Book Title: Jivsamasprakaran
Author(s): Shilchandrasuri
Publisher: Jain Granth Prakashan Samiti

Previous | Next

Page 474
________________ તથા ગાય દરિયા મvin TUT- ઉપર કહેલા વાયુકાયજીવોથી પણ ગાય - (કાયરહિત) અયોગી કેવલીઓ તથા સિદ્ધો એ બન્ને મળીને જ અનંતગુણા છે. તેથી પણ રિયા - હરિતકાય એટલે વનસ્પતિકાયજીવો સામાન્યથી અનન્તગુણા છે. કારણ કે મહાદંડકમાં એ પ્રમાણે જ કહ્યું છે માટે. આ અલ્પબદુત્વમાં સર્વત્ર યુક્તિઓ [કારણો] પોતાની મેળે જ વિચારવી. એ ૨૭૬મી ગાથાનો અર્થ સમાપ્ત. ૨૭૬II તિ નીવમેધ્વન્યવહુવમ્ // ગુણસ્થાનોમાં પરસ્પર અલ્પબહુ ત્વો નવતર: પૂર્વ ગાથાઓમાં જીવભેદરૂપ જીવસમાસોમાં અલ્પબહુવૈદ્વાર કહીને હવે ગુણસ્થાનરૂપ જીવસમાસોમાં [અર્થાત્ જીવગુણોમાં] કે જે આ ગ્રંથમાં ચાલુ મુખ્ય વિષયરૂપ છે તેમાં અલ્પબદુત્વ કહેવાય છે : उवसामगा य थोवा, खवगजिणा अप्पमत्त इयरे य । कमसो संखेजगुणा, देसविरय सासणा असंखगुणा ॥२७७॥ मिस्साऽसंखेज्जगुणा, अविरयसम्मा तओ असंखगुणा ।। सिध्धा य अणंतगुणा, तत्तो मिच्छा अणंतगुणा ॥२७८॥ થાર્થ: ઉપશામક [૮-૯-૧૦-૧૧ ગુણસ્થાનવાળા] જીવો સર્વથી થોડા છે, તેથી ક્ષા [૮-૯-૧૦-૧૨ ગુણસ્થાનવાળા] જીવો અનુક્રમે સંખ્યાતગુણા છે, તેથી અપ્રમત્તગુણ સ્થાનવાળા તથા ઇતર તે પ્રમત્ત ગુણસ્થાનવાળા જીવો અનુક્રમે સંખ્યાતગુણા છે. તેથી દેશવિરતિ ગુણસ્થાનવાળા અસંખ્યાતગુણા છે, અને તેથી સાસ્વાદન ગુણસ્થાનવાળા અસંખ્ય ગુણા છે. ૨૭ી તેથી મિશ્ર ગુણસ્થાનવાળા અસંખ્યાતગુણા છે, તેથી અવિરતસમ્યદૃષ્ટિ (ચોથા) ગુણસ્થાનવાળા અસંખ્યગુણા છે, તેથી સિદ્ધો (ગુણસ્થાનરહિત જીવો) અનંતગુણા છે, અને તેથી પણ મિથ્યાષ્ટિ ગુણસ્થાનવાળા જીવો અનંતગુણા છે. ||૨૭૮ી. ટીછાર્થ: અહીં ઉપલક્ષણ વ્યાખ્યાનથી, ઉવસામJI - ઉપશમક એ શબ્દના ગ્રહણથી મોહનીયકર્મનો ઉપશમ કરનારા (૮-૯-૧૦ ગુણસ્થાનવાળા) અને મોહને સર્વથા ઉપશાન્ત કરેલ (૧૧મા ગુણસ્થાનવાળા) એવા જીવો ગ્રહણ કરાય છે. તેમજ રવવા = ક્ષેપક એ શબ્દથી ગ્રહણ કરવાથી પણ મોહનીયનો ક્ષય કરનારા (૮-૯-૧૦ ગુણસ્થાનવાળા) અને સર્વથા મોહનો ક્ષય કરેલ એવા (૧૨માં ગુણસ્થાનવાળા) જીવ ગ્રહણ કરાય છે. તેથી (એ વ્યાખ્યાને ૧. કેવળ અયોગી કેવલીઓ સંખ્યાતા જ હોય છે, અને સિદ્ધ અનંત છે. માટે એ બે મળીને અનન્તગુણ કહ્યા. કેવળ સિદ્ધજીવો પણ અનંતગુણા છે. ૨. પ્રત્યેક વનસ્પતિ અને સાધારણ વનસ્પતિ એ બે ભેદની વિવક્ષા વિના સામાન્ય વનસ્પતિ અનંતગુણ છે, એમ કહ્યું તે પ્રત્યેક વનસ્પતિના નિષેધ માટે છે. વિશેષભેદ તો કેવળ પ્રત્યેક વનસ્પતિ અનંતમા ભાગની જ છે, અને કેવળ સાધારણ વનસ્પતિ અનંતગુણ છે. ૩. શાસ્ત્રમાં વિશેષતઃ ઉપશમક શબ્દનો અર્થ ઉપશમશ્રેણિગત ૮-૯-૧૦ ગુણસ્થાનવાળા, અને ક્ષેપક શબ્દનો અર્થ ક્ષપકશ્રેણિગત ૮-૯-૧૦ એ ત્રણ ગુણસ્થાનવાળા જ થાય છે, માટે અહીં ઉપશમકમાં ૧૧ માં ગુણસ્થાનવાળા અને ક્ષપકમાં ૧૨ મા ગુણસ્થાનવાળા અધિક ગ્રહણ કર્યા તે અધિકગ્રહણ ઉપલક્ષણથી જાણવું - એ તાત્પર્ય છે. Jain Education International ૪૫૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496