Book Title: Jivsamasprakaran
Author(s): Shilchandrasuri
Publisher: Jain Granth Prakashan Samiti

Previous | Next

Page 469
________________ પ્રકારની વિવક્ષા - અપેક્ષા વડે પુદ્ગલાસ્તિકાયને પણ ઔદયિકભાવ હોય તેમાં વિરોધ નથી. અહીં પ્રથમની વિવક્ષાની [“કર્મનો ઉદય અથવા કર્મના ઉદયથી નિષ્પન્ન થયેલ ભાવ તે ઔદયિક ભાવ” એ વિવક્ષાની] અપેક્ષા રાખેલી નથી, માટે એમાં કોઈ દોષ નથી. એ પ્રમાણે ૨૭૦મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૨૭૦માં તિ સામું માવઠુરમ્ ||. || ગીવાળીદ્રવ્યોમાં ૮મું નવદુત્વતાર | અવતર: એ પ્રમાણે જીવદ્રવ્યોમાં તથા અજીવદ્રવ્યોમાં યથાયોગ્ય છએ ભાવ દર્શાવ્યા, અને તે દર્શાવવાથી ૭મું ભાવ દ્વારા પણ સમાપ્ત થયું. હવે સંતાપરૂવાય Öામાં જ ઈત્યાદિ નિર્દેશવાળી [નવ અનુયોગદ્વાર દર્શાવનારી] ગાથામાં કહેલું (એ દ્વારોમાં વર્ણનમાં અનુક્રમે પ્રાપ્ત થયેલું) ૮મું નવદુત્વ નામનું દ્વાર જીવાજીવદ્રવ્યોમાં દર્શાવવાની ઈચ્છાએ ગ્રન્થકર્તા આ ગાથા કહે છે : थोवा नरा नरेहि य, असंखगुणिया हवंति नेरइया । तत्तो सुरा सुरेहि य, सिद्धाणंता तओ तिरिया ॥२७१।। Tથાર્થ સર્વથી થોડા મનુષ્યો છે, તે મનુષ્યોથી અસંખ્યાતગુણા નારક જીવો છે. તે નારકોથી અસંખ્યાતગુણા સુર-દેવો છે, અને દેવોથી અનંત (અનંતગુણા) સિદ્ધ છે, તે સિદ્ધોથી પણ અનંત (અનન્તગુણા) તિર્યંચો છે. /૨૭૧ી. ટીઘાર્થ: (મનુષ્ય સિવાયની) શેષ ત્રણ ગતિના જીવોની અપેક્ષાએ મનુષ્યગતિમાં વર્તનારા મનુષ્યો તો સર્વથી થોડા છે; કારણ કે તેઓ માત્ર અઢી દ્વીપમાં જ રહેલા છે. માટે તે મનુષ્યોથી અસંખ્યાતગુણા નારકો છે; કારણ કે નારકો રત્નપ્રભાદિ સાત પૃથ્વીઓમાં રહેલા છે, અને એકેક પૃથ્વીમાં પણ અસંખ્યાત અસંખ્યાત નારકો છે. તથા તે નારકોથી વળી અસંખ્યાતગુણા સર્વે દેવો છે; કારણ કે દેવો ભવનપતિનિકાયમાં, વ્યત્તરનિકામાં, જ્યોતિષીનિકાયમાં, બાર દેવલોકમાં, નવ રૈવેયકોમાં, અને પાંચ અનુત્તર વિમાનોમાં પણ રહેલા છે માટે. તથા મહા દંડકમાં પણ તેમજ કહેલું છે (અસંખ્યાત જ કહેલા છે) [માટે દેવો નારકોથી પણ અસંખ્યગુણા છે]. વળી તે સર્વ દેવોથી સિદ્ધો અનંતગુણા છે, કારણ કે કાળ અનન્ત છે, અને (ઉત્કૃષ્ટથી) છ માસને અને કોઈ ને કોઈ જીવ અવશ્ય સિદ્ધિગતિમાં જાય છે, અને ત્યાંથી પુનઃ સંસારમાં આવવાનો અભાવ છે. પુનઃ તે સર્વ સિદ્ધોથી પણ તિર્યંચો અનન્ત ગુણા છે; કારણ કે અનન્ત કાળ વ્યતીત થયે પણ એક નિગોદના અનન્ત'મા ભાગ જેટલો જ જીવરાશિ સિદ્ધ થયેલો હોય છે; અને તિર્યંચગતિમાં તેવી અસંખ્યાતી નિગોદ છે, અને દરેક ૧. શ્રી પ્રજ્ઞાપનાજી ઉપાંગમાં ૯૯ બોલનું [જીવભેદનું જે મહા અલ્પબહુત કહ્યું છે, તે મહાદંડક એટલે મહાલ્પબદુત્વ નામનો દંડક. દંડક એટલે ક્રમવર્તી જીવભેદવાળો સૂત્રપાઠ. ૨. એ સંબંધમાં जइयाइ होइ पुच्छा, जिणाण मगंमि उत्तरं तइया । इक्किक्कस्स निगोअस्सऽणंतभागो उ सिद्धिगओ ।।१।। એ ગાથા સિદ્ધાન્તમાં પ્રસિદ્ધ છે. અર્થાત્ શ્રીજિનેશ્વરને જ્યારે પૂછીએ ત્યારે એ જ ઉત્તર મળે કે એકેક નિગોદનો અનંતમો ભાગ સિદ્ધ થયેલો છે. Jain Education International For Private XXesonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496