________________
નિગોદમાં સર્વ સિદ્ધથી અનંતગુણ અનંતગુણ જીવસમૂહ રહેલો છે માટે [સર્વ સિદ્ધોથી તિર્યંચો અનંતગુણા કહ્યા છે]. એ ૨૭૧મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૨૭ના તિ વતુર્માતિ મેઢે जीवाल्पबहुत्वम् ||
અવતરણઃ હવે તિર્યંચાદિ ગતિમાં વર્તતી સ્ત્રીઓનું તથા તે પ્રસંગથી બીજા પણ નારકાદિ જીવોનું અલ્પબદુત્વ આ ગાથામાં કહેવાય છે :
थोवा य मणुस्सीओ, नर नरय तिरिक्खिओ असंखगुणा ।
सुरदेवी संखगुणा, सिद्धा तिरिया अणंतगुणा ॥२७२॥ Tથાર્થ સર્વથી થોડી મનુષ્ય સ્ત્રીઓ છે, તેથી મનુષ્યો અસંખ્યગુણા છે, તેથી નારકો અસંખ્યગુણા છે, તેથી તિર્યંચ સ્ત્રીઓ અસંખ્યગુણી છે, તેથી દેવીઓ સંખ્યાતગુણી છે, તેથી સિદ્ધો અનંતગુણ છે, અને તેથી તિર્યંચો અનંતગુણા છે. ર૭રી
રીક્ષાર્થ: પૂર્વે કહેલી યુક્તિથી જ મનુષ્યો માત્ર અઢી દ્વિીપમાં જ રહેલા છે એ યુક્તિથી જ] પ્રથમ સર્વથી થોડી મનુષ્ય-સ્ત્રીઓ છે, અને નર એટલે મનુષ્યો તેથી અસંખ્યગુણા છે. અહીં ગાથામાં કહેલ સંવITI પદનો સંબંધ સર્વ સ્થાને જોડવો.
પ્રશ્નઃ સ્થાનાન્તરે (બીજા ઘણા ગ્રન્થોમાં) તો મનુષ્ય પુરુષોથી મનુષ્ય-સ્ત્રીઓ જ સત્તાવીસ ગુણી અને સત્તાવીસ અધિક કહી છે, જે કારણથી ત્યાં કહ્યું છે કે –
તિર્યંચોની સ્ત્રીઓ તિર્યંચ પુરુષોથી ત્રણગુણી અને ત્રણ અધિક જાણવી, અને મનુષ્યોની સ્ત્રીઓ મનુષ્ય પુરુષોથી નિશ્ચય સત્તાવીસગુણી અને સત્તાવીસ અધિક જાણવી ૧ાા તથા દેવોની સ્ત્રીઓ (દેવીઓ) દવોથી બત્રીસગુણી ઉપરાંત બત્રીસ અધિક રાગ-દ્વેષને જીતેલા એવા શ્રી જિનેશ્વરોએ કહી છે. [એ પ્રમાણે સર્વત્ર પુરુષોથી સ્ત્રીઓની અધિકતા દર્શાવી.] //રા'
એ પ્રમાણે કહ્યું છે તો મનુષ્ય સ્ત્રીઓથી મનુષ્યો (પુરુષો) અસંખ્યગુણા કેવી રીતે?
ઉત્તર: એ વાત સત્ય છે. પરન્તુ ગર્ભજ મનુષ્ય-પુરુષોની અપેક્ષાએ સ્ત્રીઓ ગ્રન્થાન્તરોમાં ઘણી કહી છે. અને અહીં તો સમૂર્છાિમ મનુષ્યોની અપેક્ષાએ સ્ત્રીઓથી પુરુષો અસંખ્યગુણા કહ્યા છે, કારણ કે સમૂર્ણિમ મનુષ્યો અસંખ્યાત છે, અને મનુષ્ય-સ્ત્રીઓ સંખ્યાત જ છે, માટે એમાં કોઈ દોષ નથી.
તથા એ કહેલી યુક્તિથી જ (એટલે ર૭૧મી ગાથામાં કહેલી યુક્તિથી જ) મનુષ્યોથી પણ અસંખ્યગુણા નારક જીવો છે. અને તે નારકોથી પણ તિર્યંચ સ્ત્રીઓ અસંખ્યાતગુણી છે. જો કે મહાદંડકમાં નારકોથી અસંખ્યાતગુણા તિર્યંચ પુરુષો કહ્યા છે, અને તેની (તિર્યંચની) સ્ત્રીઓ તિર્યંચ પુરુષોથી ત્રણગુણી અને ત્રણ અધિક કહી છે. તો નારકોની અપેક્ષાએ તિર્યંચ સ્ત્રીઓ અસંખ્યાતગુણી કહી તે યુક્ત જ છે. એ પ્રમાણે મનુષ્ય પુરુષાદિથી પ્રારંભીને તિર્યંચ સ્ત્રી સુધીનું અલ્પબદુત્વ કહ્યું]. ૧. સમૂર્છાિમ મનુષ્યો બીજી પૃથ્વીના નારકથી અસંખ્યગુણા, અને ઈશાનદેવોથી અસંખ્યાતમા ભાગ જેટલા છે. ૨. મનુષ્યમાં જ એ વિવક્ષા કરી, પણ તિર્યંચોમાં કરી નથી તે ઉચિત છે. અન્યથા બહુ ભેદ થાત.
Jain Education International
For Privareersonal Use Only
www.jainelibrary.org