Book Title: Jivsamasprakaran
Author(s): Shilchandrasuri
Publisher: Jain Granth Prakashan Samiti

Previous | Next

Page 456
________________ કરવી (અર્થાત્ ક્ષાયિક દાન - ક્ષાયિક લાભ – ક્ષાયિક ભોગ- ક્ષાયિક વીર્યલબ્ધિ). તે કારણથી એ કેવળજ્ઞાનાદિક નવ લબ્ધિઓ ક્ષાયિક એટલે ક્ષાયિકભાવથી (અર્થાત્ પોતાના આવરણીય કર્મના ક્ષયથી) ઉત્પન્ન થયેલી છે. તે આ પ્રમાણે – કેવળજ્ઞાન અને કેવળદર્શન પોતપોતાના આવરણનો ક્ષય થયે જ (અર્થાત્ કેવળજ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થયે કેવળજ્ઞાન અને કેવળદર્શનાવરણીય કર્મનો ક્ષય થયે કેવળદર્શન) ઉત્પન્ન થાય છે. તથા સાત દર્શનમોહનીય કર્મના (એટલે ચાર અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભરૂપ કષાયના અને મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય તથા સમ્યક્ત્વ મોહનીય એ ત્રણ દર્શનમોહનીયના) ક્ષયથી ક્ષાયિક સમ્યકત્વ ઉત્પન્ન થાય છે. તથા ચારિત્રમોહનીય કર્મના (૨૧પ્રકારના મોહનીયના) ક્ષયથી ક્ષાયિક ચારિત્ર ઉત્પન્ન થાય છે. અને ક્ષાયિક દાનાદિ પાંચ લબ્ધિઓ પણ પાંચ પ્રકારના અન્તરાય કર્મના ક્ષયથી જ ઉત્પન્ન થાય છે. તે કારણથી એ નવ લબ્ધિઓ ક્ષાયિકભાવની ગણાય છે. !રૂતિ ૧ ક્ષાયિનધ્ધિ || તથા ૩વસgિ સન્મ વરUT | - અહીં સમ્ન વરy એ સમ્યક્ત્વ અને ચારિત્રના અર્થવાળા પદમાં “ઉપશમ' વિશેષણ (એટલે ૩વસમ સમ વર એવું વિશેષણયુક્ત પદ) નથી કહ્યું તો પણ વ્યાખ્યાનથી (વૃત્તિથી અથવા વ્યાખ્યાનથી વિશેષપ્રતિપત્તિના ન્યાયે) એ બન્ને પદમાં ઉપશમ વિશેષણ જોડવું - જાણવું. કારણ કે સમ્યક્ત્વ અને ચારિત્રના સર્વ ભેદ ઉપશમભાવના હોતા નથી (જો સમ્યકત્વ અને ચારિત્ર કેવળ ઉપશમભાવથી જ થતું હોત તો એ બેને ઉપશમ વિશેષણ લગાડવાની જરૂર ન હોત. પરન્તુ ક્ષાયિકાદિ ભાવનાં પણ સમ્યકત્વ ચારિત્ર હોય છે, માટે તે ગ્રહણ ન થઈ જાય તે માટે અહીં “ઉપશમ” વિશેષણની જરૂર છે – એ તાત્પર્ય છે). તેથી ઉપશમ સમ્યક્ત્વ અને ઉપશમ ચારિત્ર ઉપશમભાવમાં જ વર્તે છે, (એટલે ઉપશમ સમ્યક્ત્વ અને ઉપશમ ચારિત્ર ઉપશમભાવથી જ ઉત્પન્ન થાય છે), પરન્તુ શેષ લાયિકાદિ ભાવમાં વર્તતું નથી. વળી એમાં પણ ઉપશમ સમ્યકત્વ તો દર્શનમોહનીયની સાત પ્રકૃતિ ઉપશાન્ત થયે થાય છે, અને ઉપશમ ચારિત્ર ચારિત્રમોહનીય (ની ૨૧ પ્રકૃતિ) ઉપશાન્ત થયે થાય છે. તે કારણથી ઉપશમ સમ્યક્ત્વ તથા ઉપશમ ચારિત્ર એ બે ઉપશમભાવવર્તી જ ગણાય છે. એ ૨૬૭ મી ગાથાનો અર્થ સમાપ્ત. l/૨૬ ૭ી. અવતરણઃ હવે આ ગાથામાં ક્ષાયોપથમિક ભાવથી જે લબ્ધિઓ ઉત્પન્ન થાય છે, તે ક્ષાયોપથમિક લબ્ધિઓ કહેવાય છે. તે આ પ્રમાણે : नाणा चउ अण्णाणा, तिन्नि उ दंसणतिगं च गिहिधम्मो । वेयय चउ चारित्तं, दाणाइग मिस्सगा भावा ॥२६८॥ થાર્થ: ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, વળી ત્રણ દર્શન, ગૃહસ્થધર્મ (દશવિરતિ ચારિત્ર), વેદક સમ્યકત્વ (ક્ષયોપશમ સમ્ય), ચાર ચારિત્ર અને દાનાદિક પાંચ લાયોપથમિક લબ્ધિ એ ૨૧ લબ્ધિઓ મિશ્રભાવવાળી એટલે ક્ષયોપશમભાવથી ઉત્પન્ન થનારી છે. ૨૬ ૮ી ટીછાર્થઃ સિTI ભાવ - આ (આગળ કહેવાતા) જ્ઞાનાદિ ભાવો એટલે જીવપર્યાયો મિશ્રભાવને એટલે સાયોપથમિકભાવને પામે છે એટલે કારણપણે આશ્રય કરે છે (એટલે Jain Education International For Pri39 Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496