________________
૨૬૯મી ગાથાનો અર્થ સમાપ્ત. ર૬લા.
(ચાલુ પદ્ધતિ પ્રમાણે ગાથાર્થ સમાપ્ત થયા બાદ અવતરણ આવે છે તે આગળની કહેવાતી ગાથા સાથે જોડાય છે, એ આ ભાષાન્તરમાં પદ્ધતિ સર્વત્ર આવી ગઈ છે. પરન્તુ અહીં વૃત્તિ ઘણી મોટી હોવાથી એ સર્વ અર્થ આગળની ગાથામાં અવતરણસ્વરૂપે નહિ લખતાં આ ગાથાર્થના પર્યન્ત જ લખાય છે. તે આ પ્રમાણે-).
પ્રશ્ન: મોહનીયાદિકર્મથી ઉત્પન્ન થયેલા છે, ઇત્યાદિ કથનરૂપે તેમજ તેનું કાર્ય કેવળજ્ઞાનાદિ લબ્ધિઓ દર્શાવવા દ્વારા અહીં ઔદયિકાદિ પાંચ ભાવોનું સ્વરૂપ કહયું. અને છઠ્ઠો સાઝિપાતિક ભાવ કે જે પ્રથમ જીવોમાં પ્રાપ્ત થવાયોગ્ય કહ્યો છે, તે ભાવને તો અહીં કાર્યાદિ દર્શન દ્વારા (એ સાન્નિપાતિકભાવથી જીવોમાં કયા કયા પર્યાય ઉત્પન્ન થાય છે તે ઇત્યાદિ સ્વરૂપે) કહ્યો જ નથી ! [તો તેનું કારણ શું? અર્થાત્ તે સાત્તિપાતિકભાવનું કાર્ય શું? તે કહો.
ઉત્તર: એ વાત સત્ય છે (કે સાન્નિપાતિક ભાવથી ઉત્પન્ન થતા પર્યાયોને ઔદયિકાદિ ભાવવત્ કહ્યા નથી). પરન્તુ જો એ સાત્રિપાતિકભાવ ઔદયિક આદિ પાંચ ભાવોની પેઠે જુદો જ છઠ્ઠો ભાવ હોત ત્યારે તો તેથી ઉત્પન્ન થતું કાર્ય વિગેરે જુદું દર્શાવત, પરન્તુ તેમ નથી (એટલે તે સાન્નિપાતિકભાવ પાંચ ભાવથી સર્વથા ભિન્ન નથી), પરન્તુ એ ભાવને તો સિદ્ધાન્તોમાં ઔદયિક આદિ પાંચ ભાવોમાંથી બે ભાવનો, ત્રણ ભાવનો, ચાર ભાવનો અથવા પાંચ ભાવનો ભેગો યોગ તે જ સાન્નિપાતિકભાવ કહ્યો છે. તે આ પ્રમાણે – [હવે એ સંયોગો દર્શાવાય છે –]
ઔદયિકાદિ પાંચ ભાવના દ્વિસંયોગી યોગ (ભેદ) ૧૦ થાય છે. તેમજ ત્રિસંયોગી યોગ પણ દશ થાય છે. ચતુઃસંયોગી યોગ પાંચ થાય છે. અને પંચસંયોગી યોગ એક જ થાય છે. એ પ્રમાણે પ્રરૂપણામાત્રાથી છવ્વીસ ભાંગાનો બનેલો સાન્નિપાતિકભાવ છે. પરંતુ વાસ્તવિક રીતે તો જીવોમાં એ છવ્વીસમાંના છ ભાંગા જ પ્રાપ્ત થાય છે, અને શેષ વીશ ભાંગા તો પ્રરૂપણા માત્ર જ છે. પરન્તુ કોઈપણ જીવમાં સંભવતા નથી. હવે એ છ ભાંગાની પ્રાપ્તિ જીવોમાં દર્શાવાય છે-].
ત્યાં દ્વિસંયોગી દશ ભાંગામાં ‘ક્ષાયિક – પારિણામિક એ બે ભાવનો બનેલો જે નવમો ભાંગો તે સિદ્ધને પ્રાપ્ત થાય છે; કારણ કે સિદ્ધોમાં સમ્યક્ત્વાદિ (સમ્યકત્વ-જ્ઞાન – દર્શન - ચારિત્ર-વીર્ય આદિ) ક્ષાયિકભાવે છે, અને જીવત્વ પારિણામિકભાવનું છે. બાકીના નવ દ્વિસંયોગી ભાંગા તો પ્રરૂપણામાત્ર જ છે. બીજા (સિદ્ધ સિવાયના) સંસારી જીવોને તો નિશ્ચયથી ગતિ આદિ ઔદયિકભાવની છે, જ્ઞાનાદિક ક્ષાયોપથમિકભાવનું છે, અને જીવત્વ પરિણામિકભાવનું છે, ઈત્યાદિ રીતે (સંસારી જીવોને તો) જઘન્યથી પણ ત્રણ ભાવની પ્રાપ્તિ છે, તેથી તેઓમાં (સંસારી જીવોમાં) બ્રિકસંયોગી એક પણ ભાવનો સદ્ભાવ કેવી રીતે હોય? એ તાત્પર્ય છે. ૧. છવ્વીસ ભાંગા પાંચ ભાવના દ્વિકાદિ સંયોગથી કેવી રીતે થાય છે તે ચાલુ વર્ણન પ્રસંગે જ પ્રથમ ટિપ્પણીમાં સર્વે ભાંગા જુદા જુદા સ્પષ્ટ દર્શાવ્યા છે.
Jain Education International
For PrivX 3ersonal Use Only
www.jainelibrary.org