________________
આગળ કહેવાતા મતિજ્ઞાનાદિ ભાવો ક્ષાયોપથમિકભાવરૂપ કારણથી ઉત્પન્ન થતા હોવાથી) ક્ષાયોપથમિકભાવમાં ગણાય છે - એ ભાવાર્થ)તે આ પ્રમાણે - મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન તથા મન:પર્યવજ્ઞાન એ ચારે જ્ઞાન, તથા મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન યથાસંભવ પોતપોતાના આવરણ કરનારા મતિજ્ઞાનાવરણાદિ કર્મનો ક્ષયોપશમ થયે જ ઉત્પન્ન થાય છે.
તથા વંસતા ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન એ ત્રણ દર્શન પોતપોતાને આવરણ કરનારાં ચક્ષુદર્શનાવરણ ઈત્યાદિ કર્મનો ક્ષયોપશમ થવાથી જ પ્રગટ થાય છે. તથા દિધો ગૃહસ્થનો ધર્મ જે દેશવિરતિ ચારિત્રા તે પણ અપ્રત્યાખ્યાનાવરણીય કષાયનો ક્ષયોપશમ થવાથી જ ઉત્પન્ન થાય છે. તથા વેયન - વેદક એટલે વિપાકરૂપ અનુભવ વડે જે વેદાય છે સમ્યકત્વપુંજનાં યુગલો જેમાં તે વેદક સમ્યકત્વ એટલે ક્ષયોપશમ સમ્યક્ત; તે પણ સાત દર્શનમોહનીય કર્મનો ક્ષયોપશમ થવાથી જ પ્રગટ થાય છે (માટે ક્ષયોપશમ ભાવમાં છે).
૧. અહીં સાત દર્શનમોહનીયનો ક્ષયોપશમ સામાન્યથી કહ્યો છે, પરન્તુ વાસ્તવિક રીતે તો છ દર્શનમોહનીયનો ક્ષયોપશમ અને સમ્યકત્વમોહનીયનો વિપાકોદય એ બેથી ક્ષયોપશમ સમ્યક્ત્વ પ્રગટ થાય છે, એ વિશેષ છે. પ્રશ્ન : ક્ષયોપશમ સમ્યક્ત જો સમ્યકત્વમોહનીયના વિપાકોદયથી થાય છે ત્યારે તો ગતિ આદિવતુ એ સમ્યકત્વને ઔદયિકભાવનું જ ગણવું જોઈએ, તો અહીં ક્ષયોપશમભાવનું કેમ ગયું? કારણ કે કર્મના ઉદયથી ઉત્પન્ન થતાં સર્વ ભાવો ઔદયિક ભાવમાં ગણાય એ સ્પષ્ટ વાત છે, તો એ વિરોધ કેમ? ઉત્તર: એ બાબતમાં વિરોધ કંઈ નથી. કારણ કે – સમ્યકૃત્વમોહનીય તથા મિશ્રમોહનીય એ બે મોહનીય મૂળ કર્મ નથી, પરન્તુ મૂળકર્મરૂપ મિથ્યાત્વમોહનીયનાં રૂપાન્તર છે. મૂળ કર્મ તો એક મિથ્યાત્વમોહનીય જ (ત્રણ દર્શનમોહનીયમાં) છે. એ રીતે સમ્યકત્વમોહનીય રૂપાન્તર કર્મ હોવાથી એનો જે રસોઇય તે મિથ્યાત્વમોહનીયનો પ્રદેશોદય જ છે. માટે મિથ્યાત્વમોહનીયના પ્રદેશોદયરૂપ સમ્યકત્વમોહનીયના રસોદયને પોતાના રસોદયની મુખ્યતા ન ગણતાં મિથ્યાત્વના પ્રદેશોદયની જ મુખ્યતા ગણીને (એટલે સમ્યકત્વમોહનીયના ઉદયને મિથ્યાત્વના પ્રદેશોદયરૂપ ક્ષયોપશમની મુખ્યતા ગણીને) અહીં સમ્યક્ત્વના રસોદયથી ઉત્પન્ન થતા સમ્યકત્વને ક્ષયોપશમ સભ્યશ્રુત્વ કહ્યું છે, પણ ઔદયિક સમ્યક્ત નહિ. એ રીતે મિશ્રમોહનીયના રસોઇયમાં પણ મિથ્યાત્વનો પ્રદેશોદય મુખ્ય ગણીને મિશ્ર સમ્યકત્વને પણ ક્ષયોપશમભાવમાં ગણવું નહિ. પ્રશ્ન: જેમ સમ્યકત્વમોહનીયનો ઉદય તે મિથ્યાત્વનો પ્રદેશોદય છે, તેમ મિશ્રમોહનીયનો ઉદય તે પણ મિથ્યાત્વનો પ્રદેશોદય છે. તો એકમાં ક્ષયોપશમભાવ ગણવો, અને એકમાં ક્ષયોપશમભાવ ન ગણવો તેનું કારણ શું? ઉત્તર: એ વિષમતામાં રસસ્પર્ધકો જ મુખ્ય કારણ છે. તે આ પ્રમાણે – મિથ્યાત્વનાં તથા મિશ્રનાં રસસ્પર્ધકો સર્વે સર્વઘાતી જ છે, અને સમ્યકત્વમોહનીયના રસસ્પર્ધકો કેવળ દેશઘાતી જ છે. અને સ્થાનની અપેક્ષાએ સમ્યક્ત્વમોહનીયનાં સ્પર્ધકો એકસ્થાની તથા દ્વિસ્થાની છે, મિશ્રનાં કેવળ દ્વિસ્થાની છે, અને મિથ્યાત્વના દ્વિસ્થાની, ત્રિસ્થાની તથા ચતુઃસ્થાની છે. પુનઃ એક નિયમ એવો છે કે - સર્વઘાતી સ્પર્ધકો ઉદયમાં હોય ત્યારે ક્ષયોપશમભાવ ગણાય જ નહિ, અને દેશઘાતી સ્પર્ધકોનો ઉદય હોય ત્યારે જ ક્ષયોપશમભાવ ગણાય. એ નિયમ પ્રમાણે મિશ્રમોહનીય એ મિથ્યાત્વનો જો કે પ્રદેશોદય છે તો પણ સર્વઘાતી સ્પર્ધકોનો જ ઉદય હોવાથી એ પ્રદેશોદયને ક્ષયોપશમભાવ રૂપે ન ગણાય. (વળી અહીં મિશ્રમોહનીયના રસોઇયમાં પ્રદેશોદયનો વ્યપદેશ તે પણ મિથ્યાત્વનો પરરૂપે ઉદય હોવાથી છે), અને સમ્યકત્વમોહનીયનાં તો સર્વે સ્પર્ધકો દેશઘાતી જ હોવાથી તે દેશઘાતીના ઉદયમાં ક્ષયોપશમભાવ અવશ્ય ગણી શકાય. અહીં મિશ્રમોહનીયને ક્ષયોપશમમાં ગયું તે અનુદયાવસ્થામાં જ ગણાય; કારણ કે તે વખતે મિથ્યાત્વવતું મિશ્રમોહનીય પણ સમ્યકત્વ સ્વરૂપે પરરૂપ થઈને ઉદયમાં આવે છે, પરન્તુ સ્વરૂપે ઉદયમાં આવતું નથી માટે જ તે વખતે પોતે પ્રદેશોદય રૂપે ઉદય આવવાથી અનુદયાવસ્થામાં ક્ષયોપશમભાવે ગણી શકાય. આ બાબતમાં ચર્ચા કરવા.
યોગ્ય વિષય ઘણો છે, પરન્તુ અહીં વિશેષ વિસ્તારનું પ્રયોજન નથી. Jain Education International For Privax ersonal Use Only
www.jainelibrary.org