________________
તથા ૩ વારિત્ત સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય ચારિત્ર, પરિહારવિશુદ્ધિ ચારિત્ર અને સૂક્ષ્મસંપરા ચારિત્ર એ ચાર ચારિત્ર ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમથી થાય છે. તથા વાળા - દાનાદિક પાંચ લબ્ધિઓ અન્તરાય કર્મના ક્ષયોપશમથી પ્રગટ થાય છે. (હવે અહીં દાનાદિક લબ્ધિઓના સંબંધમાં પ્રશ્ન કરાય છે )
પ્રઃ દાનાદિક પાંચ લબ્ધિઓ તો પ્રથમ ભાવિકભાવની કહેવાઈ ગઈ છે, અને અહીં તમોએ ક્ષયોપશમભાવની કહી, તો એ બે બાબતમાં વિરોધ કેમ નહિ?
ઉત્તર: ના, એ વાત એ પ્રમાણે નથી. કારણ કે એ બાબતનો અભિપ્રાય જ હજી તમારા જાણવામાં આવ્યો નથી. તે આ પ્રમાણે – દાનાદિક લબ્ધિઓ નિશ્ચયે બે પ્રકારની છે. એક તો અન્તરાયકર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલી, અને બીજી અન્તરાયકર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલી. તેમાં પહેલાં જે ક્ષાયિકભાવની કહી તે તો અત્તરાયકર્મના ક્ષયથી ઉત્પન્ન થનારી જાણવી, અને તે કેવલી ભગવંતોને જ હોય છે. અને આ ગાથામાં જે ક્ષાયોપથમિકભાવની કહી તે અન્તરાયકર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થનારી જાણવી, અને તે છબસ્થોને જ જાણવી. એ પ્રમાણે આ ગાથામાં કહેલા સર્વે ભાવો લાયોપથમિક છે. એ ૨૬૮ મી ગાથાનો અર્થ સમાપ્ત. ૨૬૮
અવતરVT: એ પ્રમાણે પૂર્વ ગાથામાં ક્ષાયોપથમિકભાવની લબ્ધિઓ કહીને હવે આ ગાથામાં ઔદયિકભાવથી ઉત્પન્ન થનારા તથા પારિણામિકભાવમાં વર્તનારા જીવઘર્મ (જીવના પર્યાય) કહેવાય છે, તે આ પ્રમાણે :
गइ काय वेय लेसा, कसाय अन्नाण अजय अस्सनी ।
मिच्छाहारो उदया, जिय भवियरियत्ति य सहावो ॥२६९।। THથાર્થ: ગતિ-કાય-વેદ-લેશ્યા-કષાય-અજ્ઞાન-અવિરતિ-અસંન્નિત્વ-મિથ્યાત્વ- આહારીપણું - એ સર્વ ઔદાયિક ભાવો છે. તથા જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ ત્રણ સ્વાભાવિક (એટલે પારિણામિક) ભાવ છે. /૨૬૯
ટાર્થ: ૩યા - આ કહેવાતા ગતિ આદિ સર્વે જીવપર્યાયો ૩૮યા: ઔદયિક ભાવ છે; કારણ કે નરકગતિનામકર્મ આદિ કર્મોના ઉદય વડે ઉત્પન્ન થતા હોવાથી; અને “આ મારું શરીર તે પૂર્વનું બાંધેલું કર્મ છે” ઇત્યાદિ વચનવ્યવહારમાં જેમ કાર્યને વિષે કારણનો ઉપચાર થાય છે તેમ કાર્યમાં કારણના ઉપચારથી ગતિ આદિ જીવપર્યાયો પણ કર્મનો ઉદય (ઉદયભાવ) છે. અને તે કારણથી એ ગતિ આદિક સર્વે પણ જીવપર્યાયો ઔદયિકભાવવર્તી (ઔદયિક ભાવમાં) જ જાણવા, એ તાત્પર્ય છે. (હવે એ ગતિ આદિ પર્યાયો કયા કયા કર્મના ઉદયથી? તે દર્શાવાય છે)
૧. ઘણાં ગ્રંથોમાં સામાન્યથી લયોપશમ ચારિત્ર એકજ ગણીને ક્ષયોપશમભાવના ૧૮ ભેદ નિયત કહ્યા છે. અહીં ત્રણ ચારિત્ર વધવાથી ૨૧ ભાવ થાય છે, એ ગ્રંથકર્તાની વિવક્ષામાત્ર છે, વિરોધ નથી. ૨. અહીં ગતિ આદિ કર્મનો ઉદય કારણ છે, અને ગતિ આદિ કાર્ય છે. માટે ગતિ આદિમાં ઉદયરૂપ કારણનો ઉપચાર માનીને ગતિ આદિ પોતે ઉદયભાવ છે એમ ગણાય છે. વાસ્તવમાં તો ગતિ આદિ પોતે ઉદયભાવવાળા નથી પણ કર્મો જ ઉદયભાવવાળાં છે.
Jain Education International
For Priv39 Personal Use Only
www.jainelibrary.org