Book Title: Jivsamasprakaran
Author(s): Shilchandrasuri
Publisher: Jain Granth Prakashan Samiti

Previous | Next

Page 468
________________ પારિણામિકભાવે છે, અર્થાત્ એ ચારે દ્રવ્યો અનાદિ પારિણામિકભાવે વર્તે છે. કારણ કે જીવ-પુગલોને અનાદિ કાળથી ગતિસહાયકતા, સ્થિતિસહાયકતા, અવગાહદાનરૂપ પરિણામ વડે (સ્વભાવ વડે) પરિણત હોવાથી તથા સમય- આવલિકા ઇત્યાદિ પરિણામ વડે પરિણત હોવાથી [એ ચારે દ્રવ્ય અનાદિ પારિણામિકભાવમાં છે]. તથા ધ તે બે પરમાણુના ડંઘથી પ્રારંભીને યાવતુ અનન્ત પરમાણુના બનેલા સ્કંધ સુધીનાં યુગલો. ઢેશ એટલે એ સ્કંધોના જ સ્થૂલ અવયવો. અને પ્રદેશ તે એ કંધોના જ અતિ ઘણા સૂક્ષ્મ અવયવો એટલે (પ્રતિબદ્ધ) પરમાણુઓ. અને કપૂ એટલે એકાકી - છૂટા પરમાણુઓ. એ પ્રમાણે ચારે' પ્રકારનો પુદ્ગલાસ્તિકાય પરિણામિકભાવમાં તથા ઔદયિક ભાવમાં વર્તે છે. કારણ કે બે આદિ પરમાણુઓથી બનેલા દૂચૅણુકાદિ સ્કંધો સાદિ કાળથી પોતપોતાના સ્વરૂપે પરિણમે છે. માટે એ સ્કંધાદિ પુદ્ગલો સાઢિપારિજામિભાવમાં ગણવા,] અને મેરુપર્વત આદિ સ્કંધો અનાદિ કાળથી તે તે સ્વરૂપે (પોતપોતાના સ્વરૂપે) પરિણમેલા હોવાથી નાકપારિામિ નામના] પારિણામિકભાવમાં ગણાય છે. પ્રશ્ન: એ પ્રમાણે પુગલાસ્તિકાયમાં [દ્ધિપ્રદેશી આદિ સ્કંધોની] સાદિ પારિણામિકભાવે તથા મેિરુપર્વત આદિ સ્કંધોની] અનાદિ પરિણામિકભાવે વૃત્તિ-વર્તના ભલે હો, પરન્તુ એ પુદ્ગલાસ્તિકાય ઔદયિકભાવમાં કેવી રીતે વર્તે? કારણ કે કર્મોનો વિપાકરૂપે અનુભવ તે ઉદય કહેવાય, તે જ વિપાકરૂપ ઉદય અથવા તો તેવા ઉદયથી નિષ્પન્ન થયેલો જીવપર્યાય તે ડીયિ ભાવ કહેવાય, એ પ્રમાણે પ્રથમ કહેલું છે, અને એવા પ્રકારનો ઔદયિકભાવ સામાન્યપણે પગલાસ્તિકાયમાં સંભવતો નથી. [માટે ચારે પ્રકાર આશ્રય ઔદયિકભાવ પુદ્ગલોમાં કેમ ઘટે?]. ઉત્તર: એ વાત સત્ય છે. પરન્તુ વર્ણ-ગંધ-રસ આદિકનો તો પુદ્ગલાસ્તિકાયમાં પણ ઉદય ગણાય છે. તે કારણથી વર્ણાદિકનો ઉદય (રક્તવર્ણાદિક પોતે જ) ઉદયભાવ અથવા તેના વડે નિષ્પન્ન થયેલ [વર્ણાદિકના ઉદયથી બનેલો રક્ત ઘટ ઇત્યાદિ પર્યાય પણ ઉદયભાવ, એવા ૧. અહીં સ્થૂલ અવયવો તે પણ જઘન્યથી ક્રિપ્રદેશ અને ઉત્કૃષ્ટથી અનન્તપ્રદેશી જાણવા. અને તેમાં ત્રિપ્રદેશી ઢંધથી પ્રારંભીને ટ્રેશરૂપ અવયવો હોય. દ્વિપ્રદેશી ઢંધમાં તો પ્રદ્શરૂપ અવયવ હોય, પરંતુ દેશરૂપ નહિ. ૨. અહીં “ચારે પ્રકારનો' એ પદ પુદ્ગલાસ્તિકાયના સ્વરૂપદર્શક વિશેષણ તરીકે જ જાણવું, પરન્તુ એ ચારે પ્રકાશે પરિણામિક તથા ઔદયિકભાવમાં છે એમ સૂચવવા માટે નહિ, કારણ કે પારિ. તથા ઔદયિક એ બે ભાવ તો શરીરપણે પરિણમેલા ઔદારિકાદિ પાંચ શરીર ઢંધોમાં છે, શેષ પુદ્ગલભેદોમાં પ્રાયઃ પારિણામિકભાવ એક જ સંભવે. પુનઃ વર્ણાદિ પર્યાયની અપેક્ષાએ ચારે પ્રકારમાં પણ ઉદયભાવ વૃત્તિકર્તા પોતે જ પ્રશ્નોત્તરના સ્વરૂપમાં કહેશે. ૩. અહીં “સાદિ કાળથી' કહેવાનું કારણ એ છે કે – કોઈ પણ વિવલિત એક સ્કંધ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ સુધી તસ્વરૂપે એટલે તે સ્કંધપણે રહીને અવશ્ય અન્ય સ્કંધપણે પરિણમે છે. અથવા તો સર્વથા છૂટો થઈ પરમાણુઓ રૂપે થાય છે માટે, ૪. “મેરુપર્વત આદિ'માં આદિ શબ્દથી બીજા પણ શાશ્વત પર્વતો, પૃથ્વી, જળાશયો, વિમાનો વિગેરે સર્વે શાશ્વત મુગલસ્કંધો ગ્રહણ કરવા. વળી એ સ્કંધોમાં પણ પ્રતિસમય પુદ્ગલોની હાનિ - વૃદ્ધિ તથા મળવું - વિખરવું થયા જ કરે છે, તો પણ દેખાવમાં સદાકાળ તેવા ને એવા જ સ્કંધો બન્યા રહે છે માટે અનાદિ પારિણામિક કહેવાય છે, નિહિતર વિવક્ષિત પુદ્ગલોની અપેક્ષાએ તે સાદિ પારિણામિક જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496