________________
નિશ્ચયથી કહેલા છે. માટે એકેક સ્થાનવર્તી હોવાથી [એકેક ગતિભેટવાળા હોવાથી] એ ત્રણને ત્રણ જ ભાંગા ગણીએ તો એ વિવક્ષા પ્રમાણે આ સાન્નિપાતિકભાવ સ્થાનાન્તરે [બીજા ઘણા ગ્રંથોમાં] પંદર પ્રકારનો પણ કહ્યો છે, એમ જાણવું. જે કારણથી (બીજા ગ્રંથોમાં) કહ્યું છે કે - વિરુદ્ધ સન્નિવાડ઼િય, - Pયા તે પન્નરસ એ પ્રમાણે વિરોધરહિત અથવા પરસ્પર અવિરુધ્ધ એવા સાત્રિપાતિકભાવના એ પંદર ભાંગા જાણવા]. એ પ્રમાણે ઔદયિકાદિ પાંચ ભાવોના સંયોગ વડે સાધ્ય હોવાથી (ઉત્પન્ન થતા હોવાથી) અહીં એ સાન્નિપાતિકભાવને કાર્યાદિ દર્શન દ્વારા જુદો કહ્યો નથી (એટલે ઔદયિકાદિ ભાવનું જેમ ગતિ આદિ જીવપર્યાયો ઇત્યાદિ જુદું જુદું કાર્ય-ફળ દર્શાવ્યું છે તેમ સાત્રિપાતિકભાવનું જુદું કાર્ય-ફળ દર્શાવ્યું નથી.) હવે એ બાબતના વિશેષ વિસ્તારથી સર્યું. હવે જે ચાલુ વિષય છે તે કહેવાય છે [અર્થાત્ સાન્નિપાતિકભાવનું ભિન્ન કાર્ય નથી એમ દર્શાવવા માટે અહીં જે સર્વ વ્યાખ્યા કરી તે સર્વ પ્રાસંગિક વ્યાખ્યા થઈ, માટે હવે તે વ્યાખ્યા સમાપ્ત કરીને ભાવનો જ જે વિષય ચાલુ છે તેની વ્યાખ્યા ચાલશે.] તે આ પ્રમાણેઃ
૩વતર : પ્રથમ જીવોને છએ ભાવ સંભવે છે, એમ જે કહ્યું હતું (૨૬ પમી ગાથામાં ઈચ્છે નીવસમાસી એ પદથી કહ્યું હતું) તે (૨૬૬-૨૬૭-૨૬૮-૨૬૯ ગાથામાં) દર્શાવ્યું. હવે પરિણામુદ્રી ગીવા એમ જે (એ જ ૨૬ પમી ગાથામાં) કહ્યું હતું તે દર્શાવવાને માટે ગ્રન્થકર્તા આ ગાથા કહે છે :
धम्माऽधम्माऽऽगासा, कालोत्ति य पारिणामिओ भावो ।
खंधा देस पएसा, अणू य परिणाम उदए य ॥२७०॥ THથાર્થ: ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ એ ચાર અરૂપી અજીવો પારિણામિકભાવવાળા છે, અને સ્કંધ-દેશ-પ્રદેશ-પરમાણુ એ ચાર પ્રકારવાળો પુદ્ગલાસ્તિકાય જે રૂપી અજીવ છે તે પારિણામિકભાવવાળો પણ છે. અને ઔદયિકભાવવાળો પણ છે. /૨૭૦ણી
ટીકાW: ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એ ચાર
૧. શ્રી દેવેન્દ્રસૂરિકૃત ચોથા ષડશીતિ કર્મગ્રંથમાં પણ સાન્નિપાતિક પંદર ભંગ જીવોમાં પ્રાપ્ત કહ્યા છે, તેની મૂળ ગાથા આ પ્રમાણે –
चउ चउ गईसु मीसग - परिणामुदएहि चउसु खइएहिं । उवसमजुएहिं वा चउ, केवलिपरिणामुदयखइए ।।७०।। खयपरिणामे सिद्धा, नराण पण जोगुवसमसेढीए ।
इअ पनर सन्निवाइअ, भेआ वीसं असंभविणो ||७१।। અર્થ : ક્ષાયોપ. - પારિણા. - ઔદ. એ ચાર ગતિમાં હોવાથી ચાર કિયોગી ભાવ, તથા ક્ષાયિક સહિત ચતુઃસંયોગીભાવ ચાર ગતિમાં હોવાથી ચાર પ્રકારનો અથવા ક્ષાયિકને બદલે ઉપશમભાવ સહિત ચતુઃસંયોગીભાવ હોવાથી) ચાર પ્રકારનો છે. તથા પારિણામિક-ઔદયિક-સાયિક (એટલે ક્ષાયિક-ઔદયિક-પારિ.) એ ત્રિસંયોગીભાવ કેવલીને જ હોય માટે ૧ પ્રકારનો તથા ક્ષાયિક-પારિણામિક એ દ્વિસંયોગી ભાવમાં સિદ્ધ (હોવાથી એક પ્રકારનો) છે. અને પંચસંયોગી એક ભાવ તે ઉપશમશ્રેણિમાં મનુષ્યોને જ હોય છે. એ પ્રમાણે પંદર પ્રકારના સાન્નિપાતિકભાવ (સંભવિત) જાણવા, અને શેષ વીશ ભેદ અસંભવિત છે. //૭૦-૭૧
Jain Education International
For Priv.
ersonal Use Only
www.jainelibrary.org