Book Title: Jivsamasprakaran
Author(s): Shilchandrasuri
Publisher: Jain Granth Prakashan Samiti

Previous | Next

Page 460
________________ હોવાથી) તે લેશ્યાપરિણામો પણ (કષાયોદયમાં નિમિત્તની અપેક્ષાએ) કષાયસ્વરૂપ જ ગણાય છે; કારણ કે કષાયોદયમાં અન્તર્ગતપણે વર્તતા હોવાથી. વળી તે લેશ્યાપરિણામો કૃષ્ણાદિભેદો વડે ભેદવાળા તથા (તે એકેક ભેદમાં પણ) તરતમતાના ભેદે કરીને વિચિત્ર (ઘણા) ભેદવાળા થાય છે, તે તો કેવળ યોગાન્તર્ગત દ્રવ્ય જે સહકારી કારણ છે તે કારણના ભેદોથી તથા તે કારણની વિચિત્રતાથી જ (લેશ્યાપરિણામો પણ ભેદવાળા અને વિચિત્ર) છે. તે કારણથી શ્રી કર્મપ્રકૃતિ પ્રકરણના કર્તા ભગવાન્ શ્રી શિવશર્મસૂરિએ (પોતાના બનાવેલા) શતક નામના ગ્રંથમાં ‘ડ્ઝિનુમામાં હસાવો ઝુÜર્ (જીવ કર્મની સ્થિતિ અને કર્મનો અનુભાગ - રસ જે કરે છે તે કષાયનિમિત્તથી કરે છે).' એમ જે કહ્યું છે, તે પણ સમીચીન-ઘટતું જ છે. કારણ કે - કૃષ્ણાદિ લેશ્યાના પરિણામો પણ કષાયોદયમાં અન્તર્ગત હોવાથી કષાયસ્વરૂપ જ ગણાય. વળી તે કારણથી કેટલાક આચાર્યો જે એમ કહે છે કે - ‘લેશ્યાઓ યોગપરિણામરૂપ હોવાથી નો ડિપÄ, વિજ્ઞશુભાાં સાયલો ડ્રુફ (યોગથી પ્રકૃતિબંધ તથા પ્રદેશબંધ, અને કષાયથી સ્થિતિબંધ અને રસબંધ કરે છે, એ વચનથી લેશ્યાપરિણામો પ્રકૃતિબંધ અને પ્રદેશબંધમાં જ હેતુ હોઈ શકે, પરન્તુ કર્મની સ્થિતિમાં હેતુભૂત ન હોઈ શકે)' એ કથન પણ યોગ્ય નથી; કારણ કે પૂર્વે કહેલો ભાવાર્થ જાણવામાં આવ્યો નથી માટે. વળી બીજી વાત એ છે કે – લેશ્યાઓ કર્મની સ્થિતિમાં હેતુભૂત નથી, પરન્તુ કર્મની સ્થિતિમાં કષાયો હેતુભૂત છે. અને લેશ્યાઓ તો કષાયોદયમાં અન્તર્ગત વર્તતી છતી કર્મના રસમાં હેતુભૂત છે. એ કારણથી જ સ્થિતિપાવિશેષસ્તસ્ય, મતિ જ્ઞેયાવિશેષેળ (તે કર્મનો સ્થિતિપાકવિશેષ લેાવિશેષ વડે થાય છે), એ વચનમાં પાર્જ શબ્દનું ગ્રહણ અનુભાગના ગ્રહણ માટે, (જેથી સ્થિતિપાક કહેવાથી અનુભાગ ગ્રહણ કરવું, પણ કેવળ સ્થિતિનું નહિ; જો કેવળ સ્થિતિનું ગ્રહણ કરવું હોત તો સ્થિતિપાક શબ્દને બદલે સ્થિતિ શબ્દ જ કહેવો ઘટિત હોય). વળી એ વાતને શ્રીકર્મપ્રકૃતિ ટીકા વિગેરેમાં અતિદૃઢ પણ કરી છે. માટે તેઓને (લેશ્યા એ યોગપરિણામરૂપ હોવાથી કર્મના પ્રકૃતિબંધ અને પ્રદેશબંધમાં હેતુભૂત છે એમ કહેનારાઓને) સિદ્ધાન્તનું જ્ઞાન પણ સમ્યક્ રીતે નથી. વળી જે એમ કહ્યું કે – ‘લેશ્યા એ કર્મનો નિષ્યન્દ છે, અને નિષ્યરૂપ હોવાથી જ જ્યાં સુધી કષાયોદય ત્યાં સુધી નિષ્પન્દનો પણ સદ્ભાવ હોવાથી કર્મની સ્થિતિમાં પણ હેતુરૂપ (લેશ્યાઓ) હોય તે ઘટિત વાત છે ઇત્યાદિ', એ કહેવું પણ અશ્લીલ (ગ્રામ્ય વચન-સમજ વિનાનું) વચન છે. કારણ કે લેશ્યાઓ અનુભાગબંધમાં હેતુ હોવાથી સ્થિતિબંધનો હેતુ ન ઘટી શકે. વળી બીજી વાત એ છે કે - કર્મનો નિષ્યન્દ તે શું કર્મનો કલ્ક (અસાર ભાગ સરખો) જાણવો ? કે કર્મનો સાર જાણવો ? (એ બે વિકલ્પમાંથી પ્રથમ ‘કર્મનો કલ્ક’ તો ઘટતો નથી, કા૨ણ કે) કલ્ક તો અસાર હોવાથી તેના વડે ઉત્કૃષ્ટ રસ બંધાય નહિ; જેથી ઉત્કૃષ્ટાનુભાગબંધના હેતુપણે અનુપપત્તિનો પ્રસંગ આવે છે. કારણ કે કલ્ક એ અસાર હોય છે, અને જે અસાર હોય તે ઉત્કૃષ્ટાનુભાગબંધમાં હેતુ કેવી રીતે હોઈ શકે અને લેશ્યાઓ તો ઉત્કૃષ્ટાનુભાગબંધમાં પણ હેતુભૂત છે જ. હવે જો લેશ્યાઓ કર્મનો કલ્ક નહિ પણ કર્મનો સાર છે એ પક્ષ અંગીકાર કરો તો તે કયા કર્મનો સાર છે ? એમ કહેવા યોગ્ય (પૂછવા યોગ્ય) છે. જો કહો કે યથાસંભવ આઠે કર્મનો સાર છે તો કહીએ છીએ કે - શાસ્ત્રમાં આઠે કર્મના વિપાક વર્ણવ્યા છે તેમાં લેશ્યારૂપ વિપાક તો કોઈપણ કર્મનો વર્ણવ્યો દર્શાવ્યો નથી; તો ‘લેશ્યાઓ આઠ કર્મનો સાર છે' એ તમારો પક્ષ અમે કેવી રીતે અંગીકાર કરીએ ? તે કારણથી પૂર્વે કહેલો પક્ષ જ (‘લેશ્યાઓ યોગાન્તર્ગત દ્રવ્યરૂપ છે' એ પક્ષ જ) અતિ શ્રેયસ્કર છે, માટે અંગીકાર કરવા યોગ્ય છે. કારણ કે શ્રી હરિભદ્રસૂરિ વિગેરેએ પણ તે તે સ્થાને (લેશ્યાસ્વરૂપના પ્રસંગવાળા સ્થાને) એ જ પક્ષ અંગીકાર કરેલો છે. એ શ્રી પ્રજ્ઞાપનાજીની વૃત્તિનો અક્ષરાર્થ દર્શાવ્યો, જેમાં લેશ્યાઓને યોગાન્તર્ગત દ્રવ્યસ્વરૂપે ગણી છે, અને એ બાબતનું જ વિશેષ સમર્થન કરેલું છે. વળી લેશ્યાના સંબંધમાં શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની શિષ્યહિતા નામની વ્યાખ્યાના કર્રા વાદિવેતાલ શ્રી શાંતિસૂરિએ શ્રી ભદ્રબાહુસ્વામીકૃત નિયુક્તિની વૃત્તિમાં જે ભાવાર્થ કહ્યો છે, તે નિર્યુક્તિ તથા વૃત્તિનો અક્ષરાર્થ - - ॥ લેશ્યા સંબંધી શિષ્યહિતા વૃત્તનો અભિપ્રાય ॥ લેશ્યાના ચાર નિક્ષેપમાં ત્રીજા દ્રવ્યનિક્ષેપના તતિરિક્ત ભેદમાં તતિરિક્ત દ્રવ્યલેશ્યા બે પ્રકારની કર્મદ્રવ્યલેશ્યા અને નોકર્યદ્રવ્યલેશ્યાના ભેદથી કહી છે. તે સંબંધી શ્રી ભદ્રબાહુકૃત નિર્યુક્તિની ગાથાઓ આ પ્રમાણે - Jain Education International ૪૩૯ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496