Book Title: Jivsamasprakaran
Author(s): Shilchandrasuri
Publisher: Jain Granth Prakashan Samiti

Previous | Next

Page 466
________________ હોય, જ્ઞાનાદિક ક્ષાયોપશમિકભાવનાં હોય, અને જીવત્વ પારિણામિકભાવનું હોય, એ પ્રમાણે એ ત્રણ ભાવ સર્વ ગતિઓના જીવોને હોય છે. શેષ ત્રિસંયોગી આઠ ભાંગા પ્રરૂપણામાત્ર છે, કારણ કે કોઈ પણ જીવમાં સંભવતા નથી માટે. તથા ચતુઃસંયોગી પાંચ ભાવમાં ‘ઔયિક - ઉપશમ – ક્ષયોપશમ – પારિણામિક' એ ચાર ભાવથી બનેલો ત્રીજો ભાંગો ચારે ગતિના જીવોમાં સંભવે છે, તેમાં ત્રણ ભાવની પ્રાપ્તિનો વિચાર તો પ્રથમ (ત્રિકસંયોગી ભાંગામાં) કહ્યા પ્રમાણે જાણવો, અને ચોથો ઉપશમભાવ તો જે જીવો અનાદિકાળમાં પ્રથમ સમ્યક્ત્વ પામ્યા હોય ઇત્યાદિ` વખતે જાણવો. વળી એ પ્રમાણે ‘ઔદયિક, સાયિક, ક્ષાયોપશમિક, પારિણામિક’ એ ચાર ભાવનો બનેલો ચોથો ભાંગો પણ સર્વ ગતિના જીવોને (ચારે ગતિમાં) પ્રાપ્ત થાય છે. તેમાં પણ ત્રણ ભાવની પ્રાપ્તિ તો પ્રથમ (ત્રિસંયોગીમાં) કહ્યા પ્રમાણે જાણવી. અને ક્ષાયિકભાવમાં ક્ષાયિક સમ્યક્ત્વ જાણવું. શેષ ચતુઃસંયોગી ત્રણ ભાંગા પ્રરૂપણામાત્ર છે (કા૨ણ કે કોઈ પણ જીવમાં પ્રાપ્ત થતા નથી માટે). તથા એક જે પંચસંયોગી ભાંગો તે જે જીવ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ થઈને ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરે છે, તે જીવને હોય છે; પરન્તુ બીજાજીવને હોય નહિ. કારણ કે પાંચે ભેગા ભાવનો સંયોગ (અર્થાત્ એક જીવને સમકાળે પાંચે ભાવની પ્રાપ્તિ)તો તેવા જીવને જ હોય છે માટે. [એમાં (૧૧ મા ગુણસ્થાનનું) ઉપશમ ચારિત્ર ઉપશમભાવનું ગણાય, ક્ષાયિકસમ્યક્ત્વ ક્ષાયિકભાવમાં ગણાય, જ્ઞાનાદિક ક્ષયોપશમભાવમાં, ગતિ આદિક ઔદિયકભાવમાં અને જીવત્વ પારિણામિકભાવમાં ગણાવાથી એ પાંચે ભાવનો સમકાળે સંયોગ ક્ષાયિક સમ્યક્ત્વ સહિત ઉપશમ ચારિત્રવંત જીવને ઉપશમશ્રેણિમાં જ હોય]. એ પ્રમાણે એક દ્વિસંયોગી ભાંગો, બે ત્રિસંયોગી ભાંગા, બે ચતુઃસંયોગી ભાંગા અને એક પંચસંયોગી ભાંગો એ રીતે એ છે ભાંગા અહીં સંભવિત ભાંગા તરીકે ગણાવ્યા. શેષ વીશ ભાંગા તો સંયોગથી ઉત્પન્ન થતી ગણતરી માત્રથી પ્રરૂપણામાત્ર જ કહ્યા, એમ સિદ્ધ થયું (એ ૨૬ સાન્નિપાતિક ભાંગા જાણવા). [એ જ સંભવતા છ સાન્નિપાતિક ભાંગા ગતિના ભેદથી પંદર પ્રકારના પણ ગણાય છે. તે આ પ્રમાણે -] સંભવતા છ સન્નિપાત ભાંગાઓમાંથી ત્રિસંયોગી એક ભાંગો અને ચતુઃસંયોગી બે ભાંગા એ ત્રણ ભાંગામાંનો દરેક ભાંગો ચારે ગતિના જીવોમાં પ્રાપ્ત થાય છે, એમ પ્રથમ નિર્ણય કહેલો છે. તે કારણથી ચાર ચાર ગતિના ભેદથી તે ત્રણને નિશ્ચયથી બાર ભાંગા ગણીએ, અને બાકી રહેલા ૧ દ્વિસંયોગી, ૧ ત્રિસંયોગી અને ૧ પંચસંયોગી એ ત્રણ ભાંગા અનુક્રમે સિદ્ધને, કેવલી ભગવંતને [અર્થાત્ ભવસ્થ કેવલીને] અને ઉપશાન્તમોહીને ૧. અહીં આદિ શબ્દથી ઉપશમશ્રેણિથી પતિત થઈને ઉપશમ સમ્યક્ત્વમાં વર્તતા મનુષ્ય આશ્રય જાણવો. ૨. આ ગ્રંથને અનુસારે ઔયિક - ક્ષાયોપશમિક - પારિણામિક એ છઠ્ઠો ત્રિસંયોગી અને ગ્રન્થાન્તરોને અનુસારે ક્ષાયોપ. - ઔદયિક, - પારિણામિક એ દશમો ત્રિસંયોગી ભંગ, તથા આ ગ્રંથને અનુસારે ઔદ. - ઉપ. - ક્ષાયોપ. - પારિ. એ ત્રીજો ચતુઃસંયોગી ભંગ અને ઔદ. - ક્ષા. - ક્ષાયોપ. - પારિણા. એ ચોથો ચતુઃ સંયોગી ભંગ. પરન્તુ ગ્રંથાન્તરોને અનુસારે ઉપ. – ક્ષાયોપ. - ઔદ.- પારિણામિક એ ચોથો ચતુઃસંયોગી, અને ક્ષા. – ક્ષાયોપ. - ઔદ.પારિ. એ પાંચમો ચતુઃસંયોગી ભંગ જાણવો. ભાવોના ક્રમને અંગે એ ફેરફાર છે, પરન્તુ વસ્તુતઃ બન્ને પ્રકારના ભાંગા સરખા જ છે. Jain Education International ૪૪૫ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496