (સર્વ અધ્યવસાયોમાં મરણ પામે), ત્યારે સૂક્ષ્મ ભાવ પુદ્ગલપરાવર્ત્ત થાય છે. અહીં પણ જે જે વ્યવહિત (છેટે છેટે રહેલા પણ સાથે સાથે નહિ એવા આંતરાવાળા) અધ્યવસાયોમાં મરણ પામવા છતાં પણ તે વ્યવહિત અધ્યવસાયસ્થાન ગણતરીમાં ન લેવું (પરન્તુ પ્રથમ જે અધ્યવસાયમાં મરણ પામ્યો છે તેની સાથેના નિરન્તર અધ્યવસાયમાં સંખ્યાત કાળે વા અસંખ્યાત કાળે વા અનન્ત કાળે પણ જ્યારે મરણ પામે ત્યારે
-
તે સાથેનો જ અધ્યવસાય ગણતરીમાં લેવો. એવી રીતે અનુક્રમે સ્પર્શતાં જેટલો અનંતાનંત કાળ લાગે તેટલો કાળ તે એક સૂક્ષ્મ ભાવ પુદ્ગલપરાવર્ત્ત જાણવું). હવે એ બાબતમાં વિશેષ વિસ્તારથી સર્યું. એ પ્રમાણે ૨૫૭મી ગાથાનો અર્થ સમાપ્ત. ૨૫૭ના તિ पुद्गलपरावर्त्तस्वरूपम् ||
૧. અહીં અથવા અન્ય ગ્રંથોમાં ભાવ પુદ્ગલપરાવર્તની પ્રરૂપણામાં સર્વ અધ્યવસાયસ્થાનોને મરણ વડે સ્પર્શવાનું સામાન્યથી કહ્યું છે, પરન્તુ મરણ વડે સ્પર્શવા યોગ્ય કે અયોગ્યની સ્પષ્ટતા - વિશેષતા દર્શાવી નથી તો પણ પોતાની મેળે જ જાણી લેવું કે - સર્વ અધ્યવસાયસ્થાનો એટલે એકાન્તે સર્વે નહિ; પરન્તુ જે જે અધ્યવસાયસ્થાનોમાં જીવોનું મરણ થઈ શકતું હોય તો મરણપ્રાયોગ્ય સર્વ અધ્યવસાયસ્થાનો અહીં જાણવાં, પરન્તુ મરણને અયોગ્ય અધ્યવસાયસ્થાનો આ પ્રરૂપણામાં ગ્રહણ ન કરવાં.
૨. અધ્યવસાયસ્થાનોનો અનુક્રમ સ્થાનપતિતની પદ્ધતિ એ છે કે, જેમાં સર્વથી પહેલું અધ્યવસાયસ્થાન અનન્ત ભાગાધિક (ના કંડકમાં રહેલું) છે, બીજું અધ્યવસાયસ્થાન તેથી અનંત ભાગાધિક છે. એ રીતે અનન્ત ભાંગાધિકના ક્રમવાળાં સ્થાનો એક કંડક જેટલાં (અંકુલના અસંખ્યાતમા ભાગમાં રહેલા અસંખ્યાતા આકાશપ્રદેશ જેટલાં અસંખ્યાત) છે. ત્યાર પછીનું એક અધ્યવસાયસ્થાન કંડકના છેલ્લા સ્થાનથી અસંખ્યભાગાધિક છે. અને ત્યાર પછીના કંડક જેટલાં અસંખ્યાતસ્થાનો અનન્તભાગાધિક છે. પુનઃ એક સ્થાન અસંખ્યભાગાધિક છે. અને ત્યાર પછીનાં કંડક જેટલાં સ્થાનો અસંખ્યભાગાધિક છે. એ પ્રમાણે વચ્ચેનું જે એકેક સ્થાન અસંખ્યાતભાગાધિક આવે છે તે અસંખ્યાતભાગાધિક સ્થાનો પણ કંડક જેટલાં થાય ત્યાં સુધી કહેવું. ત્યારબાદ એક કંડક અનન્તભાગાધિક સ્થાનનું છે. અને ત્યારબાદ એક જ અધ્ય૦ સ્થાન સંખ્યાત ભાગાધિક છે, - ઇત્યાદિ પ્રરૂપણા ઘણી છે તે સર્વ કર્મપ્રકૃતિ આદિ ગ્રંથથી જાણવા યોગ્ય છે.
૩. અહીં વિશેષ વિસ્તાર તો પંચસંગ્રહ ઇત્યાદિ ગ્રંથોમાં ઘણો છે ત્યાંથી જાણવા યોગ્ય છે. પરંતુ જે ધ્યાનમાં રાખવા યોગ્ય મુખ્ય વિશેષતા કેટલીક આ પ્રમાણે છે :
Jain Education International
For Private rsonal Use Only
www.jainelibrary.org