________________
परमाणूदव्याणं, दुपएसाईणमेव खंधाणं ।
समओ अणंतकालो - त्ति अंतरं नत्थि सेसाणं ॥२६४॥ ગાથાર્થ પરમાણુદ્રવ્યોનું (અત્તર અસંખ્ય કાળ છે), અને દ્વિપ્રદેશાદિ સ્કંધોનું અત્તર જઘન્યથી એક સમય તથા ઉત્કૃષ્ટથી અનન્ત કાળ છે. અને શેષ ધર્માસ્તિકાયાદિ (ચાર) દ્રવ્યોનું અત્તર જ નથી. / ૨૬૪
રીર્થ: એકેક છૂટા પડેલા, પુદ્ગલદ્રવ્યરૂપ પરમાણુદ્રવ્યોનું જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ જેટલું અત્તર છે. અહીં ઉત્કૃષ્ટ અત્તર અસંખ્ય કાળનું કહ્યું તે અધ્યાહારથી (ગાથામાં કહ્યું નથી માટે અન્ય ગ્રંથથી) જાણવું. અહીં તાત્પર્ય આ પ્રમાણે વિચારવું કે - જ્યારે એકાકી છૂટો પરમાણુ (પોતાનું એકાકી છૂટાપણું છોડીને) બીજા કોઈ પરમાણુ સાથે અથવા દ્ધિપ્રદેશી ઢંધ સાથે અથવા ત્રિપ્રદેશી ઢંધરૂપ બીજાં પુદ્ગલદ્રવ્યો સાથે એક સમય માત્ર સંબંધવાળો થઈને (સ્કંધરૂપે પરિણમીને) પુનઃ પણ એકાકી પરમાણુપણાને પ્રાપ્ત કરે, ત્યારે પરમાણુને પુનઃ પરમાણુ સ્વરૂપે થતાં જઘન્યથી એક સમય અત્તરકાળ થાય છે. વળી જ્યારે તે જ પરમાણુ તે જ બીજા પરમાણુ આદિ અન્ય દ્રવ્યની (સ્કંધની) સાથે જોડાઈને અસંખ્ય કાળ સુધી (સ્કંધપણે) રહીને પુનઃ એકાકી પરમાણુપણું પ્રાપ્ત કરે તો એ રીતે ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ જેટલું અત્તર લાગે છે. (અર્થાત્ અસંખ્ય કાળે અવશ્ય પુનઃ પરમાણુરૂપે જ થાય.) જે કારણથી સિધ્ધાન્તમાં કહ્યું છે કે – પરમગુરૂ ઇ અંતે ! સંતરું નિષો વિર હોઢું? ગોયHI નદvuvi UÉ સમગં કોઇ પ્રસંન્ન નં ||’ ઇતિ.
તથા સુપUસાળમેવ ઇત્યાદિ – બે પ્રદેશ એટલે બે પરમાણુ જે સ્કંધને વિષે હોય તે ક્રિપ્રદેશી સ્કંધ ત્યાંથી પ્રારંભીને જે ત્રિપ્રદેશી આદિ સ્કંધો તે દ્ધિપ્રદેશાદિ કહેવાય. તે દ્ધિપ્રદેશી આદિ સ્કંધોનું જઘન્યથી સમયમાત્ર અને ઉત્કૃષ્ટથી અનન્ત કાળ જેટલું અત્તર છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે – અહીં કોઈ પણ વિવલિત એક દ્ધિપ્રદેશી આદિ સ્કંધ પોતે તૂટીને કકડા થઈ જઈને અથવા તો બીજા દ્રવ્યની સાથે બીજા ખંઘની સાથે) જોડાઈ જઈને પોતાનો ઢિપ્રદેશાદિપણાનો ત્યાગ કર્યા બાદ વિશ્રસાપરિણામ વડે (એટલે સ્વાભાવિક રીતે) એક સમય બાદ પુનઃ તે દ્ધિપ્રદેશાદિભાવને પ્રાપ્ત કરે તો (એવી રીતે) પોતાના પરિણામને (દ્ધિપ્રદેશાદિપણાને) ત્યાગ કરેલ એવા તે દ્વિપ્રદેશાદિ સ્કંધને પુનઃ તે ભાવ (દ્ધિપ્રદેશાદિભાવ) પ્રાપ્ત કરવામાં જઘન્યથી એક સમય જેટલું અત્તર લાગે છે. અને જ્યારે તે જ દ્ધિપ્રદેશાદિ સ્કંધ ત્રુટી કકડા થઈને અથવા બીજા સ્કંધો સાથે સંયોગ તથા વિયોગભાવને અનુભવતો (એટલે બીજા સ્કંધોની સાથે મળે અને છૂટો પડે એમ અનન્ત સ્કંધોની સાથે મળતો અને છૂટો પડતો) અનન્ત કાળ સુધી એ રીતે ભમીને પુનઃ તે જ વિવક્ષિત બે આદિ પરમાણુઓ સાથે મળીને તે જ વિવક્ષિત ભાવને (દ્ધિપ્રદેશાદિ સ્કંધ સ્વરૂપને) પ્રાપ્ત કરે તો એ પ્રમાણે ઉત્કૃષ્ટથી અનન્ત કાળનું અંતર સિદ્ધ થાય છે. (એ સ્કંધોનો જઘન્ય - ઉત્કૃષ્ટ અંતરકાળ કહ્યો).
વળી કેટલાક આચાર્ય તો (આ ગાથામાં પરમાણૂ દ્રવ્વા એ વાક્ય પછી અસંખ્ય કાળ
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org