________________
થર્થ: સાસ્વાદન ગુણસ્થાનનો તથા ઉપશમ સમ્યકત્વનો જઘન્ય અત્તરકાળ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો છે. અને બીજાં ગુણસ્થાનોનો (ઉપશમકનાં ગુણસ્થાનોનો તથા મિથ્યાત્વાદિનો) જઘન્ય અન્તરકાળ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. અને ક્ષપક (નાં ગુણસ્થાનો)નું તો અત્તર જ નથી. રપ૮.
રીર્થ: સીસાનુવસમસ - સાસ્વાદન અને ઉપશમ સમ્યકત્વ જેને હોય તે સાસ્વાદન અને ઉપશમ સમ્યકત્વવાળા જીવ કહેવાય. એ બન્ને જીવોનો પણ તભાવપરિત્યાગ (સાસ્વાદની જીવે સાસ્વાદનનો ત્યાગ કર્યા બાદ અને ઉપશમ સમ્યગુદૃષ્ટિ જીવે ઉપશમ સમ્યકત્વનો ત્યાગ) કર્યા બાદ પુનઃ તે ભાવને પ્રાપ્ત કરવામાં અવર જઘન્ય અન્તરકાળ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો લાગે છે.
અહીં ઉપશમશ્રેણિથી પડતો જે જીવ સાસ્વાદનપણું પામે છે, અને ઉપશમશ્રેણિમાં જે જીવ ઉપશમ સમ્યકત્વવાળો હોય છે, તે ઉપશમશ્રેણિના સંબંધવાળા સાસ્વાદન તથા ઉપશમ સમ્યકત્વવાળા જીવો) ઘણા જ અલ્પ જીવો હોય છે, માટે તે અલ્પતાના કારણથી અહીં તે સાસ્વાદન તથા ઉપશમ સમ્યકત્વની વિવક્ષા (અપેક્ષા') નથી. ત્યારે કઈ વિવક્ષા છે? તે કહે છે – જે અનાદિ મિથ્યાષ્ટિ જીવ અથવા સમ્યક્ત્વપુંજ અને મિશ્રપુંજની ઉદ્ધ'લના કરી હોય એવો (એટલે ઉદ્ધલના કરીને) છવ્વીસ મોહનીયની સત્તાવાળો થયેલો મિથ્યાદૃષ્ટિ જીવ પૂર્વે વર્ણવેલા ક્રમ પ્રમાણે જે ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે, અને એ જ ઉપશમ સમ્યક્ત્વના કાળમાં દર્શાવેલી રીતે જ એ સાસ્વાદનપણું પ્રાપ્ત થાય છે, તેવા સાસ્વાદન તથા ઉપશમ સમ્યક્ત્વવાળાં જીવો ચારે ગતિમાં હોવાના કારણે ઘણા હોવાથી તે ઘણા જીવોના જ સાસ્વાદન - ઉપશમનો અહીં અધિકાર કહેલો છે. અને એ જ બન્ને જીવો પ્રાપ્ત કરેલા ઉપશમ સમ્યકત્વનો અને સાસ્વાદનનો ત્યાગ કરીને પુનઃ પણ એ જ ઉપશમ તથા સાસ્વાદનભાવ પામે તો જઘન્યથી પણ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ વીત્યા બાદ જ પામે, પરન્તુ તે પહેલાં ન પામે (એ તાત્પર્ય છે).
(હવે એ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો ઘણો કાળ વીત્યા બાદ જ ઉપશમ વા સાસ્વાદન ભાવ પુનઃ પ્રાપ્ત કરે તેનું શું કારણ? તે દર્શાવાય છે) તેનું કારણ આ પ્રમાણે – ઉપશમ સમ્યકત્વમાંથી અથવા સાસ્વાદન સમ્યક્ત્વમાંથી મિથ્યાત્વે ગયેલા જીવને પ્રથમ તો સમ્યકત્વપુંજ અને મિશ્રપુંજ એ બે પુંજ સત્તામાં અવશ્ય હોય જ. અને જ્યાં સુધી
૧. એક સમયમાં સમકાળ સંખ્યાતા સંખ્યાતા મનુષ્ય માત્ર જ ઉપશમશ્રેણિથી પતિત થઈને સાસ્વાદન તથા ઉપશમના અન્તરકાળમાં અન્યાન્ય ભવોમાં વર્તતા હોય છે. જેથી અસંખ્યાત કાળમાં ઘણા અલ્પ અસંખ્યાત પ્રાયઃ જીવો જ એ બેના અંતરકાળમાં વર્તતા સંભવે માટે. ૨. એ વિવલાથી તો જઘન્ય અન્તર અન્તર્મુહૂર્ત જ પ્રાપ્ત થાય. ૩-૪. આ જ ગ્રંથની ૮મી ગાથાની વૃત્તિમાં સાસ્વાદન તથા ઉપશમ સમ્યકત્વનું અત્તર પૂર્વે કહેવાઈ ગયું છે. ૫. કારણ કે ઉપશમ સમ્યકત્વના કાળમાં મિથ્યાત્વનાં પુદ્ગલો સમ્યકત્વ સ્વરૂપે અને મિશ્ર સ્વરૂપે પ્રતિસમય અવશ્ય પરિણમતાં જાય છે માટે.
Jain Education International
For Private8 19 sonal Use Only
www.jainelibrary.org